- Lifestyle
- મોબાઇલ પર લૂડો રમતા રમતા કાકી સાસુને જમાઇ સાથે પ્રેમ થયો, રાત્રે મળવા આવ્યો અને.
મોબાઇલ પર લૂડો રમતા રમતા કાકી સાસુને જમાઇ સાથે પ્રેમ થયો, રાત્રે મળવા આવ્યો અને.
બિહારના એક યુવકને કાકી સાસુ સાથે લુડો રમતા રમતા પ્રેમ થઇ ગયો હતો, પરંતુ એ પ્રેમ ભારે પડી ગયો હતો. કાકી સાસુએ જમાઇને મોડી રાત્રે ઘરે બોલાવ્યો તો ગામના લોકોએ જમાઇને મારીને મારને અધમુઓ કરી નાંખ્યો હતો. જમાઇ અને કાકી સાસુની લવ સ્ટોરીની ગામમાં ખુબ ચર્ચા ચાલી રહી છે.
બિહારના જમુઇથી એક અજીબ પ્રેમ કહાની સામે આવી છે. ઓનલાઇન લુડો રમતા રમતા એક કાકી સાસુ પોતાના જ જમાઇને દીલ આપી બેઠી હતી. જમાઇ પોતાની પ્રેમિકા એટલે કે કાકી સાસુને મળવા માટે રાત્રે તેણીના ઘરે પહોંચ્યો તો ગામના લોકોએ એવી પિટાઇ કરી કે જમાઇને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. લોકોએ જમાઇને લાતો- મૂક્કાથી માર મારીને પોલીસને હવાલે કરી દીધો હતો.

આ ઘટના જમુઇના બરહટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ગામના લોકોએ બુધવારે પોતાની કાકી સાસુને મળવા આવેલા જમાઇની જબરદસ્ત પિટાઇ કરી નાંખી હતી. લોકોના મારને કારણે જમાઇને ભારે ઇજા પહોંચી હતી એટલે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનની ઓળખ બાંકા જિલ્લાના ઢોરૈયાના રહેવાસી ચંદન ગોસ્વામી તરીકે થઇ છે.

જાણવા મળેલી વિગત મુજબ ચંદનના લગ્ન 7 વર્ષ પહેલા જમુઇ જિલ્લામાં થયા હતા. આ દરમિયાન તેને બે સંતાનો પણ છે. મોબાઇલ પર લુડો રમતા રમતા ચંદનનો સંપર્ક કાકી સાસુ સાથે થયો હતો. આ પછી બંને પ્રેમમાં પડ્યા. બંનેના સંબંધીઓને પણ તેની જાણ થઈ હતી.
યુવક અવારનવાર તેની કાકી સાસુને મળવા જમુઈ આવતો હતો. યુવકના કહેવા પ્રમાણે તેને તેની કાકી સાસુ સાથે ત્રણ વર્ષથી અફેર ચાલતું હતું. દરમિયાન તેની પત્ની પણ તેને છોડીને તેના પિયર ચાલી ગઈ હતી. બુધવારે રાત્રે કાકી સાસુએ તેને ફોન કર્યો હતો, યુવક જ્યારે સાસુના ઘરે પહોંચ્યો ત્યારે લોકોએ તેને માર માર્યો હતો.
અહીં પોલીસ યુવકની પૂછપરછ કરી રહી છે અને ઘટનાની તપાસ કરી રહી છે. અહીં બંનેનું પ્રેમપ્રકરણ ગામમાં ચર્ચાનો વિષય બન્યું છે.
જ્યારથી સોશિયલ મીડિયા એક્ટિવ થયું છે અને લોકોના હાથમાં સ્માર્ટફોન આવ્યા છે તે પછી સાસુ- જમાઇના સંબંધો હોય, સજાતીય સંબધો હોય, માલિક, નોકરાણીના કે દિયર-ભાભીના અનૈતિક સંબંધોના વીડિયો ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે.

