છોકરીઓને ડેટીંગ કરવા માટે અભિનેતાએ હાઇટ વધારવા ખર્ચ્યા 85 લાખ રૂપિયા

PC: people.com

બોલો, દુનિયામાં આવા પણ લોકો હોય છે, એક અભિનેતાએ પોતાની હાઇટ વધારવા માટે સર્જરી કરાવી અને  તેની પાછળ 85 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાંખ્યો. જો કે આટલા રૂપિયા ખર્ચ્યા પછી અભિનેતાની થોડી હાઇટ વધી શકી છે. હાઇટ વધારવાનું કારણ જાણીને તમે ચોંકી જશો.

AC

અભિનેતાએ તેની સર્જરીને 80 દિવસના નરક તરીકે ગણાવી હતી. કારણ કે આ સમય દરમિયાન તેના દિવસો વ્હીલચેર પર પસાર થયા હતા અને ત્રણ મહિના સુધી તેઓ ઘરે બેસી રહેવા સિવાય કંઈ કરી શકતા ન હતા. શરૂઆતમાં, તેણે ક્રૉચની મદદથી પોતાના પગ પર ઊભા રહેવું પડ્યું. હજુ પણ સારવારની જરૂર છે.

38 વર્ષીય અભિનેતાએ 85 લાખ રૂપિયા ખર્ચીને તેની ઉંચાઈ 5 ફૂટ 8 ઈંચ કરી છે. અગાઉ તે 5 ફૂટ 5 ઇંચનો હતો. તેણે લેગ લેન્થનિંગ સર્જરી દ્વારા પોતાની હાઇટ 3 ઇંચ વધારી છે. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ કર્યો છે.

અભિનેતાનું નામ રિચ રોટેલા છે. રોટેલા અમેરિકાના લોસ એન્જલસનો રહેવાસી છે. તે તેની ટૂંકી ઊંચાઈથી કંટાળી ગયો હતો, તેથી તેણે પગને લંબાવવાની સર્જરી માટે 85,000 પાઉન્ડ ખર્ચીને તેની લંબાઈ 3 ઈંચ વધારી દીધી.  અભિનેતાનું કહેવું છે કે હવે છોકરીઓને ડેટ કરવી અને એક્ટિંગ કરવી સરળ બની ગઈ છે. 

રોટેલા કહે છે કે 5 ફૂટ 5 ઈંચ પછી તેની ઊંચાઈ વધતી બંધ થઈ ગઈ અને ઉંચી છોકરીઓને ડેટ કરવી મુશ્કેલ થઈ ગઈ. તેનું પ્રખ્યાત અભિનેતા બનવાનું સપનું પણ અધૂરું રહ્યું હતું તેથી જ હાઈટ વધારવા માટે સર્જરીનો આશરો લીધો.ધ મિરરના એક અહેવાલમાં રિચ રોટેલાએ કહ્યું કે, હું નાનપણથી જ ઉંચો બનવા માંગતો હતો. ઊંચાઈના કારણે તે ક્યારેય બાસ્કેટબોલ ટીમમાં જોડાઈ શક્યો ન હતો. ભલે હું સારો ખેલાડી હતો. મોટા થયા પછી ઊંચાઈ થોડી ઓછી હોવાને કારણે તેને ઓડિશનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેથી તાજેતરમાં સર્જરી દ્વારા લંબાઈ વધારવાનું નક્કી કર્યું જેને Bilateral Femur Lengthening નામથી પણ ઓળખવામાં આવે છે.

અભિનેતા રોટેલા હવે કોઇના પણ સહારા વગર ચાલી શકે છે, પરંતુ તેણે નિયમિત કસરત અને ફિઝીયો પાસે જવું પડે છે. 85 લાખ ખર્ચીને હાઉટ વધવાથી અભિનેતા ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp