ડીમર્જર બાદ રિલાયન્સનો નવો શેર આટલા રૂપિયા પર લિસ્ટ થઇ શકે

PC: bazaar.businesstoday.in

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રોકાણકારો માટે આજે 20મી જુલાઇનો દિવસ ખાસ છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થઇ ગઇ છે. દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ તરફથી ગઇ 8મી જુલાઇના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ ડિમર્જરને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાંથી મંજુરી મળવાની જાણકારી આપવામાં આવી હતી. ડીમર્જર બાદ રિલાયન્સના નવા શેરની કિંમતનું એલાન કરી દેવામાં આવ્યું છે અને આશા છે કે 261 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થઇ શકે છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આજે એક સ્પેશિયલ પ્રી ઓપન સેશન આયોજિત કરવામાં આવ્યું અને આ સેશન દરમિયાન બાય સેલ પર રોક લગાવવામાં આવી હતી. આ પ્રી ઓપન સેશનનું આયોજન ઉથલ પાથલમાં ઘટાડો લાવવા માટે સિક્યોરિટીઝની ઓપનિંગ પાઇસિઝના નિર્ધારણ માટે કરવામાં આવે છે. પ્રાઇસ ડિસ્કવરીમાં રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇવેસ્ટમેન્ટ લિમિટેડ એટલે કે, જિઓ ફાઇનાન્શિયલ સર્વિસિઝના સ્ટોકની વેલ્યુ 261.85 રૂપિયા પ્રતિ શેર સુધીની નક્કી કરવામાં આવી છે. ડીમર્જર બાદ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇનવેસ્ટમેન્ટનું નામ બદલીને જિઓ ફાઇનાન્શિયલ રાખવામાં આવશે.

તે સિવાય હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરની વેલ્યુ 2580 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર તેનો ભાવ 2589 રૂપિયા પર સેટ કરવામાં આવ્યો છે. આ ડિમર્જરની પ્રક્રિયામાં જે લોકો પાસે રિલાયન્સના શેર છે, તેમને એક શેરના બદલામાં જિયો ફાઇનાન્શિયલ સર્વિસઝનો એક શેર આપવામાં આવશે. રિલાયન્સની આ કંપનીના MD અને CEO હિતેશ કુમાર સેઠી હશે. આ શેર નિફ્ટીનો 51મો શેર હશે.

ડીમર્જર હેઠળ રિલાયન્સના એક શેર પર જિઓ ફાઇનાન્શિયલનો 1 શેર મળશે. આ ડીમર્જર પહેલા શેર બજારમાં કારોબાર દરમિયાન મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. આખા દિવસના કારોબારના અંતમાં રિલાયન્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1.15 ટકાના ઉછાળા સાથે 2853 રૂપિયાના સ્તર પર બંધ આવ્યો હતો.

ડીમર્જર ડે એટલે કે, ગુરુવારના રોજ વાત કરીએ તો શેર બજાર સપ્તાહના ચોથા કારોબારી દિવસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર પ્રી ઓપન બાદ સવારે 10 વાગે 2594 રૂપિયા પર ઓપન થયો અને થોડી વારમાં જ 1.53 ટકાના ઉછાળા સાથે 2622.35 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો.

આ ડીમર્જરને સરળ શબ્દોમાં સમજીએ તો 20મી જુલાઇ, 2023થી જિઓ ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ રિલાયન્સની નવી કંપની બની ગઇ છે. તેના શેરનો ભાવ પણ નક્કી કરવામાં આવી ગયો છે. જોકે, આ કંપનીના શેરોનું ટ્રેડિંગ હાલ માર્કેટમાં ન થશે, પણ નવી કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી અને એ દરેક ઇન્ડેક્સોનો હિસ્સો બની રહેશે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શામેલ છે.

ગયા વર્ષે 2022માં સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા રજૂ કરતી વખતે રિલાયન્સે પોતાના ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇનવેસ્ટમેન્ટ લિમિટેડને અલગ કરવાની ઘોષણા કરી હતી અને તેને જિઓ ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડના નવા નામ સાથે સ્ટોક એક્સચેન્જો પર અલગથી લિસ્ટ કરવવાનો ખુલાસો કર્યો હતો. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઇ પીઠે ગઇ 28મી જૂનના રોજ આ ડીમર્જરને મંજૂરી આપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp