40 વર્ષ મોટા અમીરને દિલ દઇ બેઠી છોકરી, વેઇટ્રેસ હતી હવે લક્ઝરી લાઇફ જીવે છે

PC: aajtak.in

24 વર્ષની એક છોકરી પોતાનાથી 40 વર્ષ મોટા વ્યક્તિને દિલ દઇ બેઠી છે. ડેટિંગ વેબસાઇટ દ્વારા તેમની મુલાકાત થઇ હતી. તે હવે એક સાથે રહે છે અને લક્ઝરી લાઇફ સ્ટાઇલ જીવે છે. છોકરીનું કહેવું છે કે, તેને એક અમીર વ્યક્તિની તલાશ હતી જે તેની દરેક જરૂરિયાતોને પૂરી કરી શકે. તેણે પોતાની સંબંધને ડિફેન્ડ કર્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, છોકરીનું નામ સેમી અતાદ્જા છે. જ્યારે, તેના 64 વર્ષના પાર્ટનરનું નામ ક્લાઉડિયો છે. ક્લાઉડિયો ઘણો અમીર છે. તેની પાસે કરોડોની સંપત્તિ છે. તે હવે અતાદ્જાની સાથે રહે છે. બન્ને પોતાના સંબંધને લઇને ટ્રોલ થયા હતા પણ તેમણે એક બીજાનો સાથ ન હોતો છોડ્યો.

હાલમાં જ અતાદ્જાએ પોતાના રિલેશનશિપને લઇને કેટલીક વાતો શેર કરી હતી. તેણે કહ્યું કે, ડેટિંગ વેબસાઇટ પર મળ્યા બાદ લગભગ 6 વર્ષથી અમે સાથા રહીએ છીએ. ક્લાઉડિયોને લઇને અતાદ્જાએ કહ્યું કે, તે બે બાળકોનો પિતા છે. તના બાળકોના પણ બાળકો છે. આખો પરિવાર તેની સાથે કનેક્ટેડ છે. તે બધાએ મને સ્વીકારી છે. ક્લાઉડિયોના તેની પૂર્વ પત્ની સાથે પણ સારા સંબંધ છે.

અતાદ્જા કહે છે કે, ક્લાઉડિયોએ ક્યારેય પણ પૈસા ખર્ચ કરવા માટે લિમિટ લગાવી નથી. જોકે, હું ક્યારેય પણ ખોટો ખર્ચો કરતી નથી. અમે અમેરિકા સિવાય ચીન, ઇટાલી, જર્મની જેવા દેશોમાં ફરીને આવ્યા છીએ. મારું જીવન એક પરી કથા જેવું બની ગયું છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે, મને ક્લાઉડિયો જેવો વ્યક્તિ જીવનસાથીના રૂપમાં મળ્યો છે. તે મારી ખૂબ જ કેર કરે છે.

આ પહેલા અતાદ્જા એક નાના રેસ્ટોરન્ટમાં એક વેટ્રેસ તરીકે કામ કરી રહી હતી. પણ ક્લાઉડિયો સાથે મુલાકાત થયા બાદ હવે તે ખૂબ જ લક્ઝરી લાઇફ જીવી રહી છે. અતાદ્જાએ એ પણ કહ્યું કે, તે સરોગસી દ્વારા માતા પણ બનશે. ક્લાઉડિયોની ફેમેલીએ તેને સંપૂર્ણ રીતે સ્વીકારી લીધી છે. તે આખા પરિવાર સાથે હળી મળીને રહે છે અને તેને ક્લાઉડિયોના પરિવાર સાથે રહેવાની પણ ખૂબ મઝા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp