જીવલેણ છે ડિયોમાંથી નીકળતો ગેસ, 14 વર્ષની છોકરીને ઍટેક આવ્યો, નિધન

PC: bbc.com

પરસેવાની દુર્ગંધથી બચવા માટે આજકાલ લોકો Deodorant એટલે કે ડિયો કે પરફ્યૂમનો ઉપયોગ ખૂબ કરી રહ્યા છે. તો ઘણા લોકો શિયાળામાં નાહવાની જગ્યાએ Deo પર વધારે ભરોસો કરે છે, પરંતુ સતત Deoનો ઉપયોગ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. Deoમાં ઉપસ્થિત કેમિકલ્સના કારણે ન માત્ર રેશેજ અને સોજો થઇ શકે છે, પરંતુ તેનાથી કેટલીક ખતરનાક બીમારીઓનું જોખમ વધી જાય છે. હાલમાં જ એક એવી ચોંકાવનારી દુર્ઘટના સામે આવી છે જે લોકો વચ્ચે ચિંતાનો વિષય બની છે.

બ્રિટનમાં એરોસોલ Deodorant સૂંઘ્યા બાદ 14 વર્ષની એક છોકરીનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થઇ ગયું છે. છોકરીના મોત બાદ તેના માતા-પિતાએ લોકોને Deodorantથી થનારા સંભવિત જોખમ બાબતે જાણકારી આપી છે. સાથે જ સાવધાની રાખવાની અપીલ કરી છે. ડૉક્ટર્સે જણાવ્યું કે, ભૂલથી એરોસોલ Deodorant સૂંઘ્યા બાદ 14 વર્ષની છોકરી જોર્જિયા ગ્રીનને કાર્ડિયાક અરેસ્ટ થઇ ગયો.

જોર્જિયા આમ તો એકદમ ફિટ અને હેલ્ધી હતી અને તે આ અગાઉ ક્યારેય ગંભીર રૂપે બીમાર થઇ નહોતી. પરંતુ એ દિવસે તેણે પોતાની રૂમમાં Deodorant છાંટ્યો, ત્યારબાદ રૂમમાં જ જોર્જિયા મૃત હાલતમાં મળી આવી હતી. જોર્જિયાના માતા-પિતાએ જણાવ્યું કે તે ઓટિસ્ટિક હતી અને રૂમમાં Deo સ્પ્રે કરવાથી શાંતિ મળતી હતી. Deodorantના એરોસોલમાં ટોક્સિક અને કેમિકલ્સ અને ગેસ ઉપસ્થિત હોય છે. જેના કારણે આ જીવલેણ સાબિત થઇ શકે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે એવી ઘટનાઓ માત્ર બાળકો સુધી જ સીમિત નથી, જાગૃતિ ફેલાવવાથી આ પ્રકારના અકસ્માતથી બચી શકાય છે. એ સિવાય બાળકોને તેનાથી દૂર રાખવા ખૂબ જરૂરી છે. Deoની જગ્યાએ ટેલકમ પાઉડરનો ઉપયોગ કરી શકાય છે. કાર્ડિયાક અરેસ્ટ એક પ્રકારની મેડિકલ ઇમરજન્સી છે, જેમાં જીવ જવાનું જોખમ વધુ હોય છે. આ સ્થિતિમાં હૃદયના ધબકારા અચાનક બંધ થઇ જાય છે અને દર્દી અચાનક બેહોશ થઇ જાય છે. એવામાં દર્દીને તાત્કાલિક મેડિકલ અટેન્શનની જરૂરિયાત હોય છે.

શું છે તેના લક્ષણ?

છાતીમાં દુઃખાવો.

કારણ વિના ગભરાટ.

શ્વાસ ફૂલવા.

બેહોશી કે ચક્કર આવવા.

માથું હલકું લાગવું.

હૃદયના ધબકારા અનિયમિત થવા.

હૃદયના ધબકારા તેજ થવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp