રાત્રે 12થી 3 વાગ્યા દરમિયાન જાગનારા થઈ શકે છે આ બીમારીઓનો શિકાર

ઓછી ઊંઘના કારણે લોકોને લાંબા સમય સુધી મુશ્કેલીઓ હેરાન કરી શકે છે. આ મુશ્કેલી તમારા વિચારો કરતા પણ વધુ મોટી હોઈ શકે છે. તમે જો એ લોકોમાંથી હો જે રાત્રે 1થી 3 વાગ્યાની વચ્ચે જાગતા રહેતા હોય અને સવારે 4 વાગ્યાની આસપાસ ઊંઘતા હોય. તો તમારી સ્લીપ સાઇકલ ખૂબ જ ખરાબ હોઈ શકે છે. રાતના સમયે એટલે કે અંધારાની સાથે સેરોટોનિન હોર્મોનનું વધવુ, આ મનને શાંત કરવા અને ઊંઘ તરફ લઈ જવા માટે જાણીતું છે. સાથે જ આ ઈલેક્ટ્રોફિઝિયોલોજિકલ, ન્યૂરોકેમિકલ, જીનેટિક અને ન્યૂરોફાર્માકોલોજિકલ આધાર પર રેપિડ આઈ મુવમેન્ટ જે ઊંઘમાં એક મોટી ભૂમિકા નિભાવે, તેને પ્રભાવિત કરે છે. એવામાં જ્યારે તમે રાત્રે આ દરમિયાન જાગતા હો તો શરીરમાં ઘણા બદલાવ આવે છે જે લાંબા સમયમાં તમને બીમાર કરી શકે છે.

રાત્રે 12થી 3 જાગવાથી સેરોટોનિન હોર્મોન ઓછું થવા માંડે છે. આ સાથે જ ડોપામાઇનની પણ ઉણપ થવા માંડે છે. એવામાં શરીરમાં હોર્મોનલ અસંતુલનની વચ્ચે ચાલ્યુ જાય છે અને મગજ લાંબા સમય સુધી ચાલવા માંડે છે. આ કારણે બ્રેન આરામ નથી કરી શકતું, શરીરના બાકી અંગોને આરામ ના કરવા દે અને શરીર પોતાને ક્લીન અને ડિટોક્સ કરીને રીસ્ટાર્ટ ના કરી શકે. તેનાથી આ બીમારીઓનું જોખમ વધે છે.

રાત્રે 12થી 3 જાગનારા લોકો થઈ શકે છે આ બીમારીઓનો શિકાર

સૌથી વધુ થાય છે એંગ્જાયટી

જે લોકો રાત્રે આ દરમિયાન જાગે છે તેઓ પોતાના શરીરના ફોર્મેટથી ઉલટ જઈને કામ કરે છે. આ એક પ્રકારનું શરીર માટે પ્રેશર છે. તેનાથી હોર્મોનલ અસંતુલન થાય છે જેને કારણે સૌથી વધુ એંગ્જાયટીની સમસ્યા વધી શકે છે. આવા લોકો દુઃખી અને ગુસ્સાવાળા બની શકે છે અને તેમને એંક્જાયટી એટેક આવી શકે છે.

હાઈ બીપીની સમસ્યા

રાત્રે 12થી 3 જાગનારા લોકોને હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. આવા લોકો નાની ઉંમરમાં હાઈ બીપી અને હૃહય સાથે સંકળાયેલી બીમારીઓ થઈ શકે છે. કારણ કે, બોડી વધુ પડતું પ્રેશર સહન કરી રહ્યું હોય છે.

સ્ટ્રોક અને હાર્ટ એટેક

સ્ટ્રોક અને હાર્ટ એટેક બંને એ લોકોમાં સરળતાથી થઈ શકે છે કારણ કે, ઓછી ઊંઘ તમારા હૃદયને બીમાર કરી શકે છે અને તેની અસર તમારા બ્લડ વેસલ્સે ઉઠાવવી પડી શકે છે જે કોઈપણ દિવસ સ્ટ્રોક અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ

ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ, ઓછી ઊંઘ લેનારા લોકોને વધુ થઈ શકે છે. સેરોટોનિનની ઉણપથી હેપ્પી હોર્મોનની ઉણપ થાય છે. તે ઓવરથિંકિંગ અને નેગેટિવ વિચારો તરફ લઈ જઈ શકે છે, જે ઉદાસીનું કારણ બની શકે છે અને તમે ડિપ્રેશનનો શિકાર થઈ શકો છો.

About The Author

Related Posts

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.