1 હોસ્પિટલમાં 24 કલાકમાં 18 મોત, 10 પુરુષ, 8 મહિલા, CM શિંદેએ તપાસના આદેશ આપ્યા

મહારાષ્ટ્રના થાણેની એક હોસ્પિટલમાં 24 કલાકમાં 18 લોકોના મોતને કારણે હડકંપ મચી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તપાસના આદેશ આપ્યા છે. જાણવા મળેલી વિગત મુજબ 10 પુરુષ અને 8 મહિલાના મોત થયા છે. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પાલિકા કમિશ્નર અભિજીત બાંગરે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યુ હતું કે  થાણેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં છેલ્લાં 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે. બાંગરે કહ્યું કે 18 મોતમાંથી 10 પુરુષ અને 8 મહિલા છે, જેમાંથી 6 થાણેના છે,4 કલ્યાણના, 3 સાહપુર અને એક-એક ભિવંડી, ઉલ્હાસનગર અને ગોવંડીના હતા.એક દર્દી વિશે જાણકારી સામે આવી નથી. મોતને ભેટનાર લોકોની ઉંમર 12થી 50 વર્ષની છે.

અભિજીત બાંગરે કહ્યુ કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઘટના વિશે માહિતી મેળવી છે અને એક સ્વતંત્ર તપાસ સમિતિ નિમવાના આદેશ આપ્યા છે. કમિટીનું નેતૃત્વ આરોગ્ય સેવા કમિશનર કરશે. આ સાથે કલેક્ટર, સિવિક ચીફ, આરોગ્ય સેવાઓના નિયામકને તેમાં સામેલ કરવામાં આવશે. આ સમિતિ મૃત્યુના કારણોની તપાસ કરશે. આ દર્દીઓને કિડનીની પથરી, ક્રોનિક પેરાલિસિસ, અલ્સર, ન્યુમોનિયા, કેરોસીન પોઈઝનિંગ, સેપ્ટિસેમિયા વગેરેની તકલીફ હતી.

પાલિકા કમિશ્નરે કહ્યું કે મોતને ભેટેલા દર્દીઓને અપાયેલી સારવારની તપાસ કરવામાં આવશે અને પરિવારજનોએ હોસ્પિટલની લાપરવાહીના આરોપ લગાવ્યા છે તેની પણ તપાસ સમિતિ તપાસ કરશે. અભિજીત બાંગરે દર્દીઓના મોતનું કન્ફર્મેશન આપ્યું છે, પરંતુ શેના કારણે એક જ દિવસમાં આટલા બધા મોત થયા તેના વિશેની જાણકારી આપી નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો અને અપૂરતા ડૉક્ટરોના કારણે એક જ રાતમાં લગભગ 18 લોકોએ જીવ ગુમાવ્યા. આમાંથી ડઝનેક દર્દીઓ ICU માં અને ઘણાને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

થાણે જિલ્લો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો છે. મુખ્યમંત્રીની થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, ઘણા વર્ષોથી સત્તામાં હોવા છતાં, છત્રપતિ શિવાજી હોસ્પિટલની હાલત દયનીય છે. તાજેતરમાં, મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે થાણેમાં સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.

મહારાષ્ટ્રના મંત્રી અને બીજેપી નેતા ગિરીશ મહાજને કહ્યું કે 500ની ક્ષમતાવાળી હોસ્પિટલમાં એક જ દિવસમાં 18ના મોત એ ચિંતાનો વિષય છે.

DCP એ કહ્યું કે, હોસ્પિટલ મેનેજમેન્ટે અમને કહ્યું હતું કે કેટલાંક દર્દીઓ ગંભીર અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને કેટલાંક દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. આટલી મોટી સંખ્યામાં મોત થવાને કારણે કોઇ પણ અપ્રિય ઘટનાથી બચવા અમે મોટા પાયે હોસ્પિટલ પાસે પોલીસ સ્ટાફ ખડકી દીધો છે.

એકનાથ શિંદે સરકારના પ્રવક્તા નરેશ મ્હાકસે કહ્યુ કે હોસ્પિટલની ક્ષમતા 500 દર્દીઓની છે અને 650 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આ વિસ્તારની સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ થઇ રહ્યું હોવાથી કલવામાં છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં ભારણ વધ્યું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.