આયુર્વેદથી કેન્સરની સારવાર શક્ય છે હવે ક્લિનિકલ ટ્રાયલ થશે: આચાર્ય બાલકૃષ્ણ

PC: facebook.com/AcharyBalkrishna

પતંજલિ યોગપીઠના આચાર્યએ કેન્સરના ઇલાજ વિશે જે વાત કરી છે જો તે શક્ય બને તો એ દુનિયાભરના કેન્સરના દર્દીઓને રાહત આપનારી વાત બનશે. પતંજલિના આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે કેન્સર પર અનેક સંશોધનો થયા છે અને હવે આંતરારાષ્ટ્રીય સ્તરે તેના કલિનિકલ ટ્રાયલ માટેની તૈયારી ચાલી રહી છે.

પતંજલિ યોગપીઠના અધ્યક્ષ આચાર્ય બાલકૃષ્ણએ કહ્યુ કે, આયુર્વેદથી કેન્સરનો ઇલાજ સંભવ છે. તેમણે કહ્યુ કે, પતંજલિ આયુર્વેદના વિસ્તરણ પર સતત કામ કરી રહ્યું છે અને તેના પરિણામો ઘણા સારા આવી રહ્યા છે. એ જ કારણ છે કે કોરાના મહામારીના સમયમાં લોકો આયુર્વેદનું મહત્ત્વ સમજ્યા છે. આવનારા સમયમાં આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.

મેરઠમાં અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલન અને પ્રાદેશિક આયુર્વેદ સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા પતંજલિના આચાર્ય બાલકૃષ્ણએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આચાર્ય બાલકૃષ્ણએ મીડિયા સાથેની વાતચીતમાં આયુર્વેદના ક્ષેત્રમાં વર્તમાનમાં શું ચાલી રહ્યું છે? આયુર્વેદનું ભવિષ્ય કેવું હશે? આ બધા મુદ્દાઓ પર તેમણે ખુલીને વાત કરી હતી.

 આયુર્વેદના ક્ષેત્રમાં નવું શું થઇ રહ્યું છે? એવા સવાલના જવાબમાં આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, મેરઠની આ પવિત્ર ભૂમિ પરથી આ બ્યૂગલ વાગ્યું છે.આયુર્વેદમાં સંશોધનો વધારવા અને આયુર્વેદને પુરાવા આધારિત દવા બનાવવા માટે સતત કામ ચાલુ છે. લોકોમાં આયુર્વેદની સ્વીકૃતિ વધે એના માટે પણ કામ ચાલી રહ્યું છે. પતંજલિ પણ આયુર્વેદના વિસ્તરણ પર સતત કામ કરી રહ્યું છે.

આયુર્વેદની સ્વીકાર્યતા હજુ ઓછી કેમ છે? એવા એક સવાલના જવાબમાં આચાર્યએ કહ્યું કે, આવનારા સમયમાં આયુર્વેદ લોકોના ઘર ઘર સુધી પહોંચવાનું છે એમાં શંકાને કોઇ સ્થાન નથી. ભારત સરકાર, આયુષ મંત્રાલય લગાતાર આયુર્વેદના પ્રચાર પ્રસાર પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના સમયમાં લોકોને આયુર્વેદનું મહત્ત્વ સમજાયું છે. આયુર્વેદ પર લોકોનો વિશ્વાસ વધશે, એમાં સમય લાગશે, પરંતુ એવું થશે જરૂર.

આર્યુવેદમાં કઇ કઇ જટિલ બિમારીઓનો ઇલાજ સંભવ છે? એવા મીડિયાના સવાલના જવાબમાં આચાર્ય બાલકૃષ્ણએ કહ્યુ કે, આયુર્વેદમાં તમામ રોગોની સારવાર સંભવ છે. એમાં શંકા ન રાખવી જોઇએ. આજે આયુર્વેદમાં દરેક બિમારીનો ઇલાજ શક્ય બન્યો છે. તેમણે કહ્યુ કે, કેન્સપ પર પણ આયુર્વેદમાં ખાસ્સું સંશોધન ચાલી રહ્યું છે અને તેના સારા પરિણામો પણ સામે આવ્યા છે. હવે અમે આંતરરાષ્ટ્રીય સ્તર પર કેન્સરના ઇલાજ માટે  ક્લિનિકલ ટ્રાયલ કરવા જઇ રહ્યા છે. ઘણા કેન્સરના દર્દીઓ આયુર્વેદને કારણે સાજા પણ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp