10 લાખ રૂપિયા લાવ, પછી સુહાગરાત મનાવીશ, પતિએ પહેલી રાતે જ શરમજનક શરત રાખી અને...

ઉત્તર પ્રદેશના પીલીભીતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે અહીં દહેજમાં 10 લાખ રૂપિયા ન મળવાને કારણે વરરાજાએ લગ્નના ત્રણ મહિના પછી પણ શારીરિક સંબંધ બાંધ્યો ન હતો. બંને પરિવારો વચ્ચે 5 લાખ રૂપિયામાં સમજૂતી થઈ, ત્યારબાદ વર-કન્યા હનીમૂન માટે નૈનીતાલ ગયા. આરોપ છે કે નૈનીતાલમાં પણ પતિ પત્નીથી દૂર રહ્યો હતો.

પત્નીએ આરોપ લગાવ્યો છે કે નૈનીતાલમાં કોઇક સમયે પતિએ અશ્લીલ તસ્વીર લીધી હતી એ પછી તેણે બ્લેકમેલ કરીને દહેજ માંગવા માંડ્યો હતો. પરેશાન થઇને પત્નીએ પીલીભીત પોલીસ સ્ટેશનમાં તેના સાસુ અને પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને ન્યાયની વિનંતી કરી છે. દુલ્હનનો આરોપ છે કે તેનો પતિ અને સાસુ તેને ગાળો આપીને દહેજની માંગણી કરે છે. પીડિતાનું કહેવું છે કે તેના લગ્ન 6 ફેબ્રુઆરી 2023ના રોજ બદાઉન પોલીસ સ્ટેશનના બિસૌલી વિસ્તારના એક યુવક સાથે થયા હતા. તેણીના પરિવારજનો તેમની ક્ષમતા મુજબ લગ્નમાં રૂ. 20 લાખનો ખર્ચ કર્યો હતો. જેમાં 15 લાખ રૂપિયાના ઘરેણાં દહેજ પેટે આપવામાં આવ્યા હતા.

પરંતુ, પતિએ લગ્ન પછી સુહાગરાત ન મનાવી એટલું જ નહીં, પણ 3 મહિના પછી પણ પત્ની સાથે કોઇ શારીરિક સંબંધ બાંધ્યો ન હતો. આ બાબતે પત્ની તેની સાસુને પણ વાકેફ કરી હતી, પરંતુ સાસુએ કોઇ ધ્યાન આપ્યું નહોતું.

થોડા દિવસો પછી પરણિતા પોતાના પિર ગઇ હતી અને પોતાની માતાને વાત કહી હતી.જ્યારે પતિ પત્નીને પિયર લેવા આવ્યો હતો ત્યારે પત્નીની માતાએ જમાઇને કહ્યું હતું કે, કોઇ બિમારી હોય તો જણાવો ઇલાજ કરાવી દઇએ. તો જમાઇએ કહ્યુ કે 10 લાખ રૂપિયા આપી દો તો હનીમૂન પર જઇ આવીએ.

દુલ્હનની માતાએ જમાઇને 5 લાખ રૂપિયા આપ્યા અને બંને 7 મેના દિવસે નૈનીતાલ હનીમૂન માટે ગયા હતા. દુલ્હને કહ્યું કે પતિએ આ વખતે તેણીનો અશ્લીલ વીડિયો બનાવી દીધો હતો અને કહ્યુ હતું કે બાકીના 5 લાખ રૂપિયા લઇને આવ, નહીં તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ.

નૈનીતાલથી આવીને પરણિતાએ પોતાના પિયરના પરિવારને વાત કરી હતી અને આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.