લગ્ન પછી પણ ડેટિંગ કરી રહ્યા છે ભારતીયો,આ એપ પર 20 લાખ લોકોએ કર્યું રજિસ્ટ્રેશન

ભારતના પરિણીત લોકોનો ડેટિંગ એપ્સ તરફ ઝુકાવ વધ્યો છે. ફ્રાંસની એક ડેટિંગ એપ કંપનીના આંકડા એ જણાવવા માટે પૂરતા છે કે, દેશમાં લગ્ન પછી લોકોમાં ડેટિંગનો રસ વધ્યો છે. ખરેખર, આ એપ પરિણીત લોકો માટે ખાસ બનાવવામાં આવી છે, જેનો ઉપયોગ ડેટિંગ માટે કરવામાં આવે ફ્રાંસની આ એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ એપનું નામ ગ્લીડન છે.

ગ્લીડેન એપ મુજબ, વિશ્વભરમાં તેના એક કરોડથી વધુ યુઝર્સ છે, જેઓ ડેટિંગ માટે આ એપનો ઉપયોગ કરે છે. ચોંકાવનારી વાત એ છે કે, આમાં 20 ટકા એટલે કે 20 લાખ લોકો ભારતના રહેવાસી છે. તેમાં પણ 30 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા વધુ છે, જેમાં મહિલાઓ અને પુરૂષો બંનેની સંખ્યા વધુ કે ઓછા બરાબર છે.

ગ્લીડેન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, વર્ષ 2022ના છેલ્લા ચાર મહિનાથી, એપ પર આવનારા લોકોની સંખ્યામાં તેજી જોવા મળી છે અને ત્યારથી લોકોની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો છે. કંપનીના જણાવ્યા મુજબ, એપનું સબસ્ક્રાઇબ કરનારા મોટાભાગના લોકોમાં એ લોકો સામેલ છે જે મોટા શહેરોમાં રહે છે. તેમની સંખ્યા 66 ટકા છે.

જ્યારે 44 ટકા લોકો નાના શહેરોમાંથી આવે છે. આંકડા મુજબ, ગ્લીડેન (Gleeden) એપ પર હાજર ભારતના લોકોમાં વધુ પડતું હાઇ ક્લાસ આવે છે. આમાં, મોટાભાગના એન્જિનિયર, ઉદ્યોગસાહસિક, મેનેજર, અધિકારી અને ડૉક્ટર જેવા વ્યવસાયના લોકો સામેલ છે.

ચોંકાવનારું તથ્ય

ગ્લીડેનના કન્ટ્રી મેનેજર ઇન્ડિયા શિડેલના મુજબ, 'ભારત એક એવો દેશ છે, જે એક લગ્નની પ્રથાને માને છે, એવામાં એપ પર ગ્રાહકોની વધતી સંખ્યામાં ખરેખર આશ્ચર્યજનક છે. ફક્ત 2022મા અમને 18 ટકા નવા યુજર્સ મળ્યા, જે ડિસેમ્બર 2021મા 1.7 મિલિયનથી વધીને હાલમાં 2 મિલિયન થઈ ગયા.

ખાસ રીતે પરિણીત લોકો માટે તૈયાર કરવામાં આવેલી આ એપની યુજર્સ એક મોટી સંખ્યામાં ગૃહિણીઓ પણ છે. ઉંમરની વાત કરીએ તો, આ એપનો ઉપયોગ કરનારા મોટાભાગના પુરૂષોની ઉંમર 30 વર્ષથી વધુ છે. જ્યારે, મહિલાઓમાં ઉંમરનો આ આંકડો 26 છે. તેના યુઝર્સમાં 60 ટકા પુરુષો અને 40 ટકા મહિલાઓ સામેલ છે.

શું છે ગ્લીડેન એપ

ગ્લીડેન એક ડેટિંગ એપ છે જેને ખાસ રીતે પરિણીત લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ એપ પર ભારતીય યુઝર્સની સંખ્યામાં વધારો એ જણાવે છે કે, કેવી રીતે દેશમાં લગ્નેતર સંબંધોને કારણે વધારો થઈ રહ્યો છે અને જૂના વર્જિતો તૂટી રહ્યા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.