ગામડાના લોકો કરતા વધુ અનિંદ્રાનો શિકાર બનતા શહેરીજનો, જાણો નિષ્ણાતોના તારણ

PC: satyagrah.scroll.in

ઊંઘ એ માનવ શરીરની મહત્વની આવશ્યકતા છે. શરીરને નિરોગી અને ફિટ રાખવા માટે દરેક લોકોએ 6 થી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ તેમ તબીબ નિષ્ણાતો પણ સલાહ આપે છે. તેવામાં ગામડાઓના લોકો કરતા શહેરમાં રહેતા લોકો વધુ અનિંદ્રાનો શિકાર બનતા હોવાનું નિષ્ણાંતોના સંશોધનમાં સામે આવ્યું છે. અનિંદ્રાને કારણે શહેરી વિસ્તારમાં અનેક સમસ્યા અને બીમારીઓમાં પણ ઉછાળો આવ્યો છે. પૂરતી ઊંઘ ન લેવાથી ડિપ્રેશનથી માંડીને હ્રદયરોગ સુધીની બીમારીનું જોખમ વધતું હોવાનું સામે આવ્યું છે.

ઓછો સૂર્યપ્રકાશ અનિંદ્રાનું કારણ

સંશોધકોના તારણમાં સામે આવ્યું કે સૂર્યપ્રકાશનો ઓછો સંપર્ક શહેરી લોકોની ઊંઘમાં અડચણ રૂપ બની શકે છે. ઉપરાંત અનિંદ્રા માટે વિટામિન-ડીની ખામી પણ જવાબદાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે વિટામિન-ડી તમામ લોકોમાં અનિંદ્રાનું કારણ હોતું નથી.

વિટામિન-ડીની ઉણપથી ઊંઘની સમસ્યા

નિષ્ણાંતો દ્વારા સ્લીપ ડિસઓર્ડર પર કરવામા આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડી મગજના એવા ભાગોમાં હોય છે જ્યાં ઊંઘને નિયંત્રિત કરવામાં આવે છે.આથી વિટામિન-ડીની ઉણપથી ઊંઘની સમસ્યા પેદા થઇ શકે છે. વધુમાં વિટામિન ડીની ખામી હાઈપરથાઈરોડિઝમ, મેટાબોલિક રેટમાં વધારો સહિતની બીમારી ઉભી કરી શકે છે. જે તમામ પરિબળો આડકતરી રીતે ઊંઘને અસર કરે છે.

વિટામિન ડી વાળો ખોરાક લેવો

અનિદ્રાની સમસ્યાને કેવી દૂર કરવા પૂરતો સૂર્યપ્રકાશ લેવો જોઈએ ઉપરાંત સૅલ્મોન, ટુના, મગફળી અને ડેરી ઉત્પાદનો તેમજ માછલીઓમાંથી ભરપૂર માત્રામાં વિટામિન ડી મળી શકે છે આથી તબીબોની સલાહ અનુસાર આવા ખોરાકને સ્થાન આપવું જોઈએ.

અનિદ્રાથી છુટકારો મેળવવા આટલું કરો

નિષ્ણાતોનું માનીએ તો ઊંઘની સમસ્યાથી છૂટકારો મેળવવા વિટામિન ડી ની ખામી દૂર કરવા તેમજ સુવાના ટાઈમ ટેબલમાં સુધારો કરવો જરૂરી છે. જેનાથી ઊંઘની સમસ્યામાંથી રાહત મળી રહે છે. વધુમાં શારીરિક પ્રવૃત્તિ અને શ્રમ વધારવો જોઈએ.તેમજ દિવસમાં ઊંઘવુ ન જોઈએ. કેફીન અને આલ્કોહોલના સેવનથી પણ બચવું જોઈએ.સૂતા પહેલા થોડા અંશે ભોજન કરવાથી પણ સારી એવી ઊંઘ આવી શકે છે. એટલું જ નહીં આહારમાં સ્વસ્થ અને પૌષ્ટિક વસ્તુને સ્થાન આપવાથી પણ અનિંદ્રાની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp