મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની પહેલી ટનલ બની ગઇ, ગુજરાતના આ શહેરમાં

PC: timesnownews.com

ગુજરાત માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે જે બુલેટ ટ્રેન દોડવાની છે તેના માટેની ટનલ જે વલસાડમા બની છે,તેનું કામ હવે પુરુ થયું છે.

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના કામમાં ગુજરાતમાં મોટી પ્રગતિ હાંસલ થઇ છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ગુજરાતના વલસાડમાં બુલેટ ટ્રેનની પહેલી માઉન્ટેનટનલને સફળતાપૂર્વક તૈયાર કરી દીધી છે. આ ટનલને બનાવવા માટે છેલ્લાં 10 મહિનાથી કામ ચાલતું હતું. ટનલ તૈયાર થયા પછી કર્મચારીઓએ બલુન ઉડાવીને ખુશી વ્યક્ત કરી હતી.

મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ બુલેટ ટ્રેનના નિર્માણમાં એક મુખ્ય લક્ષ્ય પૂરુ કર્યું છે અને પ્રથમ માઉન્ટેન ટનલ બનાવી છે. NHSRCLએ આ ટનલ 10 મહિનામાં બનાવી છે. તે ગુજરાતના વલસાડમાં ઉમરગામ પાસે બની છે. 320 કિમીની ઝડપે દોડતી બુલેટ ટ્રેન આ ટનલમાંથી પસાર થઈને મુંબઈ અને અમદાવાદને જોડશે. બુલેટ ટ્રેન મુંબઇથી અમદાવાદની સફર 127 મિનિટ એટલે કે કલાક અને 7 મિનિટમાં પુરી કરશે.

આ માઉન્ટેન ટનલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી જારોલી ગામથી લગભગ 1 કિ.મી દુર પર બનાવવામાં આવી છે.

આ ટનલનું નિર્માણ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથલ (NATM) દ્રારા બનાવવામાં આવી છે. આ ટનલના નિર્માણમાં ઘણી જટિલ પ્રક્રિયાઓ પણ આવી. આ સમય દરમિયાન, આ ટનલ બનાવવા માટે ખૂબ જ નિયંત્રિત રીતે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. કાટમાળ કાપીને દૂર કરવામાં આવ્યો હતો. આ ટનલ પશ્ચિમ ઘાટના પર્વતની નીચે બનાવવામાં આવી છે.

બુલેટ ટ્રેનની આ પ્રથમ માઉન્ટેન ટનલની કુલ લંબાઈ 350 મીટર છે. આ ટનલનો કુલ વ્યાસ 12.6 મીટર છે. ટનલની કુલ ઊંચાઈ 10.25 મીટર છે જ્યારે આ ટનલનો આકાર સિંગલ ટ્યુબ ઘોડા (જૂતાનો આકાર) જેવો છે. આ ટનલમાં બુલેટ ટ્રેનના બે ટ્રેક હશે. આ ટનલ મુંબઈ અને અમદાવાદને જોડશે. બુલેટ ટ્રેન આ ટનલમાંથી બંને વખત પસાર થશે.

NHSRCLના કહેવા મુજબ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (MAHSR કોરિડોર) માં કુલ સાત પર્વતીય ટનલ હશે. આ તમામનું ઉત્પાદન NATM પદ્ધતિથી કરવામાં આવશે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને દિલ્હી મેટ્રો સહિત અન્ય મહાનગરોમાં ટનલ બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp