98%ના ડિસ્કાઉન્ટ પર વેચાઇ રહેલી આ કંપની પર અદાણી ગ્રુપે દાવ લગાવ્યો

PC: livemint.com

અદાણી ગ્રુપની કંપની અદાણી ગુડહોમ્સે રિયલ એસ્ટેટની દેવાળિયા કંપની પર દાવ લગાવ્યો છે. આ દેવાળિયા કંપની રેડિયસ એસ્ટેટ એન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ છે. એક મીડિયા રિપોર્ટમાં એક સૂત્રએ કહ્યું કે, દેવાળિયા કંપની માટે લેણદાર જે રકમ માગી રહ્યા હતા તેના કરતા 98 ટકા ડિસ્કાઉન્ટ પર અદાણી ગુડહોમ્સે દાવ લગાવ્યો છે. સૂત્ર અનુસાર, અદાણી ગ્રુપની કંપનીએ નાણાંકીય લેણદારોને 319.7 મિલિયન રૂપિયાની ચૂકવણીની રજૂઆત કરી છે.

રેડિયસ એસ્ટેટ એન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લમિટેડ અને MIG રિયલટર્સ એન્ડ બિલ્ડર્સ જોઇન્ટ વેન્ચર છે. આ કંપની ડીબી રિયલ્ટીની સબ્સિડિયરી છે. એ કારણે જ થોડા દિવસો પહેલા ડીબી રિયલ્ટીએ શેર બજારને કહ્યું હતું કે, નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલે રેડિયસ એસ્ટેટ્સ માટે અદાણી ગુડહોમ્સની સમાધાન યોજનાને મંજૂરી આપી છે.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ગયા વર્ષે રેડિયસના અમુક લેણદારોની આ પીટિશનને ખારિજ કરી દીધી હતી જેમાં બોલી લાગવાની પ્રક્રિયામાં અનિયમમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હજુ પણ આ કેસ કોર્ટમાં છે. આ ડીલને લઇને અદાણી સમૂહ તરફથી ઓફિશિયલ નિવેદન નથી આવ્યું.

જોકે, નવી ડીલ બાદ અદાણી ગ્રુપ ટેન BKC પ્રોજેક્ટનું અધિગ્રહણ કરી શકે છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ કે BKCમાં કેટલીક સ્થાનિક અને વૈશ્વિક બેન્કોનું મુખ્યાલય છે અને તે વિશ્વની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીથી પણ નજીક છે. આ એ જ ઝુપડપટ્ટી છે કે, જેને અદાણીએ ફરીથી ડેવલપ કરવાની તૈયારી કરવા માટે ટેન્ડર જીત્યું છે. ટેન BKCનો વિસ્તાર 5 એકરમાં ફેલાયેલો છે અને પ્રોજેક્ટ પૂરો થવા પર 25 અબજ રૂપિયાના રાજસ્વનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પાવર ટ્રેડિંગ કંપની PTC ઇન્ડિયા લિમિટેડમાં પણ અદાણી ગ્રુપે હિસ્સેદારી ખરીદવાની તૈયારી બતાવી છે. ભારત સરકાર હેઠળ આ દેશની સૌથી મોટી પાવર ટ્રેડિંગ કંપની છે. ગૌતમ અદાણી આ કંપનીમાં હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. હજુ સુધી આ ડીલ વિશે વધુ જાણકારી મળી નથી. સૂત્રો અનુસાર, આ કંપનીમા હિસ્સેદારી રાખનારી અમુક સરકારી કંપનીઓ અદાણીના સંપર્કમાં છે. આ સરકારી કંપનીઓ પોતાની હિસ્સેદારી વેચવાની યોજના બનાવી રહી છે.

PTC ઇન્ડિયામાં ભારત સરકારના નિયંત્રણ વાળી NTPC લિમિટેડ, NHPC લિમિટેડ, પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન કંપનીઓની 4-4 ટકા હિસ્સેદારી છે. આ દરેક કંપનીઓ પોતાની હિસ્સેદારી વેચવાની તૈયારીમાં છે અને આ મહિના સુધીમાં બધું નક્કી થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp