ગુજરાતના આ 1 શહેર સહિત 8 શહેરોમાં લોન્ચ થયું JIO એર ફાઇબર, જાણો કેટલામાં મળશે
મુકેશ અંબાણીની કંપની Reliance Jio એ આજે ગણેશ ચતુર્થીના અવસર પર દેશના 8 મેટ્રો શહેરોમાં Jio એર ફાઇબર લોન્ચ કરી દીધું છે. તે એક સંકલિત એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે જે હોમ એન્ટરટેઈનમેન્ટ, સ્માર્ટ હોમ સર્વિસ અને હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ જેવી સેવાઓ પ્રદાન કરશે. કંપનીએ તેની Jio AirFiber સેવાને દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણેમાં લાઈવ કરી છે.
JIOનું ઓપ્ટિકલ ફાઇબર ઇન્ફ્રાસ્ટ્રકટર આખા દેશમાં લગભ 15 લાખ કિ.મી થી વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. પરંતુ આમ છતા કરોડો ઘરોમાં વાયર કનેકિટવિટી ઘણી મુશ્કેલ છે. JIO આ લાસ્ટ માઇલ કનેકિટવિટીની સમસ્યાને દુર કરશે.
JIO એર ફાઇબરના માધ્યથી 20 કરોડ ઘરો અને પરિસરમાં પહોંચવાની ધારણાં રાખી રહ્યું છે. મુકેશ અંબાણીએ 29 ઓગસ્ટના દિવસે થયેલી રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં JIO એર ફાઇબરની જાહેરાત કરી હતી.
ઇન્ટરનેટની દુનિયામાં આને એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. કંપનીએ બજારમાં એર ફાઈબર અને એર ફાઈબર મેક્સ નામના બે પ્લાન લોન્ચ કર્યા છે. એર ફાઈબર પ્લાનમાં ગ્રાહકને બે પ્રકારના સ્પીડ પ્લાન આપવામાં આવ્યા છે. તેમાં 30 Mbps અને 100 Mbpsનો સમાવેશ થાય છે.કંપનીના શરૂઆતી 30 Mbps પ્લાનની કિંમત 599 રૂપિયા છે. તો 100 Mbps પ્લાનની કિંમત 899 રૂપિયા રાખવામાં આવી છે.
બંને પ્લાનમાં ગ્રાહકોને 550થી વધારે ડિજિટલ ચેનલ અને 14 ઇન્ટરનેટ APP મળશે. એર ફાઇબર પ્લાન હેઠળ કંપનીએ 100 Mbps સ્પીડવાળો એક 1199 રૂપિયાનો પ્લાન પણ રજૂ કર્યો છે. જેમાં નેટફ્લિક્સ, એમેઝોન, JIO સિનેમા જેવી પ્રીમિયમ APPS મળશે.
જે ગ્રાહકોને ઇન્ટરનેટની સ્પીડ વધારે જોઇતી હોય તેઓ એર મેક્સ પ્લાનમાંથી કોઇ પ્લાન પસંદ કરી શકે છે.કંપનીએ 300 Mbpsથી માંડીને 1000Mbps મતલબ કે 1 GBPS સુધીના 3 પ્લાન બજારમાં ઉતાર્યા છે. 1499 રૂપિયામાં 300300 Mbps સ્પીડ મળશે, 2499 રૂપિયામાં 500 Mbps અને 3,999 રૂપિયામાં 1 GBPSનો પ્લાન મળશે. બધા પ્લાનની સાથે 550થી વધારે ડિજિટલ ચેનલ, 14 એન્ટરટેઇન્મેન્ટ APP અને નેટફ્લિક્સ, અમેઝોન, JIO સિનેમા જેવી પ્રીમિયમ APPS પણ મળશે.
JIO એર ફાઇબરના લોંચ પર રિલાયન્સ જિઓ ઇન્ફોકમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યુ કે, અમારી ‘ફાઇબર ટુ ધ હોમ સર્વિસ’, JIO ફાઇબર એક કરોડથી વધારે ગ્રાહકોને સેવા પ્રદાન કરી રહી છે.દર મહિને હજારો લોકો તેમાં જોડાઇ રહ્યા છે. પરંતુ હજુ પણ લાખો ઘરો અને નાના વેપારીઓને જોડવાના બાકી છે.
આકાશ અંબાણીએ કહ્યુ કે JIO ફાઇબરની સાથે દેશના દરેક ઘરોને સમાન ગુણવત્તા વાળી સેવાઓની સાથે ઝડપથી કવર કરવા જઇ રહ્યા છે. એર ફાઇબર શિક્ષણ, આરોગ્ય, દેખરેખ અને સ્માર્ટ હોમમાં પોતાના સોલ્યૂશન્સની માધય્મથી લાખો ઘરોને વિશ્વ સ્તરનું ડિજિટલ મનોરંજન, સ્માર્ટ હોમ સેવાઓ અને બ્રોન્ડબેંડ સેવાઓ આપશે.
JIO એર ફાઇબરને ઓનલાઇન અને ઓફલાઇન બુક કરી શકાશે. બુકિંગ પ્રક્રિયા 60008-60008 પર મિસ્ડ કોલ આપીને અથવા www.jio.com પર જઈને શરૂ કરી શકાય છે. JIO એર ફાઇબરને JIO સ્ટોર્સ પરથી પણ ખરીદી શકાય છે. ગયા મહિને ભારતી એરટેલે મુંબઈ અને દિલ્હીમાં તેનું FWA Xstream AirFiber લોન્ચ કર્યું હતું. આ ઉપકરણની કિંમત 2,500 રૂપિયા છે. તેનું માસિક સબસ્ક્રિપ્શન રૂ 799 છે. એરટેલ હાલમાં છ મહિનાનું સબસ્ક્રિપ્શન ઓફર કરી રહ્યું છે અને તેના માટે યુઝર્સ પાસેથી 7,300 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp