એક છોકરાની કબરમાંથી મળી 2000 વર્ષ જૂની સિટી

PC: dailysabah.com

ટર્કીમાં પ્રાચીન સાઇટના ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને એક છોકરાની કબરમાંથી લગભગ 2 હજાર વર્ષ જુનો એવો સામાન મળ્યો છે કે, જેને જોઇને દરેક જણ હેરાન થઇ ગયા છે. પુરાતત્વવિદો અનુસાર, આ સામાન એક જુની માટીની બનેલી એક સીટી છે, જે કદાચ એક છોકરાને ગિફ્ટના રૂપમાં આપવામાં આવી હશે.

ટર્કીના Canakkaleના Ayvacik જિલ્લાના એક ગામ બેહરમકલેમાં પુરાતત્વવિદોની ટીમ 7 હજાર વર્ષ જુના એક પ્રાચીન શહેરના ખંડેરની સાઇટમાં ઉત્ખનનનું કાર્ય કરી રહી છે. આ દરમિયાન પુરાતત્વવિદોને એક છોકરાની કબર મળી, જેમાંથી આ સીટી તેમને મળી. પુરાતત્વવિદોની ટીમ જે પ્રાચીન શહેરમાં ઉત્ખનનનું કાર્ય કરી રહી છે, તેનો ઇતિહાસ 6ઠ્ઠી સદીથી જોડાયેલો છે. આ શહેર સમુદ્રની પાસે લુપ્ત થઇ ચૂકેલા એક પહાડ પર વસેલો હતો. આ શહેરના ખંડેરને UNESCOએ વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ જગ્યા આપી છે.

કનક્કલ ઓન્સેકિઝ માર્ટ યુનિવર્સિટીમાં પુરાતત્વ વિભાગના પ્રોફેસર ન્યુરેટિન અર્સલન 25 લોકોની ટીમની સાથે સાઇટ પર ઉત્ખનન કરી રહ્યા છે. ખોદકામ દરમિયાન પ્રોફેસરની ટીમ કેટલીક પ્રાચીન મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની શોધ પણ કરી ચૂક્યા છે.

પ્રોફેસર અર્સનલ કહે છે કે, કબરમાંથી જે માટીનો બનેલો સામાન નીકળ્યો, તે કોઇ પક્ષીની નાની મૂર્તિ નથી, પણ એક વગાડવાની સીટી છે. તેમણે કહ્યું કે, પ્રાચીન કાળમાં આ પ્રકારની વસ્તુઓ છોકરાઓના રમકડામાં શામેલ રહેતી હતી. કેટલીક વખત જ્યારે ઓછી ઉંમરમાં જ કોઇનું મોત થઇ જતું હતું, તો છોકરાઓની સાથે તેની પસંદગીની વસ્તુઓ પણ દફનાવી દેવામાં આવતી હતી.

આ જે સીટી આ કબરમાં મળી છે, તેનો ઉપયોગ ક્લાસિકલ એજથી રોમન એજ દરમિયાન કરવામાં આવતો હતો. પ્રોફેસરે કહ્યું કે, સીટીના ઉપરના પડથી અંદાજ નથી લગાવાઇ રહ્યો કે, તેની ખરી તારીખ શું હશે. પણ અમારા અંદાજ અનુસાર સીટી રોમ કાળ કે, તે પહેલાની જ હશે. પ્રોફેસરે આગળ કહ્યું કે, સામાન્ય રીતે એ સમયે એ રીતના રમકડા છોકરાઓ પાસે હતા. આ સીટી પણ લગભગ બે વર્ષ જુની જ હશે.

સદિઓ સુધી આ શહેર કેટલાક અલગ અલગ સમાજના લોકો માટે તેમનું ઘર રહ્યું છે. આ શહેરના એક લોકપ્રિય રહેવાસીઓ પણ હતા. જેને, Aristotile તરીકે ઓળખવામાં આવે છે. એરિસ્ટોટલે એક ફિલોસોફર Xenocrates સાથે મળીને ત્યાં એક ફિલોસોફિકલ સ્કૂલ પણ શરૂ કરી હતી.

સૌથી ખાસ વાત એ છે કે, તે પહેલા એવું પ્રાચીન શહેર છે, જેને વર્ષ 1800માં અમેરિકાના પુરાતત્વવિદોએ ઓળખ્યું અને ઉત્ખનનનું કાર્ય શરૂ કર્યું. જોકે, ત્યાર બાદ ઘણા સમય સુધી આ શહેરમાં કંઇ ન થયું. પછી લાંબા સમય બાદ પર્ષ 1981માં આ શહેરમાં ફરી ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp