સેક્સ બાબતે ઝઘડો થયો, પત્ની કુવામાં કુદી ગઇ, પતિએ બચાવી અને પછી પતાવી પણ દીધી

PC: thelallantop.com

છતીસગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે સેક્સ બાબતે ઝગડો ઉભો થયો હતો, ગુસ્સામાં આવી ગયેલી પત્નીએ કુવામાં ઝંપલાવી દીધું હતું, પરંતુ પતિએ બચાવી લીધી અને થોડી જ વારમાં પત્નીને યમસદન પહોંચાડી દીધી હતી. પતિ પત્નીના મૃતદેહ પાસે આખી રાત બેસી રહ્યો હતો. પોલીસે પતિની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો છે.

ઉત્તીસગઢમાં એક વ્યકિત પર આરોપ લાગ્યો છે કે તેણે તેની પત્નનીની હત્યા કરી નાંખી હતી.મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધોને લઇને બોલાચાલી થઇ હતી. પત્ની શારીરિક સંબંધો બાંધવા માટે ઇન્કાર કરી રહી હતી, પરંતુ પતિ માન્યો નહી એટલે પત્નીએ કુવામાં છલાંગ લગાવી દીધી હતી. પતિ પર આરોપ છે કે તેણે પત્નીને કુવામાંથી બહાર કાઢી અને થોડી જ વારમાં હત્યા કરી નાંખી હતી.

મામલો છત્તીસગઢના જશપુર જિલ્લાનો છે. ઈન્ડિયા ટુડેમાં છપાયેલા અહેવાલ મુજબ, શંકર રામ અને તેમની પત્ની આશાબાઈએ 17 એપ્રિલની રાત્રે દારૂ પીધો હતો, ત્યારબાદ બંને સૂઈ ગયા હતા. બાદમાં શંકરે તેની પત્નીને શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું. જેના પર આશાએ ના પાડી અને બંને વચ્ચે ઝગડો થયો. બંને વચ્ચેનો ઝગડો એટલો વધી ગયો કે આશાએ નજીકના કૂવામાં ઝંપલાવ્યું અને શંકર પણ તેની પાછળ કૂવામાં કૂદી પડ્યો હતો.

શંકરે પત્ની આશાને કુવામાંથી જીવતી બહાર કાઢી અને ફરી બંને વચ્ચે બોલાચાલી શરૂ થઇ હતી. ગુસ્સામાં આવેલા શંકરે આશાના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કરીને તેણીની હત્યા કરી નાખી હતી અને પત્નીના મૃતદેહ પાસે રાતભર બેસી રહ્યો હતો.

ઘટનાની જાણકારી મળતા પોલીસ પહોંચી હતી અને શંકરની ધરપકડ કરી લીધી હતી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જગસે પાંકરાએ કહ્યુ કે મામલાની તપાસ ચાલી રહી છે.

આ પહેલા આ વર્ષના જાન્યુઆરી મહિનામાં છત્તીસગઢના વિલાસપુર જિલ્લામાં એક 32 વર્ષના યુવકે પોતાની હત્યા કરી નાંખી હતી અને શબના 5 ટુકડાં કરીને પાણીની ટાંકીમાં ફેંકી દીધા હતા. પોલીસે યુવકની ધરપકડ કરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પતિને શંકા હતી કે પત્નીના અન્ય કોઇની સાથે સંબંધ છે એટલે હત્યા કરી નાંખી હતી. આ યુવક પણ જેલની હવા ખાઇ રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp