16 ડિસેમ્બરે વિજય દિવસ પર અદાણી બાંગ્લાદેશને આપશે આ ભેટ, શેખ હસીના સાથે મુલાકાત
દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં ઝડપથી ત્રીજા નંબર પર પહોંચેલા ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ દિલ્હીમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરી હતી અને ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશના લોકો માટે એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી હતી.
It is an honour to have met Hon PM of Bangladesh Sheikh Hasina in Delhi. Her vision for Bangladesh is inspirational and stunningly bold.
— Gautam Adani (@gautam_adani) September 5, 2022
We are committed to commissioning our 1600 MW Godda Power Project and dedicated transmission line to Bangladesh by Bijoy Dibosh, 16 Dec 2022. pic.twitter.com/LySohNBSrV
અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર આ વર્ષના છેલ્લા મહિનાથી બાંગ્લાદેશમાં વીજળીનો સપ્લાય શરૂ કરશે. કંપની ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં 1600 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડશે. હાલમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે. શેખ હસીના સાથે મુલાકાત બાદ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ડિસેમ્બરથી વીજળીનો પુરવઠો શરૂ કરવાની વાત કરી છે.અદાણી પાવર બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)ને ટ્રાન્સમિશન લાઇન દ્વારા વીજળી સપ્લાય કરશે.
ગૌતમ અદાણીએ બાંગ્લાદેશના PM શેખ હસીનાને મળીને કહ્યું કે તેમની કંપની 16 ડિસેમ્બર સુધીમાં ઝારખંડના થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડશે. બાંગ્લાદેશમાં, 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગૌતમ અદાણીની સોમવારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત થઇ હતી. એ પછી અદાણીએ ટ્વીટ કરીને કહ્યુ કે અમે 16 ડિસેમ્બરે બાંગ્લાદેશના વિજય દિવસે 1600 મેગાવોટ ગોડ્ડા પાવર પ્લાન્ટ પ્રોજેક્ટના પ્રારંભ અને બાંગ્લાદેશને સમર્પિત ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવા માટે કટીબદ્ધ છીએ.
આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ છે કારણકે બાંગ્લાદેશને ભારતની “પડોશી પહેલા”ની પોલીસી હેઠળ એક મહત્ત્વના ભાગીદાર તરીકે માન્યતા આપવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકારે વેપાર અને વાણિજય, વિજળી, ઇંધણ, ટ્રાન્સપોટેશન અને કનેકિટવિટી, સાયન્સ અને ટેકનોલોજી, રક્ષા, નદી અને સમુદ્ધ મામલાઓમાં બધા પડોશી દેશોને સમર્થન આપવાનો વાયદો કર્યો છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયા વિસ્તારમાં ભારતનો સૌથી મોટો ભાગીદાર છે. વર્ષ 2018થી ર્ષ 2022 વચ્ચે બંને દેશોનો વેપાર 9 અરબ ડોલરથી વધીને 18 અરબ ડોલર થઇ ગયો છે.
બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. એ પછી બંને દેશાના નેતાઓની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા PM મોદીએ કહ્યુ હતુ કે, ભારત અને બાંગ્લાદેશનો વેપાર ઝડપથી વધી રહ્યો છે. અમે આઇટી, અંતરિક્ષ, પરમાણુ ક્ષેત્રમાં સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે. વિજળી ટ્રાન્સમીશન લાઇનો માટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp