વીર્યનું રોજ બેકાર જવું પડી શકે છે ભારે, રાખો સાવધાની

દરેક પુરુષોની ઈચ્છા હોય છે કે એક ઉંમર પછી તેમની પણ ફેમિલી અને બાળકો હોય. પરંતુ ઘણી વખત કેટલાંક લોકોનું આ સપનું પૂરુ નથી થતું. ઘણી વખત પુરુષોએ પણ બાળકો પેદા કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમયની સાથે પુરુષોમાં બાળક પેદા ન કરવાની આ સમસ્યા વધારે વધી જાય છે. તેને જોઈને ભારત અને જર્મનીના ફર્ટલિટી એક્સપર્ટ્સની એક ટીમે સ્પર્મ ક્વોલિટી અને ઈજેક્યુલેશનની વચ્ચેના સંબંધ અંગે જાણવાની કોશિશ કરી છે. કસ્તૂરબા મેડિકલ કોલેજ, એમએએચઈ-મણિપાલ અને જર્મનીની યુનિવર્સિટી ઓફ મ્યુએન્સટરના રિસર્ચરે ઈજેક્યુલેશનની લેન્થ અને તેની સ્પર્મ પર પડનારી અસર વચ્ચેના સંબંધ અંગે જાણ્યું છે.

એક જુલાઈના રોજ એન્ડ્રોલોજીમાં આ સ્ટડીની જાણકારી આપવામાં આવી છે, જે અમેરિકન સોસાયટી ઓફ એન્ડ્રોલોજી અને યુરોપિયન એકેડમી ઓફ એન્ડ્રોલોજીનું ઓફિશિયલ જરનલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લાંબા સમય સુધી ઈજેક્યુલેશનથી દૂર રહેવાથી સીમનમાં સ્પર્મ કોશિકાઓની સંખ્યા વધી જાય છે પરંતુ ફર્ટિલિટી એક્સપર્ટ પ્રેગનન્સી પ્લાન કરી રહેલા લોકોને બે ઈજેક્યુલેશનની વચ્ચે 2-3 દિવસનો આદર્શ અંતર રાખવાની સલાહ આપે છે. જોકે એક્સપર્ટ્સનું કહેવું છે કે ઈન્ટરકોર્સની વચ્ચે ઘણો ઓછો સમય રાખવાથી પણ પ્રેગનન્સીની સંભાવના ઓછી થઈ જાય છે.

આ સ્ટડી માટે, 10 હજાર પુરુષોના બે ઈજેક્યુલેશનની વચ્ચે ગેપ અને સ્પર્મ ક્વોલિટીને આંકવામાં આવી હતી. તેના પરિણામમાં જોવામાં આવ્યું કે જો તમે પ્રેગનન્સી માટે કોશિશ કરી રહ્યા છો તો સ્પર્મની  સારી ક્વોલિટી માટે સરેરાશ ગુણવત્તાના સ્પર્મવાળા પુરુષોને બે ઈજેક્યુલેશન વચ્ચે બે દિવસનો ગેપ જરૂર રાખવો જોઈએ. જ્યારે બીજી તરફ જે લોકોની સ્પર્મ ક્વોલિટી વધારે ખરાબ છે, તેને વધારે સારી કરવા માટે બે ઈજેક્યુલેશનની વચ્ચે 6 થી 15 દિવસનો ગેપ રાખવો જોઈએ. કસ્તૂરબા મેડિકલ કોલેજના ક્લિનિકલ એમ્બ્રિયોલોજી વિભાગના એચઓડી અને પ્રોફેસરડૉ સતીશઅડિગાએ જર્મનીના સેન્ટર ઓફ રિપ્રોડક્ટીવ મેડિસિન એન્ડ એન્ડ્રોલોજી, મ્યૂએનસ્ટરના સહયોગથી મણિપાલમાં આ સ્ટડી દરમિયાન ટીમને લીડ કરી હતી.

મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશનના વાઈસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ ડૉ. વેંકટેશે કહ્યું, ઈન્ફર્ટીલિટીને ઘણી વખત મહિલાઓના મુદ્દાના રૂપમાં જોવામાં આવે છે. પરંતુ ભારતમાં એ જોવામાં આવ્યું છે કે ઈન્ફર્ટીલિટી માટે લગભગ 50 ટકા મેલ ફેક્ટર જ કારણ હોય છે. મોટાભાગના કેસોમાં આવું સ્પર્મની ખરાબ ક્વોલિટીના કારણે થાય છે. વેંકટેશે કહ્યું હતું કે અમારી આ નવી સ્ટડીમાં એ લોકોને મદદ મળશે જે બાળક પેદા કરવામાં વારંવાર અસફળ થઈ રહ્યા છે. આ સ્ટડી પર કોમેન્ટ કરતા કેએમસી મણિપાલના ડીન ડૉ. શરથ રાવે કહ્યું હતું કે પુરુષોમાં ઈન્ફર્ટીલિટીની સમસ્યા પર આજે પણ ખોલીને વાત કરવામાં આવતી નથી અને તેને ધ્યાન પર લેવામાં આવતું નથી.

આ જ કારણ છે કે ઘણી વખત તેની ખબર નથી પડતી અથવા તો તેનો ઈલાજ કરવામાં આવતો નથી. આ રિસર્ચના જે પરિણામ આવ્યા છે તેનાથી ખબર પડશે કે પુરુષોમાં ઈન્ફર્ટીલિટીની સમસ્યાને કંઈ રીતે દૂર કરી શકાશે. અમારા ઓબ્ઝર્વેશનથી ખબર પડી છે કે ઈજેક્યુલેશન લેન્થ સ્પર્મની ફર્ટીલિટીની ક્ષમતાને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક સફળ પ્રેગનન્સી માટે સીમનમાં હાજર સ્પર્મ કાઉન્ટ પૂરતા નથી. આવું એટલા માટે કારણ કે એક વાર જ્યારે સીમન વજાઈનામાં જાય છે, તો સ્પર્મને એગ તરફ જવું પડે છે, જેના માટે સ્પર્મની ગતિશીલતા સંરચના અને ડીએનએની ગુણવત્તા પણ ઘણી જરૂરી હોય છે.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.