દુબળા-પાતળા લોકોનું વજન આ કારણોથી વધતું નથી, વૈજ્ઞાનિકોએ શોધ્યું તેનું સિક્રેટ

PC: scitechdaily.com

જે લોકો દુબળા-પાતળા હોય છે તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ કંઈપણ ખાઈ શકે છે કારણકે તેઓ ચાલતા-ફરતા વધુ હોય છે તેથી તેમનું વજન વધતું નથી. પરંતુ હાલમાં જ થયેલા અભ્યાસે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે.

ઘણા સમયથી આ ઘારણા બનેલી હતી કે જે લોકો પાતળા હોય છે તેમની શારીરિક પ્રવૃત્તિ વધુ હોય છે અથવા તો તેઓ ચાલતા વધુ હોય છે. પરંતુ હાલમાં જ થયેલા એક રિસર્ચે આ વાતને ખેટી સાબિત કરી છે. રિસર્ચસે જાણ્યું કે દુબળા-પતળા લોકો બાકી લોકોની સરખામણીમાં વધુ કસરત કરતા નથી પરંતુ ઓછો ખોરાક લે છે. ઓછું ખાવાથી તેમનું વજન ઓછું રહે છે. આ રિસર્ચમાં 150 એકદમ પાતળા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રિસર્ચથી વૈજ્ઞાનિકોએ પરિણામ કાઢ્યું અને આ વાતને તથ્ય સાથે સાબિત કરી.

રિસર્ચમાં આ જાણવા મળ્યું

એબરડીન વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં 150 ઘણા પાતળા લોકોની ડાયટ અને શક્તિ ક્ષમતાને જોવામાં આવી અને તેની સરખામણી સામાન્ય 173 લોકો સાથે કરી બે અઠવાડિયામાં જાણ્યું કે પાતળા લોકોએ 23 ટકા ઓછી શારીરિક પ્રવૃત્તિ કરી અને બેસવામાં સમય પસાર કર્યો. આ ઉપરાંત તેમણે સામાન્ય માણસોથી 12 ટકા ઓછો ખોરાક લીધો પરંતુ જાણવા મળ્યું કે તેમનું રેસ્ટીંગ મેટાબોલિઝમ ઝડપી હતું જે તેમને સામાન્ય વ્યક્તિની સરખામણીમાં નિષ્ક્રિય હોવા છતા વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

એબરડીન વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા રિસર્ચનું નેતૃત્વ કરનાર પ્રોફેસર જોન સ્પીકમૈને કહ્યું કે આ અભ્યાસનું પરિણામ ખરેખરમાં આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે જયારે પાતળા લોકો સાથે વાત કરી તેમને કહીએ છીએ કે તમે જે ઈચ્છો તે ખાઈ શકો છો પરંતુ અમારો અભ્યાસ દર્શાવે છે કે પાતળા લોકો વધુ શારીરિક પ્રવૃત્તિને કારણે નહીં પરંતુ ઓછું ખાવાથી હોય છે તેઓ જે ખાઈ છે તે સામાન્ય બોડી માંસ ઈન્ડેક્સ(BMI) શ્રેણીના લોકોની સરખામણીમાં ઘણું ઓછું છે.

પાતળા લોકો પોતાનો 96 ટકા સમય કોઈ પ્રવૃત્તિ કરતા નથી અથવા તો હલકી શારીરિક પ્રવૃત્તિ કરે છે પરંતુ તેઓ સામાન્ય માણસો જેમનું BMI 21.5 થી વધુ અને 25 થી ઓછું હતું. એટલે કે તેઓ ઓછી કેલરીનું સેવન કરે છે તેથી તેઓ પાતળા હોય છે.

શોધકર્તાઓની સલાહ છે કે રિસર્ચમાં ભાગ લીધેલ દુબળા-પાતળા લોકોને સામાન્ય વજનના લોકોની સરખામણીમાં આશરે 12 ટકા ઓછું ખાધું હશે. પરંતુ તેમણે બેઠા બેઠા કેલરી બર્ન કરી. જેનું કારણ સામાન્ય માણસોની સરખામણીમાં તેમનું મેટાબોલિઝમ ઝડપી હોવાનું છે.

રોજ કેટલા પ્રમાણમાં કેલરી લેવી જોઈએ

સામાન્ય વયની મહિલાઓએ દિવસમાં 2000 કેલરી અને પુરૂષોએ 2500 કેલરી લેવી જોઈએ. આ એનર્જીની માત્રા પર પણ નિર્ભર કરે છે જે શરીરના વિવિધ કાર્યને કરવા, પૂર્ણ દિવસ ચાલવા અને કામ કામ કરવા માટે જરૂરી છે. જે લોકો વધુ પ્રમાણમાં કસરત કરે છે તેમને વધુ કેલરી ખાવાની જરૂર હોય છે. જો તમે એક દિવસમાં જેટલી કેલરી બર્ન કરો છો તેનાથી વધુ કેલરી લો તો જાડા થઈ જશો. તમારા દ્વારા બર્ન કરેલી કેલરીથી ઓછું ખાવાથી તમારું વજન ઓછું થશે. જે ખાદ્ય પદાર્થોને પ્રોસેસ્ડ કરવામાં આવે છે અને જેમાં કાર્બોહાઈડ્રેટ, ખાંડ અને મીઠું વધુ હોય છે તેમાં તાજા ફળ અને શાકભાજીની સરખામણીમાં વધુ કેલરી હોય છે તેથી આવો ખોરાક ખાવાથી બચવું જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp