લાંબો સમય બેસી રહેતા હો તો થઈ જજો સાવધાન, હૃદય નબળુ થવાથી થઈ શકે છે આ મુશ્કેલીઓ

PC: flexjobs.com

વર્ક ફ્રોમ હોમ અને વધતા વર્ક કલ્ચરના કારણે લોકોમાં એન્જાઈટી, તણાવ અને મેન્ટલ હેલ્થ પર ખૂબ જ પ્રભાવ પડ્યો છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું હાલના સમયમાં લોકોની મજબૂરી બની ગઈ છે. આ મજબૂરીના કારણે ના માત્ર બોડી પોશ્ચર પરંતુ હાર્ટ હેલ્થ પર પણ ખરાબ પ્રભાવ જોવા મળી રહ્યો છે. જેએએમએ ઓન્કોલોજીના રિસર્ચ અનુસાર, લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે લોકોમાં હાર્ટ પ્રોબ્લેમ અને કેન્સરનું જોખમ 80 ટકા વધી જાય છે. તેમજ એક્ટિવ રહેનારી વ્યક્તિ વધુ સ્વસ્થ અને એનર્જેટિક હોય છે. બેસી રહેવાને કારણે એક નહીં પરંતુ ઘણી હેલ્થ સમસ્યાઓને પ્રોત્સાહન મળે છે. વધુ સમય સુધી બેસી રહેવાથી કયા હેલ્થ ઈશ્યૂઝનો સામનો કરવો પડી શકે છે તે અંગે માહિતી આપી છે.

ઉંમર ઓછી થવી

એક જ જગ્યાએ વધુ સમય સુધી બેસી રહેનારી વ્યક્તિની ઉંમર પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. વેબ એમડી અનુસાર, જો કોઈ વ્યક્તિ દિવસનો મોટાભાગનો સમય બેસી રહેવામાં કાઢતો હોય તો તેની ઉંમર ઓછી થઈ શકે છે. બેસી રહેવાથી હાર્ટ પ્રોબ્લેમ, કેન્સર અને મેદસ્વિતા જેવી સમસ્યાઓ ઘેરી બની શકે છે. જે લોકો એક્સરસાઈઝ અને વોકિંગ નથી કરતા તેઓ બીજાઓની સરખામણીમાં ઓછું જીવે છે.

થઈ શકે છે ડિમેન્શિયા

વધુ સમય સુધી બેસી રહેવાને કારણે માનસિક સમસ્યા જેવી કે ડિમેન્શિયા થવાનું જોખમ વધુ વધી જાય છે. સતત સ્ક્રીન જોવા અને વિચારતા રહેવાથી મસ્તિષ્ક પર પ્રભાવ પડે છે. જેના કારણે માનસિક વિકાર થઈ શકે છે. જે વ્યક્તિ બેસી રહેવાની સાથે એક્સરસાઈઝ અને વોક કરે છે તે સ્વસ્થ રહે છે.

ડીવીટીની સમસ્યા

ડીપ વેન થ્રોમ્બોસિસ (ડીવીટી)ની સમસ્યા પગમાં બ્લડ ક્લોટ થવાના કારણે થાય છે. વધુ સમય સુધી પગને લટકાવીને બેસી રહેવાથી અથવા પગમાં ઓછી મુવમેન્ટ થવાથી આ સમસ્યા વધી શકે છે. પગમાં સોજો અને દુઃખાવો તેના સામાન્ય લક્ષણ હોઈ શકે છે. ઘણીવાર ડીવીટીની સમસ્યા એટલી વધી જાય છે કે તે પગથી લંગ્સ સુધી પહોંચી જાય છે. લંગ્સમાં બ્લડ ક્લોટ્સ થઈ જાય છે.

હાર્ટ પ્રોબ્લેમ્સ

એક્ટિવ ના રહેવા અથવા એક જ જગ્યા પર વધુ સમય સુધી બેસી રહેવાને કારણે હાર્ટ પ્રોબ્લેમનું જોખમ વધી શકે છે. બેસી રહેવાથી બોડીમાં બ્લડ સર્કુલેશન ઓછું થાય છે જે હાર્ટ પ્રોબ્લેમ્સનું કારણ બને છે. આ કારણ છે કે, નાની ઉંમરમાં લોકોએ કાર્ડિયાક અરેસ્ટ જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો ઊભા રહીને અથવા વોક કરતા-કરતા કામ કરે છે તે લોકો વધુ હેલ્ધી રહે છે.

મેદસ્વિતા વધવી

મેદસ્વિતા વધવાના ઘણા કારણો હોય છે જેમા મહત્ત્વનું છે બેસી રહેવું. બોડીને વધુ સમય સુધી રિલેક્સ રાખવી અથવા મુવમેન્ટ ના કરવી મેદસ્વિતાને પ્રોત્સાહન આપે છે. મોબાઈલ, ટીવી અથવા લેપટોપની સ્ક્રીન લોકોને બેસવા પર મજબૂર કરી દે છે આથી, દર એક કલાક બાદ 10 મિનિટ વોક કરવુ જરૂરી છે. તેનાથી બોડીની સાથે આંખોને પણ આરામ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp