નાની વયે કોલેસ્ટ્રોલથી સાવધાન રહો, આ લક્ષણોને અવગણવું પડશે ભારે

PC: navbharattimes.indiatimes.com

આપણામાંથી ઘણા લોકો સમજે છે કે હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અથવા હાર્ટ એટેકનું જોખમ મધ્યમ વય જૂથમાં જ હોય છે, તેથી 25થી 30 વર્ષની ઉંમર વાળા લોકો તેમની રોજિંદી જીવનશૈલી અને ખાન-પાનની આદતોને લઈને ખૂબ જ ચિંતા વિહીન થઈ જાય છે, પરંતુ આવું કરવું જીવલેણ સાબિત થઈ શકે છે, કારણ કે આજકાલ ઓછી ઉંમરના લોકો પણ હાઈ કોલેસ્ટ્રોલનો શિકાર થઈ રહ્યા છે. એવામાં સારું એ છે કે, તમે સમયસર વોર્નિંગ સાઇનને ઓળખી લો. આવો જાણીએ કે, શરીરમાં LDL વધવા પર આપણું શરીર કેવા પ્રકારના સંકેતો આપે છે.

ઓછી ઉંમરમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલના લક્ષણ

છાતીમાં દુખાવો

લોહીમાં ગંદુ કોલેસ્ટ્રોલ જમા થવાનું જોખમ ત્યારે જાણી શકાય છે જ્યારે તમારી છાતીમાં અચાનક દુખાવો થવા લાગે. એ વધુ સારું છે કે, હાલત બગડવા પર પહેલાં ડૉક્ટરનો સંપર્ક કરો.

વજન વધવું

જો તમારા પેટ અને કમરની આસપાસ ચરબી જમા થવા લાગી છે, તો તે લોહીમાં વધતા કોલેસ્ટ્રોલની નિશાની છે, મોટાપાને ઓછું કરવાથી તમે ગંભીર પરિણામોથી બચી શકો છો, તેથી વજન ઘટાડવા પર ધ્યાન આપો.

આંખોની પાસે પીળાશ આવવી

જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ હદથી વધુ વધી જાય છે, ત્યારે એવામાં આંખોની આસપાસ પીળા નિશાન દેખાવા લાગે છે, તેને મેડિકલ ટર્મમાં Xanthelasma કહેવામાં આવે છે.

બેચેની અને પરસેવો થવો

ઉનાળાની ઋતુમાં વધુ શારીરિક પ્રવૃતિઓને કારણે પરસેવો થવો એ નવાઈની વાત નથી, પરંતુ જો કોઈ કારણ વગર આવું થઈ રહ્યું છે, અથવા કોઈપણ પ્રકારની બેચેનીનો અનુભવ થઈ રહ્યો છે, તો તમે તરત જ સાવધાન થઈ જાવ.

દાદર ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ

25થી 30 વર્ષની વચ્ચેની ઉંમરના લોકોને કોઈપણ પ્રકારની શારીરિક ગતિવિધિઓ કરવામાં બહુ તકલીફ નહીં થવી જોઈએ. પરંતુ કેટલાક એવા પણ લોકો છે જેઓ દાદર નથી ચઢી શકતા, અને જો ચઢે પણ છે તો તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી થઈ જાય છે. અહીં તમને જણાવી દઈએ કે, આ હાઇ કોલેસ્ટ્રોલના શરૂઆતનો ચેતવણી સંકેત હોઈ શકે છે.

કેવી રીતે કરવી કોલેસ્ટ્રોલની તપાસ

હાઇ કોલેસ્ટ્રોલના શરૂઆતના લક્ષણો ખૂબ જ મુશ્કેલથી જોવા મળે છે, આપણું શરીર ત્યારે સંકેત આપે છે, જ્યારે સ્થિતિ થોડી બગડવા લાગે છે. એવામાં જરૂરી છે કે, તમે સમય-સમય પર લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવતા રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp