વિટામીન B 12ની ઉણપના આ છે સંકેતો, અવગણતા નહીં

વિટામીન B 8 રીતના હોય છે. જેમાં B1, B2, B3,B5, B6, B7, B9 અને B12 સામેલ છે. B વિટામીનને બી Bકોમ્પ્લેક્સ વિટામીન પણ કહેવામાં આવે છે, જે શરીરની ચરબી અને પ્રોટીનનો ઉપયોગ કરવામાં પણ મદદ કરે છે. આ સ્કીન, વાળ, આંખ અને લિવરના સ્વાસ્થ્યને યોગ્ય રાખવામાં ઘણી મદદ કરે છે. આ બધામાં વિટામીન B 12 ઘણું મહત્ત્વનું છે. બધા B વિટામિન શરીરમાં સ્ટોર થતા નથી. આજના સમયમાં વૃદ્ધ લોકોની સાથે કેટલાંક યુવાનોમાં પણ વિટામીન B 12ની ઉણપ જોવા મળી રહી છે. તેનું કારણ તેમનું ડાયેટ હોઈ શકે છે. જો શરીરમાં વિટામીન B 12ની ઉણપ થાય તો શરીરમાં ઘણા સમસ્યાઓ ઉદ્દભવવા લાગે છે. લાંબા સમય સુધી જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો ગંભીર બીમારી પણ થઈ શકે છે.

વિટામીન B 12ને કોબાલિન પણ કહેવામાં આવે છે. બી વિટામીન ભોજનને ગ્લુકોઝમાં બદલવામાં શરીરને મદદ કરે છે, જેનાથી એનર્જી મળે છે. આ નર્વ સેલ્સને યોગ્ય રાખવા તથા ડીએનએ-આરએનએના પ્રોડક્શનમાં પણ મદદ કરે છે. વિટામીન B 12, વિટામીન B 9ની સાથે મળીને કામ કરે છે. જેને ફોલેટ અથવા ફોલિક એસિડ પણ કહેવામાં આવે છે. આ લાલ લોહી કોશિકાને બનાવવામાં મદદ કરે છે અને શરીરમાં આયર્નને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. વિટામીન B 9 અને B 12, એસ-એડનોસિલમેથિયોનાઈનનું ઉત્પાદન કરવા માટે મળીને કામ કરે છે, જે ઈમ્યુયન ફંકશન અને મૂડને સારો રાખવામાં મદદ કરે છે.

અમીનો એસિડ હોમોસિસ્ટીનના બ્લડ લેવલને યોગ્ય બનાવી રાખવામાં વિટામીન B 12, B 6 અને B 9 એક સાથે કામ કરે છે. હોમોસિસ્ટીનનું હાઈ લેવલ હાર્ટ ડિસીસ સાથે જોડાયેલા હોય છે. વિટામીન B 12ની ઉણપના કારણે તમને થાક લાગશે. અસલમાં શરીરની કોશિકાઓના યોગ્ય રીતે કામ કરવા માટે વિટામીન B 12ની જરૂર હોય છે. જો B 12 ઓછું હશે તો લાલ લોહી કોશિકાઓનું પ્રોડક્શન ઓછું થશે, જેનાથી શરીરના અંગોને ઓક્સિજન ઓછું પહોંચશે અને થાક લાગશે. આ સિવાય B 12ની ઉણપથી સેન્સરી નર્વ ફંક્શનને નેગેટીવરૂપથી પ્રભાવિત કરે છે, દેનાથી માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી જોવા મળે છે.

શરીરમાં વિટામીન B 12ની ઉણપ હોવા પર ત્વચાનો રંગી પીળો થઈ જાય છે. આયરનની ઉણપવાળા એનિમિયા નામની સ્થિતિની જેમ વિટામીન B 12ની ઉણપથી લાલ રક્ત કોશિકાઓની ઉણપ થાય છે. B 12ની ઊણપના લીધે કમળો પણ થઈ શકે છે અને ત્વચાની સાથે આંખો પણ પીળી થઈ શકે છે. આંખનો પીળો રંગ વેસ્ટ પ્રોડક્ટ બિલીરુબિનના હાઈ લેવલના કારણે થાય છે. આ સિવાય માથામાં દુખાવો પણ થાય છે. આ લક્ષણ મોટાઓની સાથે બાળકોમાં પણ જોવા મળે છે. 2019માં 140 લોકો પર થયેલી સ્ટડી પ્રમાણે જે લોકોને માઈગ્રેન હતું તે લોકોમાં નોર્મલ લોકો કરતા વધારે B 12નું લેવલ ઓછું હતું.

વિટામીન B 12ની ઉણપથી દસ્ત, કબજીયાત, સોજા, ગેસ અને અન્ય આંતરડા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય લોકોમાં ગ્લોસિટિસ જોવા મળી શકે છે. જેના કારણે મોઢામાં ચાંદી-ફોલ્લી અથવા સોજો આવી શકે છે. પેરેસ્ટેસિયા એક મેડિકલ શબ્દ છે, જેમાં શરીરના અમુક અંગો જેવા કે હાથ પગમાં જલન થાય છે.     

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.