26th January selfie contest

યુવાનો શા માટે લઈ રહ્યા છે સેક્સ પાવર વધારવાની દવા?

PC: zeenews.india.com

ઘણી બધી મેગેઝિન્સ અને છાપાની કોલમોમાં તમે સેક્સને લગતા સવાલો વાંચ્યા હશે. લોકો પોતાની યૌન સમસ્યાના ઉપાયો પૂછતા હોય છે. તેમા મોટાભાગે યૌન ઉત્તેજના અને ઓર્ગેઝ્મને લગતા સવાલો હોય છે. લોકો પૂછતા હોય છે કે યૌન ઉત્તેજના વધારવા માટે કઈ દવા લેવી જોઈએ?

વર્ષ 2021માં કરવામાં આવેલા એક સર્વે અનુસાર, ભારતમાં માત્ર 12થી 14 ટકા લોકો જ પોતાની સેક્સ સમસ્યાઓને લઈને ડૉક્ટર પાસે જાય છે. આશરે 8 ટકા લોકો એવા છે, જે મિત્રો અને બીજી રીતે સેક્સ વિશે જાણકારી ધરાવે છે અને તેનું સમાધાન જાણવાનો પ્રયત્ન કરે છે. તેમજ, એવા લોકોની સંખ્યા ઘણી મોટી છે, જે સમસ્યાના મૂળ સુધી પહોંચ્યા વિના પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યા વિના સેક્સ ક્ષમતા વધારવા માટે આપમેળે જ દવા લેવાનું શરૂ કરી દે છે. આ લોકોમાં પણ 2.7 ટકા લોકો એવા મળ્યા, જેમને દવાઓની જરૂર નહોતી. તેઓ દવા લઈ રહ્યા હતા સેક્સમાં વધુ એન્જોયમેન્ટ માટે.

આ જ રીતે, એક NGOના સર્વેમાં નીકળીને આવ્યું કે, 16 ટકા યુવા સારા સેક્સ માટે વાયગ્રાનું સેવન કરે છે. તેમા મહિલાઓની સંખ્યા ચાર ટકા છે. સેક્સોલોજિસ્ટ ડૉ. ઉપેન્દ્ર પાઠક કહે છે કે, સેક્સની ઈચ્છા દરેક ઉંમરમાં બદલાતી રહે છે. તે ઘણી હદ સુધી લાઇફસ્ટાઇલ પર પણ નિર્ભર કરે છે. કિશોરાવસ્થામાં સેક્સ હોર્મોનનું સ્તર ખૂબ જ ઝડપથી વધે છે. સેક્સને લઈને ઉત્સુકતા અને રોમાંચ પણ ખૂબ હોય છે. તેને લઈને સૌથી વધુ ફેન્ટસી અને ડ્રીમિંગ પણ એ જ ઉંમરમાં હોય છે.

બીજી તરફ, 35ની ઉંમર સુધી પહોંચતા-પહોંચતા ઘણા બધા પુરુષો અને મહિલાઓમાં સેક્સ પ્રત્યે આકર્ષણ ઓછું થવા માંડે છે. તેઓ એ નથી સમજી શકતા કે ઓછી સેક્સુઅલ એક્ટિવિટીનું કારણ વધતી પારિવારીક જવાબદારીઓ છે અથવા તો પછી હોર્મોનના સ્તરમાં ઉતાર-ચડાવ. 50 વર્ષ બાદની ઉંમરમાં પહેલા જેવી એનર્જી, ચુસ્તી-સ્ફુર્તી ના રહેવી અને યોગ્ય રીતે સેક્સુઅલ રિલેશન ના બનાવી શકવાના કારણે પણ ઘણા લોકો સેક્સથી દૂર થઈ જાય છે. આ જ લોકો છે, જે ડૉક્ટરની સલાહ લીધા વિના ડાયરેક્ટ દવા લેવાનું શરૂ કરી દે છે. હકીકતમાં સેક્સ લાઇફ સાથે સંકળાયેલી નાની-મોટી સમસ્યાઓ તો વાતચીત દ્વારા જ સોલ્વ થઈ શકે છે.

મેડિકલ ન્યૂઝ ટુડેમાં છપાયેલા એક આર્ટિકલ અનુસાર, યુવાઓના સેક્સ દવાઓ લેવાનું ખાસ કારણ છે પાર્ટનર સાથે બ્રેકઅપનો ડર. તેમને લાગે છે કે, જો તેમનું સેક્સ પરફોર્મન્સ યોગ્ય ના રહ્યું, તો તેનો પાર્ટનર તેનાથી દૂર થઈ શકે છે. પુરુષોની સેક્સ ડ્રાઇવમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની મહત્ત્વની ભૂમિકા હોય છે. સ્ટડિઝ અનુસાર, છેલ્લાં કેટલાક વર્ષોમાં પુરુષોમાં આ હોર્મોનમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકી વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, 1987માં 60 વર્ષના પુરુષની સરખામણીએ 2018માં આ ઉંમરમાં પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 17 ટકા સુધી ઓછું મળી આવ્યું. યૂરોપિયન દેશોમાં ટેસ્ટોસ્ટેરોન સ્તરમાં આ ઘટાડો હજુ વધુ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે બ્રિટનના ઘણા પુરુષ એક ખાસ ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપી (TRT)નો સહારો લઈ રહ્યા છે.

અપોલો હોસ્પિટલમાં સાઇકોલોજિસ્ટ તુષાર ભટનાગર જણાવે છે કે, મહિલા હોય કે પછી પુરુષ, બંને જ પોતાની યૌન ક્ષમતા વધારવા ઈચ્છે છે. પરંતુ, મહિલાઓની સરખામણીમાં પુરુષ પોતાની યૌન ક્ષમતા વિશે વધુ ચિંતિત રહે છે. કેટલાક લોકો તો એટલા ગભરાયેલા રહે છે કે, આ વિષય પર વાત કરવાથી પણ ખચકાટ અનુભવે છે. તેને કહેવામાં આવે છે ઇરોટોફોબિયા. તેમા લોકોના મનમાં સેક્સને લઇને ઘણા પ્રકારના ડર હોય છે. જો સમય રહેતા સમસ્યાને સમજવામાં ના આવે, તો તે એક ડિસઓર્ડરનું રૂપ લઈ શકે છે, જે સેક્સ લાઇફને બરબાદ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp