એક ચાઇનીઝ મહિલાએ લગ્ન અને બાળક માટે એક વર્ષમાં 100 પુરૂષોને ડેટ કર્યા

PC: news.yahoo.com

ચીનની એક મહિલાએ એક વર્ષની અંદર 100 પૂરૂષોને ડેટ કર્યા છે. 32 વર્ષની આ મહિલા બીજિંગમાં રહે છે. તેનું નામ બાઓઝુજી છે. તે કહે છે કે, તેણે રિલેશનશિપ ખતમ થયા બાદ અને નોકરી છૂટ્યા બાદ, વર્ષ 2021માં પૂરૂષોને ડેટ કરવાનું શરૂ કર્યું છે. આ એ સમય હતો કે, જ્યારે તે ઘણા દર્દમાંથી પસાર થઇ રહી હતી.

બાઓઝુજી બીજિંગની એક ટેક કંપનીમાં કામ કરતી હતી. તેને સારો પગાર મળતો હતો. તે બોયફ્રેન્ડ સાથે 8 વર્ષથી રિલેશનશિપમાં પણ હતી અને લગ્ન કરવાનું વિચારી રહી હતી. પણ 2021માં તેના બોયફ્રેન્ડે અચાનકથી રિલેશનશિપ તોડી નાખી. તેના બે સપ્તાહ બાદ જ તેને નોકરી જવાની પણ ખબર મળી.

ત્યાર બાદ એક વર્ષમાં બાઓઝુજીએ 100થી પણ વધારે પુરૂષોને ડેટ કર્યા. આ દરમિયાન તેને ફક્ત ડેટિંગનો સારો અનુભવ જ નહીં પણ ઘણા પ્રકારના પુરૂષોને પરખવાનો મોકો પણ મળ્યો. તેણે ફાઇનાન્સ અને સંગીતકારથી લઇને વિભિન્ન સાસ્કૃતિક બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા પુરૂષોને ડેટ કર્યા. કેટલીક વખત તો એવું પણ થયું કે, તે એક દિવસમાં 3 જણને ડેટ કરતી હતી. યુવતીએ એક ડોક્યુમેન્ટ્રીમાં પણ પોતાનો અનુભવ શેર કર્યો છે.

બાઓઝુજીનું કહેવું છે કે, તે મૂવ ઓન કરવાની કોશિશ કરી રહી છે અને એક એવા છોકરાની તલાશ કરી રહી છે કે, જે તેની સાથે બાળક પૈદા કરવાની ઇચ્છા પણ રાખતો હોય. તેનું કહેવું છે કે, તે 35 વર્ષની થવા પહેલા બાળક પેદા કરવા માગે છે. ચીનમાં મહિલાઓને ગર્ભવતી થવા માટે ખરી ઉંમર 25થી 29 વર્ષની કહેવામાં આવે છે.

જ્યારે, ચીનમાં હાલના વર્ષોમાં લગ્ન અને બાળકોના જન્મદરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મહિલાઓ પર લગ્ન કરવા માટે દબાણ પણ નાખવામાં આવે છે. હવે ડેટિંગના એક વર્ષ બાદ બાઓઝુજીનું કહેવું છે કે, તે એક નવા બોયફ્રેન્ડને ડેટ કરી રહી છે, જેને તે નવેમ્બર મહિનામાં મળી હતી. તે પોતાના અનુભવથી જે શીખી છે, તેના પર તેનું કહેવું છે કે, તેણે અસફળતાને સ્વીકાર કરવાનું શીખી લીધું છે.

તે કહે છે કે, તમે પ્રેમને છોડીને બીજી વસ્તુઓ પર મહેનત કરી શકો છો. તમે પ્રેમમાં પુરસ્કાર મળવાની આશા ન કરી શકો. સોશિયલ મીડિયા પર બાઓઝુજીના અનુભવને લઇને લોકોના વિચારો વહેંચાયેલા હોય છે. કોઇનું કહેવું છે કે, એક મહિલાના જીવનનો નિર્ણય લગ્નથી ન કરવો જોઇએ, જ્યારે અમુક લોકોનું કહેવું છે કે, બાઓઝુજી એટલી બહાદુર છે કે, તે ઇમાનદારીથી સ્વીકાર કરે છે કે, તે લગ્ન અને બાળક ચાહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp