પરિણીત મહિલાએ પ્રેમીને ઘરે બોલાવ્યો, અચાનક પતિ આવી ચઢ્યો અને પછી..

PC: news18.com

હરિદ્વારથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં પરિણીત પ્રેમિકાને તેના ઘરે મળવા ગયેલો પ્રેમી ખરાબ રીતે ફસાઈ ગયો હતો.પ્રેમી ઘરે પહોંચતા જ અચાનક પતિ ઘરે આવ્યો હતો. પતિના ડરથી મહિલાએ તેના પ્રેમીને ચોર બતાવી દીધો હતો.ઘરમાં ચોર આવ્યો હોવાનું જાણીને પતિ આગબબુલા થઇ ગયો અને પ્રેમને બરોબરનો ફટકારી દીધો હતો અને પોલસને હવાલે કરી દીધો હતો.

ઉત્તરાખંડના હરિદ્રાર જિલ્લામાં આવેલા જ્વાલાપુરમાં એક મહિલાએ પતિની ગેરહાજરીમાં પ્રેમીને ઘરે બોલાવ્યો અને એ સમય દરમિયાન પતિ અચાનક આવી ગયો હતો. પતિને જોઇને મહિલા ગભરાઇ ગઇ અને પોતાના પ્રેમીને ચોર હોવાનું કહ્યું હતું. પતિએ પત્નીની વાત સાંભળીને પ્રેમીની પિટાઇ કરી દીધી હતી અને પોલીસને સોંપી દીધો હતો. પ્રેમીએ પોલીસને આખી વાતનો ખુલાસો કર્યો હતો એટલે પોલીસે જવા દીધો હતો.

જાણવા મળેલી વિગત મુજબ, જ્વાલાપુરની રહેવાસી એક પરિણીત મહિલાને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે દોસ્તી થઇ હતી. યુવક મહિલાથી ઉંમરમાં નાનો હતો. મહિલા અને યુવક વચ્ચે વ્હોટસેપ પર ચેટ શરૂ થઇ હતી. એ પછી તેમનો સંબંધ આગળ વધ્યો તો મહિલાએ પતિની ગેરહાજરીમાં યુવકને ઘરે બોલાવી દીધો. યુવક જ્યારે મહિલાના ઘરે પહોંચ્યો એ દરમિયાન મહિલાનો પતિ અચાનક ઘરે આવી ચઢ્યો હતો. પતિથી છુપાવીને પ્રેમ કરવાનું મહિલાને ભારે પડવાનું જ હતું, પરંતુ મહિલાએ અચાનક પલટી મારી દીધી હતી અને પતિને કહ્યું હતું કે આ ચોર ઘરમાં ઘુસી આવ્યો છે અને મને બંધક બનાવીને લૂંટ કરી રહ્યો હતો. પતિએ પત્નીની વાત માની લીધી અને યુવકને ફટકાર્યો અને પછી પોલીસને સોંપી દીધો હતો.

પોલીસ ગુનો નોંધવાની તૈયારી કરી રહી હતી ત્યારે અત્યાર સુધી ચુપ રહેલા યુવકે પોલીસની સમક્ષ મોં ખોલ્યું હતું અને  કહ્યું હતું કે હું કોઇ ચોર કે બદમાશ નથી. એ પછી યુવકે પોલીસને મહિલા સાથે થયેલી વ્હોટસેપ ચેટ બતાવી હતી. પોલીસે મહિલાના પતિને બોલાવીને બંને વચ્ચેની વ્હોટસેપ ચેટ બતાવી હતી તો પતિના હોંશ ઉડી ગયા હતા. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે પત્ની આવો વિશ્વાસઘાત કરી શકે. પોલીસે યુવકને માત્ર શાંતિ ભંગની રસીદ ફાડીને જવા દીધો હતો. મહિલાની હાલત ખરાબ થઇ ગઇ હતી કારણકે તેની પોલ પતિ સામે ખુલી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp