એલન મસ્ક હવે માણસોના મગજમાં ચિપ લગાવશે, હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી ગઇ

PC: gearrice.com

દુનિયાના ધનિકોની યાદીમાં ટોચ પર રહેનારા એલન મસ્ક ટેસ્લા કાર હોય, સ્પેસની વાત હોય કે સોશિયલ મીડિયા Xની વાત હોય, કોઇકને કોઇક રીતે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વખતે મસ્ક પોતાના બ્રેન ઇમ્પ્લાન્ટ સ્ટાર્ટઅપ ન્યૂરા લિંકને કારણે ચર્ચામાં છે.

એલન મસ્કની કંપનીને પોતાના પહેલા માનવ પરિક્ષણ એટલે કે હ્યુમન ટ્રાયલ માટે દર્દીઓની ભરતી કરવા માટેની મંજૂરી અમેરિકાની Food and Drug Administration (FDA) તરફથી મળી ગઇ છે. આ પરિક્ષણ 6 વર્ષ સુધી ચાલશે.

એલન મસ્ક દુનિયાના એવો અબજોપતિ ધનિક છે તે અનેક બાબતોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. થોડા મહિનાઓ પહેલાં એલન મસ્કે માણસના મગજમાં ચિપ લગાવવાની વાત કહી હતી, પરંતુ તેમને આવું કરવાની મંજૂરી મળી નહોતી. પરંતુ હવે મસ્કની કંપનીને પહેલા હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે.

એલન મ્સકની ન્યૂરો ટેક્નોલોજી કંપનીએ તાજેતરમાં જાણકારી આપી હતી કે કંપની પેરાલિસિસના દર્દીઓ પર કેન્દ્રીત 6 વર્ષના અભ્યાસ માટે બ્રેન ચિપને ઇન્સ્ટોલ કરી શકે છે. એના માટે કંપનીને દર્દીઓની ભરતી કરવાની પરવાનગી મળી ગઇ છે.

મીડિયો અહેવાલો પરથી એ વાત જાણવા મળે છે કે બ્રેન ઇમ્પ્લાન્ટના ક્લિનિક્લ ટેસ્ટિંગમાં માત્ર એ જ દર્દીઓ સામેલ થઇ શકે છે જેઓ ગરદનની ઇજા અથવા એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ (ALS) ને કારણે લકવાગ્રસ્ત છે. આ અભ્યાસ દર્દીઓને તેમના વિચારો સાથે કોમ્પ્યુટર કર્સર અથવા કીબોર્ડને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે, જે ઇમ્પ્લાન્ટની સલામતી અને અસરકારકતાનું ચોક્કસ પરિક્ષણ થઇ શકશે.રિસચર્સ આવું કરવા માટે રોબોટનો ઉપયોગ કરશે , જે ગતિને કંટ્રોલ કરે છે.

આ સ્ટડીને પુરા થતા 6 વર્ષનો સમય લાગશે, જો કે હજુ સુધી એ વાત સામે નથી આવી કે આ રિસર્ચમાં કેટલાં લોકો હિસ્સો લેશે.કંપનીનું કહેવું છે કે અમારું લક્ષ્ય એ છે કે શરૂઆતમાં અમને ઓછામાં ઓછા 10 દર્દીઓના મગજમાં ચિપ લગાવવાની મંજૂરી મળે.

દુનિયાના ધનપતિ એલન મસ્કે વર્ષ 2016માં ન્યૂરાલિંકની શરૂઆત કરી હતી. જે એક ન્યૂરોટેક્નોલોજી કંપની છે. મસ્કની આ કંપની ઇમ્પ્લાન્ટેબલ બ્રેન- કમ્પ્યુટર ડેલવપ કરવા પર આધારિત છે. ન્યૂરાલિંગ હજુ પણ ડેવપમેન્ટના પ્રારંભિક તબક્કામાં જ છે. કંપની અત્યારે BCI પર કામ કરી છે, જેને માણસોમાં ઇમ્પ્લાન્ટ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp