ફરી હાર્ટ એટેકથી 2 લોકોએ જીવ ગુમાવ્યો. એક 38 વર્ષનો બીજા 53 વર્ષના
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી હાર્ટ એટેકનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો.નવરાત્રિના તહેવારમાં માત્ર 3 દિવસમાં 10 લોકોના મોત થયા હતા. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકને કારણે ચિંતા વધેલી છે. હજુ હાર્ટ એટેકને કારણે 2 લોકોના મોત થયા છે.તાજેતરમાં આનંદી બેન પટેલના નિવેદન પછી ગુજરાત સરકાર સફાળી જાગી હતી.
છેલ્લાં આઠેક મહિનાથી આપણને ગુજરાતમા જોવા મળી રહ્યું છે કે પહેલાં ક્રિક્રેટ રમતા રમતા કે પ્રેકટીસ કરતી વખતે અથવા વરઘોડામાં નાચતી વખતે યુવાનોના મોતના સમાચારો આવી રહ્યા હતા. એ પછી નવરાત્રીના સમયે પ્રેકટિસ કરતી વખતે અને ગરબા રમતી વખતે યુવાનો હાર્ટ એટેકને કારણે ઢળી પડતા હોવાની વાત સામે આવી હતી.
જાણવા મળેલી વિગત મુજબ રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુલપરામાં રહેતો 38 વર્ષનો યુવાન ફળિયામા જ અચાનક ઢળી પડ્યો હતો. તો બીજી તરફ ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતા એક 53 વર્ષના પ્રોઢનું પણ મોત થયુ છે.
નવા થોરાળા વિસ્તારમાં રહેતા 38 વર્ષના ગુણવંતભાઇ ચાવડા બરફના કારખાનમાં કામ કરતા હતા અને તેમને બે ભાઇ અને એક બહેન છે જેમાં ગુણવત સૌથી મોટો હતો.
ગોવિંદ નગરમાં રહેતા પરસોતમભાઇ જાદવ અચાનક ઢળી પડ્યા હતા, તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેઓ સેન્ટીંગનું કામ કરતા હતા.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર ગુજરાતના રાજ્યપાલ આનંદીબેન પટેલ તાજેતરમાં પાટણના એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યુ હતું કે, મેં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે વાત કરી હતી તેમણે કહ્યું હતુ કે કોરાનાને કારણે કે વેક્સીનને કારણે હાર્ટ એટેકના બનાવો બનતા નથી. એ પછી આનંદીબેન પટેલ ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલને કહ્યું હતું કે, ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો કેમ વધી રહ્યા છે તેનું રિસર્ચ કરાવવું જોઇએ.
એ પછી આરોગ્ય મંત્રીએ હદયરોગના નિષ્ણાત તબીબો સાથે એક બેઠક કરી હતી અને તેમની સાથે હાર્ટ એટેક વિશે ચર્ચા કરી હતી. ગુજરાતના તબીબોનું કહેવું છે કે, કોરાના પહેલાં પણ હાર્ટ એટેકથી મોતના બનાવો બનતા જ હતા, પરંતુ ત્યારે નોંધ નહોતી લેવાતી, હવે એક મોત થાય છે તો પણ નોંધ લેવામાં આવે છે. તબીબોનું કહેવું છે કે જંકફુડ અને બદલાયેલી જીવન શૈલીને કારણે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધેલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp