ચોથી પત્ની સાથે રહેવાને કારણે ગુસ્સે ભરાયેલી 3 પત્નીઓએ પતિની કોર્ટમાં ધોલાઇ કરી

PC: twitter.com

ઉત્તર પ્રદેશમાં એક વ્યકિતએ  3 લગ્ન કર્યા હતા અને ત્રણેયને છોડીને ચોથી મહિલા સાથે ચોથી પત્ની સાથે રહેવા માંડ્યો હતો. બાળકો પેદા કરીને ઘરમાંથી કાઢી મુકતા 3 પત્નીઓ નારાજ હતી અને જ્યારે કોર્ટમાં પતિ સામે ભટકાયો તો કસ પુરો કરી નાંખ્યો હતો અને પતિને કોર્ટમાં જ ઢિબેડી નાંખ્યો હતો. કોર્ટમાં હાજર લોકોએ પતિને પકડીને પોલીસને આપી દીધો હતો.

ત્રણ પત્નીઓ સાથે બાળકો પેદા કરીને પત્નીઓને તરછોડીને ચોથી પત્ની સાથે રહેનાર પતિને પત્નીઓએ કોર્ટમાં જબરદસ્ત ધોલાઇ કરી નાંખી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકોએ પતિને પકડીને પોલીસને સોંપી દીધો હતો. કોર્ટમાં તારીખ હતી એટલે પતિ કોર્ટમાં આવ્યો હતો અને ગુસ્સે ભરાયેલી પત્નીઓએ પતિની જાહેરમાં જ પિટાઇ કરી નાંખી હતી.

ઉત્તર પ્રદેશના જૌનપુરના શાહગંજ તહસીલ પરિસરમાં ગુરુવારે પત્નીઓએ  ભેગા મળીને પતિને માર માર્યો હતો. આરોપ છે કે યુવકે ચાર લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેણે ત્રણ પત્નીઓને છોડી દીધી હતી. તે પહેલી પત્નીને પોતાના બાળકોને પણ મળવા દેતો નહોતો. કોર્ટ પરિસરમાં મારામારી બાદ લોકોએ યુવકને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

જાણવા મળેલી માહિતી મુજબ વારાણસીમાં આવેલા પઠાનીટોલા વિસ્તારમાં રહેતો ફઝલુર્રહમાને 4 લગ્ન કર્યા છે. પહેલી પત્ની શાહગંજની છે, બીજી કાનપુરની અને ત્રીજી પત્ની આઝમગઢની રહેવાસી છે. ત્રણેય પત્નીઓનો આરોપ છે કે ફઝલુએ બાળકો પેદા કરીને અમને છોડી દીધા હતા અને હવે ચોથી સાથે રહી રહ્યો છે.

ફઝલુની પહેલી પત્નીએ કહ્યુ કે, તેનો 13 વર્ષનો પુત્ર છે , જેને ફઝલુએ પોતાની પાસે રાખ્યો છે. આ કેસમાં પત્નીની અપીલ પર કોર્ટે પહેલી પત્નીને દર મહિનાના પહેલા રવિવારે પુત્રને મળવાની પરવાનગીનો આદેશ આપ્યો હતો. પહેલી પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, કોર્ટનો આદેશ હોવા છતા ફઝલુ બાળકને મળવા દેતો નથી.

આ જ કેસમાં ગુરુવારે ફઝલુ શાહગંજ તહસીલમાં આવેલા ગ્રામ ન્યાયાલયમાં કેસની તારીખ હોવાથી હાજરી પુરાવા આવ્યો હતો. ફઝલુ જેવો કોર્ટમાં આવ્યો ત્યારે ગુસ્સી ભરાયેલી પત્નીઓએ તેને પકડીને બરાબરની પિટાઇ કરી નાંખી હતી. પોલીસે આ ઘટનાને આંતરિક મામલો ગણાવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, બંને પક્ષોને બોલાવીને તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp