સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યુ- ટ્રાન્સજેન્ડર, ગે રક્તદાન નહીં કરે શકે, કારણ આપ્યુ

PC: telegraphindia.com

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રક્તદાતાઓની માર્ગદર્શિકાને પડકારતી અરજીમાં તેનું પ્રાથમિક સોગંદનામું દાખલ કર્યું હતું. પિટિશનમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ, ગે પુરૂષો, સ્ત્રી સેક્સ વર્કર્સ વગેરે પર રક્તદાન કરવાથી સંપૂર્ણ પ્રતિબંધ માટેની માર્ગદર્શિકાને પડકારવામાં આવ્યો છે. તેમાં ઉમેર્યું હતું કે રક્તદાતાઓમાંથી બાકાત રાખવાની વસ્તી ગ્રુપનું નિર્ધારણ નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (NBTC, ડોકટરો અને વૈજ્ઞાનિક નિષ્ણાતોની બનેલી સંસ્થા) દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને તે વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત છે. એફિડેવિટમાં એવી દલીલ કરવામાં આવી છે કે પિટિશનમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ એક્ઝિક્યુટિવના કાર્યક્ષેત્રમાં આવે છે અને વ્યક્તિગત અધિકારોને બદલે જાહેર આરોગ્યના પરિપ્રેક્ષ્યમાં ધ્યાનમાં લેવાની જરૂર છે.

ટ્રાન્સજેન્ડર, MSM અને મહિલા સેક્સ વર્કરોને રક્તદાનથી દૂર રાખવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાથમિક સોગંદનામા દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ, પુરૂષો સાથે સેક્સ કરનારા પુરૂષો અને સ્ત્રી સેક્સ વર્કરોને રક્તદાનથી દૂર રાખવા માટે કેન્દ્રએ તેની રક્તદાતા પસંદગી માર્ગદર્શિકા સ્પષ્ટ કરી છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે HIV, હેપેટાઇટિસ B કે C જોખમ વાળી વ્યકિતઓની કેટેગરીમાં ટ્રાન્સજેંડર, MSM, મહિલા સેક્સ વર્કર્સનું વર્ગીકરણ વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારિત છે. વાસ્તવમાં, રક્તદાતાની માર્ગદર્શિકાને પડકારતી અરજીમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમા રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં સરકારે કહ્યુ કે, ટ્રાન્સજેન્ડર, સેક્સ વર્કર્સ હાંસિયામાં રહેતા હોય છે, કલંક અને ટ્રાન્સમિશન જોખમને કારણે તેમના માટે સમય પર સારવાર  કરવી મુશ્કેલ થઇ જાય છે,તેઓ સંક્રમિત થાય છે ત્યારે આ વસ્તી ગ્રુપ પર જોખમ વધી જાય છે. આ ગ્રુપથી નવી ઉભરી રહેલી બિમારીઓનું ટ્રાન્સમિશનનું હાઇ રિસ્ક પણ છે. જેમ કે તાજેતરમાં મંકી પોક્સના કેસમાં MSM વચ્ચે જોવા મળ્યુ હતું.. MSMનો મતલબ છે, ગે, બાયોસેક્સૂઅલ, અન્ય પુરુષો જેઓ પુરુષો સાથે સેક્સ કરે છે.

કેન્દ્ર સરકારે આગળ કહ્યુ કે સુરક્ષિત બ્લેડ મેળવવા માટે બ્લડ મેળવનાર વ્યકિતનો અધિકાર રક્તદાતાના અધિકાર કરતા અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. એક સુરક્ષિત બ્લડ ટ્રાન્સફ્યૂઝન સિસિટમ (BTS)નો હેતુ દાનમાં મળેલા લોહીને મેળવનારના આરોગ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે.

સરકારે કહ્યું કે લોહી મેળવનારને દુર્ભાગ્યપૂર્ણ પરિણામોથી સુરક્ષિત રાખવા માટે દરેક પ્રયાસો કરવા જોઈએ. BTS ની અખંડિતતા જાહેર આરોગ્યના દૃષ્ટિકોણથી સર્વોપરી છે અને બંધારણીય અદાલતોએ આ સંદર્ભે ડોમેન નિષ્ણાતોના ચુકાદાને ટાળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp