જો સવારે ઉઠવાની સાથે જ આવે છે ખાંસી! તો તમને આ બીમારીઓ હોઇ શકે છે

PC: indiatimes.com

જો સવારે ઉઠ્યા પછી તમને ખાંસી આવે છે અને ઘણાં દિવસો સુધી આ સમસ્યા બની રહે છે તો તમારે સારવાર લેવી જોઇએ. સવારે ઉઠ્યા પછી આવનારી ખાંસી ઘણી બીમારીઓનો સંકેત આપે છે. જો આના પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો ધીમે ધીમે સ્થિતિ બગડી શકે છે. આનાથી તમારા ફેફસાં પર પણ ગંભીર અસર પડી શકે છે. ડૉક્ટર પાસેથી જાણો આ ખાંસીના કારણો શું હોય છે.

દિલ્હીના મૂલચંદ હોસ્પિટલના પ્લમોનોલોજી ડિપાર્ટમેન્ટના ડૉ. ભગવાન મંત્રી જણાવે છે કે, ઘણાં લોકોને સવારે ઉઠ્યા પછી જોરમાં ખાંસી આવે છે. પછી સાંજ સુધીમાં આ ખાંસી ઓછી થઇ જાય છે. બદલાતા વાતાવરણમાં આ સમસ્યા વધારે જોવામાં આવે છે. જેમ હવે ધીમે ધીમે વાતાવરણમાં ફેરફાર થવાનું શરૂ થઇ રહ્યું છે, તો અમુક લોકોને આવી પરેશાની થવા લાગશે. આવું થોડા અઠવાડિયા કે પછી ઘણાં મહીનાઓ સુધી પણ થતું રહે છે. પણ લોકો આના પર ધ્યાન આપતા નથી. જેને લીધે મુશ્કેલી વધતી રહે છે. સારવારમાં મોડુ થઇ જાય છે, જે લંગ્સ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.

ડૉ.મંત્રી કહે છે કે, આ પ્રકારની પરેશાની ફેફસામાં બેક્ટેરિયા કે કોઇ વાયરસના સંક્રમણને કારણે થાય છે. બદલાતા વાતાવરણમાં આ બેક્ટેરિયા એક્ટિવ થઇ જાય છે અને શ્વાસ દ્વારા ફેફસાં સુધી પહોંચી જાય છે. ફેફસા સુધી ઠંડી હવા જવાને લીધે પણ આવું બની શકે છે. ઘણાં કિસ્સાઓમાં પ્રદૂષણ પણ આનું એક મોટું કારણ હોય છે. એવામાં લોકોએ સવારે આવતી ખાંસીને હળવાશમાં લેવી જોઇએ નહીં. જે આ બીમારીઓના લક્ષણ હોઇ શકે છે.

અસ્થમા

એલર્જી કે બેક્ટેરિયાના સંક્રમણના કારણથી અસ્થમાની બીમારી થઇ જાય છે. જેમાં વ્યક્તિને શરૂઆતમાં ખાંસી આવે છે. ઘણાં કેસોમાં સવારના સમયે ખાંસી આવે છે અને રાતે સૂતા સમયે પણ આ સમસ્યા રહે છે. સવારના સમયે ઠંડી હવાને કારણે શ્વસનળીમાં સોજા વધવા લાગે છે. જેને લીધે જોરમાં ખાંસી આવે છે. એવામાં જો કોઇને રોજ સવારે ખાંસી આવવાની સમસ્યા છે તો તેણે તરત ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

બ્રોંકાઇટિસ

પાછલા અમુક વર્ષોમાં બ્રોંકાઇટિસની બીમારીની સમસ્યા ઘણી વધી રહી છે. આ રોગ બાળકોથી લઇ વૃદ્ધોમાં થઇ રહી છે. બ્રોંકાઇટિસ પણ વાયરસના સંક્રમણથી થઇ જાય છે. જેમાં ગળામાં શ્વાસની નળી(બ્રોન્કિયલ ટ્યૂબ)માં સોજા આવી જાય છે. જેને કારણે જોરમાં વારેવારે ખાંસી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp