સાંપ-વીંછી, જીવડાને જીવતો ખાનારો બિયર ગ્રિલ્સ સામાન્ય જીવન કેવું જીવે છે તે જાણો

PC: imdb.com

એક ખૂબ જ લોકપ્રિય શો ‘Man VS Wild’થી વિશ્વભરમાં ઓળખ બનાવવાવાળા બિયર ગ્રિલ્સને સૌ કોઇ જાણે જ છે. અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અક્ષય કુમાર, રણવીર સિંહ સહિત કેટલીક હોલીવુડની હસ્તીઓ પણ તેમના શોનો હિસ્સો બની ચૂકી છે. પોતાની એડવેન્ચરસ લાઇફસ્ટાઇલ માટે ફેમસ બિયર ગ્રિલ્સને શોમાં જીવતા કીડા-મંકોડા, વીછીં, સાપ અને કાચુ માંસ ખાતો બતાવવામાં આવે છે. બિયર ગ્રિલ્સે હાલમાં જ એક ઇન્ટર્વ્યૂ આપ્યો હતો અને તેમાં તેણે પોતના ડાયેટ અને વર્કઆઉટ વિશે કહ્યું હતું. જંગલોમાં શૂટિંગ કરતો અને આટલી ફિઝિકલ એક્ટિવિટી કરતો બિયર ગ્રિલ્સ સામાન્ય દિવસોમાં કેવી ડાયેટ લે છે અને તે કેવી રીતે વર્કઆઉટ કરે છે તે વિશે જાણો.

બિયર ગ્રિલ્સનું ખરું નામ એડવર્ડ માઇકલ ગ્રિલ્સ છે અને તેનો જન્મ 7મી જૂન 1974ના રોજ લંડનમાં થયો હતો. તે અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ અને અમેરિકલ ભાષા જાણે છે. બાળપણથી જ બિયર ગ્રિલ્સે સ્કાયડાઇવિંગ શીખી લીધુ હતું અને કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસલ કરી લીધો હતો. બિયર ગ્રિલ્સે ત્રણ વર્ષો સુધી બ્રિટિશ આર્મીમાં સેવા આપી છે. વર્ષ 2004માં તેને રોયલ નેવી રિઝર્વમાં લેફ્ટેનન્ટ કમાંડ રેન્કથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

બિયર ગ્રિલ્સે 1998માં 23 વર્ષની ઉંમરમાં એવરેસ્ટ ચડવાનું સપનું પૂરું કર્યું હતું. તેના 18 મહિના બાદ બિયર ગ્રિલ્સની પેરાશૂટ ગ્લાઇડિંગ દરમિયાન કરોડરજ્જૂ તૂટી ગઇ હતી પણ તેણે પોતાની હિંમતથી ફરી પોતાને ફિટ કરી દીધો હતો. તેણે અત્યાર સુધી ઘણા ટીવી શો કર્યા છે. તેમાં 2005માં આવેલો ‘Escape to the Legion’, Man VS Wild, 2010માં વર્સ્ટ કેસ સિનારિયો, 2011માં બિયર વાઇલ્ડ વિકેન્ડ, 2013માં ગેટ આઉટ અલાઇવ, એસ્કેપ ફ્રોમ હેલ, રનિંગ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ, મિશન સર્વાઇવર, બિયર ગ્રિલ્સ સર્વાઇવલ સ્કૂલ, સર્વાઇવર ગેમ્સનું નામ શામેલ છે.

બિયર ગ્રિલ્સ અનુસાર, તે પહેલા વીગન ડાયેટ ફોલો કરતો હતો, પણ હવે તે કદી શાકભાજી નથી ખાતો અને હંમેશા નોનવેજ જ ખાય છે. જ્યારથી તેણે નોનવેજ ખાવાનું શરૂ કર્યું ત્યારથી તે શાકભાજીનો વિરોધ કરે છે અને તેણે ઇન્ટર્વ્યૂ દરમિયાન દાવો કર્યો હતો કે, કાચા શાકભાજી શરીર માટે સારા નથી.

બિયર ગ્રિલ્સે ઇન્ટર્વ્યૂ દરમિયાન કહ્યું કે, મેં વીગન ડાયેટ બાદ નોનવેજ ડાયેટ લેવાનું શરૂ કર્યું હતું. હું પોતાની ડાયેટમાં રેડ મીટ, ડેરી પ્રોડક્ટ અને ફળોનું સેવ કરું છું. હું ડ્રાયફ્રૂટ્સ, અનાજ, ઘઉં અને શાકભાજી ખાવાનો વિરોધ કરુ છું. હું લંચમાં નોનવેજ, ઇંડા, ડેરી પ્રોડક્ટ, બટર અને ફળ ખાઉં છું. તે સિવાય દર બીજા દિવસે હું લિવર મીટ ખાઉં છું. સપ્તાહમાં એક કે બે વખત પીત્ઝા કે તળેલી વસ્તુ ખાઉં છું. કાચુ લિવર અને કાચુ હાર્ટ પણ ખાધુ છે. આ ખાવાનું મારા માટે મુશ્કેલ નથી પણ સારું પણ નથી. હવે હું કાચુ માંસ નથી ખાતો અને રાંધેલું જ ખાઉં છું.

બિયર ગ્રિલ્સે આગળ કહ્યું કે, ‘જ્યારે મને કોવિડ-19 થયો હતો ત્યારે જ હું જ્યુસ અને શાકભાજી ખાતો હતો. આમ કરવાથી મારી કિડનીમાં દુખાવો થવા લાગ્યો હતો. કિડનીમાં દુખાવો ત્યારે થાય છે કે જ્યારે તમે યુરિનને રોકો છો કે કિડની સ્ટોનની સમસ્યા હાય ત્યારે. આ બન્ને સમસ્યાઓ ડિહાઇડ્રેશન કે અધિક સોડિયમ વાળો ખોરાક લેવાથી થાય છે. મારું માનવું છે કે, શાકભાજી મનુષ્ચના શરીર માટે સારા નથી હોતા.’

 
 
 
View this post on Instagram

A post shared by Bear Grylls OBE (@beargrylls)

48 વર્ષના બિયર ગ્રિલ્સે ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે, તે રોજ એક્સરસાઇઝ કરે છે. તે રનિંગને વધુ મહત્વ નથી આપતો. કાર્ડિયોના રૂપમાં તે ટેનિસ રમે છે અને સપ્તાહમાં ત્રણ દિવસ 30-40 મિનિટ વેટ ટ્રેઇનિંગ કરે છે. સપ્તાહમાં એક વખત 15 મિનિટ માટે યોગ કરે છે. જે દિવસે વેટ ટ્રેઇનિંગ નથી કરતો તે દિવસે 500 મીટર રનિગ કરે છે. તે 25 પુલઅપ્સ, 50 પ્રેસઅપ, 75 સ્કોટ્સ અને 100 સિટઅપ કરે છે.

બિયર ગ્રિલ્સ કહે છે કે, હું રનિંગ વાઇલ્ડ શો દરમિયાન હંમેશા થાકી જાઉં છું. કારણ કે, જંગલોમાં ફરવું, પીઠ પર વજન લેવુ પડે છે. આ વર્કઆઉટ્સમાં મારા હાડકા અને માંસપેશીઓ મજબૂત રહે છે અને ફ્લેક્સિબિલિટી પણ બની રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp