અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર, હવે મેટ્રોના સમયમાં આ ફેરફાર કરાયો

PC: railway-technology.com

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેને કારણે અમદાવાદીઓમાં ખુશીની લહેર છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત મેટ્રો રેલ કંપનીને અમદાવાદ મેટ્રો ફેસ-1નું સમય પત્રક જે હાલમાં સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનું છે તે બદલવા માટે રજૂઆતો મળી હતી. જેને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 30 જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે. જો કે આ નિર્ણય હંગામી ધોરણે લેવાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો મુસાફરોની સંખ્યા વધશે તો આ નિર્ણય કાયમી થઇ શકે છે. આ નિર્ણયને કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બર 2022ના દિવસે અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ફેઝ વન મેટ્રો રેલનું લીલીઝંડી બતાવીને ઉદઘાટન કર્યુ હતું. અત્યારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં 18 ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.જ્યારે ઉત્તર અને દક્ષિણમાં 25 ટ્રેનો દોડી રહી છે.

હાલમાં પૂર્વથી પશ્ચિમ રૂટ સ્ટેશન પર દર 18 મિનિટમાં મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી મળે છે. તો ઉત્તર-પશ્ચિમ રુટ પર 25 મિનિટે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી છે. જો કે હવે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી ઓછી કરવા પર એટલે કે 18 કે 25 મિનિટના સ્થાને 15 મિનિટમાં જ મેટ્રો ટ્રેન મળી રહે તે માટે વિચારણા ચાલી રહી છે. ભવિષ્યમાં આ અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

અમદાવાદમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ કોરિડોરનો પ્રારંભ થયાને સાડા ત્રણ મહિના થઇ ચૂક્યા છે. ત્યારે આ સમયગાળા દરમિયાન મેટ્રોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી રહ્યા છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મેટ્રોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. 30 જાન્યુઆરીથી  અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે

અમદાવાદમાં જે મેટ્રો ટ્રેન દોડી રહી છે તેનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. પૂર્વ પશ્ચિમ કોરિડોર 21.16 કિ.મીનો છે જે થલતેજથી વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે. જેમાં 18 સ્ટેશનો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp