
દુનિયાનો એક એવો દેશ છે જેણે ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઇન ડે આવે તે પહેલાં પોતાના દેશના યુવાનો માટે મફત કોન્ડમ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. આ દેશ યુવાનોને દર સપ્તાહે 10 કોન્ડમ આપશે અને તે આખુ વર્ષ મળતા રહેશે.
થાઇલેન્ડની સરકારે તેમના દેશના યુવાનો માટે લગભગ 9.5 કરોડ કોન્ડમ મફતમાં વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. આની પાછળનું કારણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો અને તેના કારણે થતા મૃત્યુને રોકવાનું છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે લાખો લોકો આ રોગોને કારણે મૃત્યુ પામે છે. ઘણા દેશોમાં આવા પગલા દ્વારા તેની સામે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. ટીન પ્રેગ્નન્સી અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે.
મીડિયા અહેવાલો મુજબ, થાઇલેન્ડ સરકારની પ્રવક્તા રાચાદા ઘનદિરેકે જણાવ્યું કે, સરકારે 1 ફેબ્રુઆરીથી દેશના યુવાનોને મફતમાં કોન્ડમ વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ એક યુવાનને સપ્તાહમાં 10 કોન્ડમ મળશે. આ સુવિધા યુવાનોને આખું વર્ષ મળશે. પ્રવક્તાએ કહ્યું કે 4 અલગ સાઇઝમાં કોન્ડામ મળી શકશે. લોકો દેશના કોઇ પણ ફાર્મસી અથવા આરોગ્ય કેન્દ્ર પરથી કોન્ડમ મેળવી શકશે. જેમની પાસે ગોલ્ડ કાર્ડ છે, તેમને મફતમાં કોન્ડમ આપવાના અભિયાનથી બિમારીને રોકવા અને લોકોના આરોગ્યને સારું રાખવામાં મદદ મળશે.
એક અહેવાલ મુજબ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં થાઇલેન્ડમાં સેક્સુઅલી ટ્રાન્સમિટેડ રોગોના કેસો વધ્યા છે. વર્ષ 2021માં નોંધાયાલા આવા કેસોમાં અડધાથી વધારે સાઇફિલિસ અને ગોનોરિયાહના કેસો હતા.સત્તાવાર આંકડા મુજબ આ રોગના ભોગ બનેલા લોકોમાં સૌથી વધારે 15થી 24 વર્ષના યુવાનો હતા. ઉપરાંત વર્ષ 2021માં થાઇલેન્ડમાં 15થી18 વર્ષની યુવતીઓમાં 1000 યુવતીઓમાંથી 24 યુવતીઓએ બાળકોને જન્મ આપ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ દુનિયાભરમાં આ આંકડો 42 છે. થાઇલેન્ડમાં રહેતા લગભગ 7 કરોડ લોકોમાંથી 5 કરોડ પાસે ગોલ્ડ કાર્ડ છે. આ ગોલ્ડ કાર્ડથી થાઇલેન્ડના લોકો સરકારી હેલ્થ કેરનો લાભ મેળવે છે.
વેલેન્ટાઇન ડે એ એવો સમય છે જ્યારે લોકો જાતીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે અને થાઇલેન્ડની સરકાર સુરક્ષિત સેક્સને પ્રોત્સાહન આપવા માટે આ તકનો લાભ લઈ રહી છે. કોન્ડમ સરળતાથી ઉપલબ્ધ કરાવીને સરકાર એવો સંદેશ આપી રહી છે કે જાતીય સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રાથમિકતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp