26th January selfie contest

અઠવાડિયામાં 4 દિવસ કામ 3 દિવસ રજા, New Wage Code પર 13 રાજ્યોની સંમતિ

PC: https://zeenews.india.com

કેન્દ્ર સરકાર 4 શ્રમ કાયદાઓ (New Wage Code) લાગુ કરવા જઇ રહી છે અને આગામી નાણાંકીય વર્ષ સુધીમાં લાગુ થવાની સંભાવના છે. આ કાયદો અમલમાં આવ્યા પછી તમારી ટેક હોમ સેલરી ( ઘરે આવતા પગાર) અને પ્રોવિડન્ટ ફંડ(PF)ના સ્ટ્રકચરમાં બદલાવ થશે. તમારી ટેક હોમ સેલરીમાં ઘટાડો થશે જયારે PFમાં વધારો થશે.

મજૂરી, સામાજિક સુરક્ષા, ઓદ્યોગિક સંબધ અને વેપાર સુરક્ષા તેમજ આરોગ્ય અને કામ કરવાની સ્થિતિ પર 4 શ્રમ કાનૂન આગામી નાણાંકીય વર્ષથી અમલમાં આવી શકે છે. PTIના એ એક સિનિયર અધિકારીનો હવાલો આપીને કહ્યું છે કે  ઓછામાં ઓછા 13 રાજ્યોએ New Wage CodE  ડ્રાફ્ટ તૈયાર કરી દીધા છે. મતલબ કે નવા શ્રમ કાયદાને 13 રાજ્યોએ સંમતિ આપી છે.

નવા શ્રમ કાયદાને કારણે કર્મચારીઓની બેઝિક પગાર અને પ્રોવિડન્ટ ફંડની ગણતરીમાં બદલાવ થશે. નવા વેતન કોડ હેઠળ ભથ્થાં 50 ટકા સુધી મર્યાદિત રહેશે. મતલબ કે કર્મચારીઓના કુલ પગારના 50 ટકા બેઝિક પગાર હશે. પ્રોવિડન્ટ ફંડની ગણતરીમુળભૂત પગારની ટકાવારીના આધારે કરવામાં આવે છે અને  તેમાં મુળ પગાર અને મોંઘવારી ભથ્થા સામેલ હોય છે.

હાલમાં નોકરીદાતાઓ કે માલિકો પગારને વિવિધ ભથ્થાઓમાં વિભાજિત કરે છે, જેને કારણે  મુળભૂત પગાર ઓછો રહે છે અને  PF અને આવકવેરાના યોગદાનમાં ઘટાડો રહે છે. નવા વેતન કોડમાં પ્રોવિડન્ટ ફંડનું યોગદાન કુલ પગારના 50 ટકા નક્કી કરવામાં આવ્યું છે. PFમાં કર્મચારીઓનું યોગદાન વધવાને કારણે કંપનીઓ પર નાણાંકીય બોજ વધશે આની સાથ વધારે બેસિક સેલરીનો મતલબ એ થશે કે ગ્રેચ્યૂટીની રકમ પણ એક થી દોઢ ટકો વધશે.

કેન્દ્રીય લેબર મિનિસ્ટર ભૂપેન્દ્ર યાદવે તાજેતરમાં રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, નવા વેતન કોડના અમલ માટે 13 રાજ્યોએ સંમતિ આપી છે અને 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ તૈયારી કરી રહી છે.

કોઇ પણ કર્મચારીના Cost To Company (CTC).માં 4 કંપોનન્ટ હોય છે. બેઝિક સેલરી, હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), પ્રોવિડન્ટ ફંડ (PF), ગ્રેચ્યૂટી, પેન્શન, ટેક્સ બચાવવા માટે LTA, એન્ટરટેઇનમેન્ટ જેવા ભથ્થા. હવે નવા વેતન કોડમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે ભથ્થા કુલ પગારના 50 ટકા કરતા વધારે નહીં હોય શકે. એક ઉદાહરણ તરીકે સમજીએ. ધારો કે કોઇ કર્મચારીનો કુલ પગાર 40,000 રૂપિયા હોય તો તેનો બેઝિક સેલરી નવા વેતન કોડમાં 20,000 રૂપિયા હશે અને બાકીના 20,000 ભથ્થા પેટે ગણાશે.

નવા વેતન કોડમાં એવી ઘણી જોગવાઇઓ કરવામાં આવી છે જેની અસર ઓફીસમાં કામ કરતા નોકરીયાત વર્ગ, મિલો અને ફેકટરીઓમાં કામ કરનારા મજૂર વર્ગ સુધી અસર પડશે. કર્મચારીઓના પગારથી લઇને તેમની રજાઓ અને કામના કલાકોમાં પણ બદલાવ થશે. નવા વેતન કોડમા કામ કરવાનો સમય 12 કલાક થઇ જશે. એક સપ્તાહમાં 48 કલાક કામનો નિયમ જ ચાલુ રહેશે.

હકિકતમાં, કેટલાંક યુનિયનોએ 12 કલાક કામ અને 3 દિવસની રજા પર સવાલ ઉઠાવ્યા હતા, સરકારે એ વાતન સ્પષ્ટતામાં કહ્યું છે કે, સપ્તાહમાં 48 કલાકનો નિયમ યથાવત રહેશે. ધારો કે કોઇ દિવસમાં 8 કલાક કામ કરવા માંગે છે તો એણે 6 દિવસ કામ કરવું પડશે અને 1 જ દિવસની રજા મળશે. સપ્તાહમાં 3 દિવસની છુટ્ટી અને 4 જ દિવસ કામ કરવું હોય તો રોજના 12 કલાક કામ કરવું પડશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp