ઉંઘમાં ચાલવાની બીમારી હતી, સુરતનો યુવાન ત્રીજા માળેથી પટકાયો, મોત

PC: news18.com

ઉંધમાં ચાલવાની બિમારીએ એક યુવાનનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવાન ઉંઘમાં ચાલતા ચાલતા ત્રીજા માળેથી પટકાયો હતો અને તેનું મોત થયું હતું.

જાણવા મળેલી વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં એક યુવાનને ઉંઘમાં ચાલવાની બિમારી હતી. ઉંઘમાંને ઉંઘમાં તે બારી પાસે પહોંચી ગયો અને ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ માથાના ભાગે ગંભીર ઇજા થવાને કારણે યુવાનનું મોત થયું હતું.

તમે ઘણી વખત  ઉંઘમાં ચાલવાની આદત વિશે સાંભળ્યું હશે, જેને સ્લીપ વોકીંગ કહેવામાં આવે છે. આ એક બિમારી છે અને તેને મેડિકલ ભાષામાં સોનમબુલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. આ એવી બિમારી છે કે વ્યકિત ઉંઘમા જ ચાલવા લાગે છે અથવા ઉંઘમાં જ બેસવા  લાગે છે. આ બિમારી વિશે ઘણી  ફિલ્મોમાં પણ તમે જોયું હશે. ઉંઘમાં ચાલવાની આદતને કારણે ગંભીર અકસ્માત થઇ શકે છે. જે આપણે જોયું કે લિંબાયતના યુવક સાથે ઘટના બની.

ઉંઘમાં ચાલવાની આદતમાં ઘણી વખત વ્યકિત એક્સ્ટ્રીમ કંડિશનમાં પહોંચી જાય છે અને હિંસક બની જાય છે. આ બિમારીના લક્ષણો એવા હોય છે કે ઘણી વખત વ્યકિત ઉંઘમાં કપડાં પહેરે છે, ઉંઘમાં જ વાત કરે છે અથવા ખાવાનું ખાય છે. ઉંઘમા જ ઘરની બહાર નિકળી જાય છે.

ઉંઘમાં ચાલવાની સમસ્યા આમ તો સામાન્ય મેડિકલ કંડીશન માનવામાં આવે છે, પરંતુ જો તે સ્લીપ ટેરરમાં બદલાઇ જાય તો તાત્કાલિક ડોકટર્સની સલાહ લેવી જરૂરી છે.

ઉંઘમાં ચાલવાની આદતમાં સૌથી વધારે મદદ પરિવાર જ કરી શકે. જો પરિવારને ખબર હોય કે ઘરના કોઇ સભ્યને ઉંઘમાં ચાલવાની બિમારી છે, તો પરિવારે ખાસ ધ્યાન રાખવું પડે, એ વ્યકિત જે રૂમમાં સુતો હોય તેને લોક મારી દેવાઇ, જેથી તે વ્યકિત બહાર ન જઇ શકે. ઉંઘમાં ચાલીને જે જોખમી જગ્યા હોય તેનું પણ પરિવારે જ ધ્યાન રાખવું પડે. દાં તું. દરવાજો હોય, બારી, ટેરેસ હોય તો તેને લોક રાખવું પડે.

તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે આ બિમારીથી બચવા માટે સુવાનો સમય ફિક્સ રાખવો, ચિંતાથી દુર રહેવુ. યોગા મેડિટેશન કરવું, જીવન શૈલી અસ્તવ્યસ્ત હોય તો તેમાં બદલાવ કરવો અને સવારે વહેલાં ઉઠીને રાત્રે વહેલા સુઇ જવાની આદત કેળવવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp