એર ઇન્ડિયાના બિઝનેસ ક્લાસ પેસેન્જરના જમવામાં જીવતો કીડો નિકળ્યો, જુઓ વીડિયો

એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં કથિત રીતે તેને પીરસવામાં આવતા ખાવામાં કીડો દેખાય છે. આ વિડિયો મહાવીર જૈન નામના યુઝરે પોસ્ટ કર્યો છે જેણે દાવો કર્યો છે કે મુસાફરી દરમિયાન એર ઇન્ડિયા તરફથી પિરસવામાં આવેલા ભોજનમાં તેમની ડિશમાં જીવતો કીડો નિકળ્યો છે. જો કે એર ઇન્ડિયાના વિમાનમાંથી જમવામાં આ પહેલા એક યાત્રીના ભોજનમાંતી પત્થર નિકળ્યો હોવાની પણ ફરિયાદ થઇ હતી.

 એર ઇન્ડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને યાત્રી પાસેથી યાત્રાની વિગત માંગી છે જેથી કાર્યવાહી કરી શકાય. મહાવીર જૈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે જમવાની ડિશમાં એક કીડો ચાલી રહ્યો છે. એવામાં મહાવીર જૈને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. મહાવીર જૈને ટ્વીટ કરીને લખ્યું છે કે, એવું લાગે છે કે સાફ-સફાઇનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. મારી ફલાઇટ AI 671 છે અને મુંબઇથી ચેન્નઇની ફ્લાઇટ છે. મહાવીર જૈને લખ્યું કે મારી સીટ નંબર 2સી છે.

આ પછી એર ઈન્ડિયાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. એક ટ્વિટમાં એર ઈન્ડિયાએ લખ્યું, 'પ્રિય મિસ્ટર જૈન, અમારી સાથે ફ્લાઈટ દરમિયાન તમારા અનુભવ વિશે જાણીને અમને ખેદ છે. આ સાંભળવું અમને સારું નથી લાગતું. અમે પ્રક્રિયાના દરેક તબક્કે સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનાં પગલાંનું સખતપણે પાલન કરીએ છીએ. શું તમે કૃપા કરીને તમારી મુસાફરીની તારીખ અને સીટ નંબર સાથે ફ્લાઇટની વિગતો DM કરી શકો છો? અમે સમીક્ષા અને કાર્યવાહી માટે અમારી કેટરિંગ ટીમ સાથે આને તરત જ રજૂ કરીશું.

 આ પહેલાં એ જ દિવસે વધુ આવી જ ઘટના સામે આવી હતી. જાણીતા શેફ સંજીવ કપુરે આ ફરિયાદ કરી હતી. કપુરે કહ્યું હતું કે તેમને એર ઇન્ડિયા દ્રારા જે ખાવાનું પિરસવામાં આવ્યું હતું તે સંતોષ જનક નહોતું. સંજીવ કપુરે લખ્યું કે,  એર ઇન્ડિયાની નાગપુર-મુંબઈ 0740 ફ્લાઈટમાં જે ખાવાનું પિરસવામાં આવ્યું તેમાં ઠંડા ચિકન ટિક્કા સાથે તરબુચ, ટામેટાં અને સેવ આપવામાં આવ્યા હતા. સેન્ડવીચમાં પણ ઠેકાણાં નહોતો. સંજીવ કપુરે કહ્યું કે શું ખરેખર, ભારતીયોને નાસ્તામાં આવું ખાવું જોઇએ? આ પહેલાં જાન્યુઆરી મહિનામાં એક યાત્રીના ભોજનમાંથી કાંકરો નિકળ્યો હતો.

વિમાનમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતા લોકો ખાસ્સા રૂપિયા ખર્ચીને ટિકિટ ખરીદતા હોય છે, એવા સમયે આવી લાપરવાહી યાત્રીઓએ ચલાવી જ ન લેવી જોઇએ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.