મસૂરીથી લઇને નૈનીતાલ અને શિમલા સુધી નવા વર્ષની ઉજવણી, પગ મૂકવાની નથી જગ્યા
નવા વર્ષ પહેલા પહાડી વિસ્તારોમાં ભીડ વધી ગઇ છે. લોકો નવા વર્ષ 2023નું સ્વાગત કરવા માટે પહાડી વિસ્તારોમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડના મસૂરીથી લઇને નૈનીતાલ અને હિમાચલના શિમલાથી લઇને મનાલી સુધી પર્યટકોથી ફુલ થઇ ગયા છે. ભીડ વધવાના કારણે આ વિસ્તારોમાં લોકોએ ટ્રાફિકની સમસ્યાથી પણ લોકો હેરાન થઇ રહ્યા છે. હિમાચલના મનાલીથી અમુક ફોટો વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં કારોની લાંબી લાઇન નજરે પડી રહી છે.
આટલી મોટી સંખ્યામાં લોકોના પહાડી વિસ્તારોમાં પહોંચ્યા પહેલા જ ટ્રાફિક વધી ગયું છે, પણ દુકાનદારોના ચહેરા પર મુસ્કાન છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં નવા વર્ષનું જશ્ન મનાવવા માટે દેશભરથી મોટી સંખ્યામાં પર્યટકો પહોંચી રહ્યા છે. જેના પર એક સ્થાનિક દુકાનદારે કહ્યું કે, મનાલીમાં 23-24 ડિસેમ્બરથી ભીડ વધી ગઇ હતી જેનાથી કારોબારમાં વધારો થયો છે. નવા વર્ષ પર સારો કારોબાર થતો હતો, પણ આ વખતે વધુ સારો કારોબાર થશે.
Himachal Pradesh | Massive traffic jam in Manali as people throng to hilly areas to celebrate #NewYear2023 pic.twitter.com/D9J3mPo0f7
— ANI (@ANI) December 31, 2022
પર્યટકો મનાલી તરફ વધારે જાય છે અને મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે. પર્યટન વિકાસ નિગમ મેનેજર બી. એસ. ઓક્ટાએ કહ્યું કે, હોટલ પણ પાછલા 4-5 દિવસથી ભરાયેલા છે. જ્યાં સુધી 31મી ડિસેમ્બરનો સવાલ છે, તો ક્લબ હાઉસ વગેરે જગ્યાઓ પર લોકો માટે ખાસ પ્રબંધ કરવામાં આવે છે. આ વખતે પર્યટકોની સંખ્યા વધી છે.
हिमाचल प्रदेश: कुल्लू-मनाली में नए साल का जश्न मनाने के लिए देशभर से बड़ी संख्या में पर्यटक पहुंच रहे हैं।
— ANI_HindiNews (@AHindinews) December 31, 2022
एक स्थानीय दुकानदार ने बताया,"मनाली में 23-24 दिसंबर से ही भीड़ भड़ गई है जिससे कारोबार में बढ़ोतरी हुई है।नए साल पर अच्छा कारोबार होता था लेकिन इस बार और अच्छा हो रहा है।" pic.twitter.com/zNjrX8WJdw
નવા વર્ષનું જશ્ન ઉજવવા માટે મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા જેના કારણે ટ્રાફિક જામ જેવા મળી રહ્યો છે. લોકો ટ્રાફિક જામની વચ્ચે ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. મનાલી ફરવા આવેલા એક પર્યટકે કહ્યું કે, અમે સવારથી અહીં છીએ અને અહીંથી આગળ ધીમે ધીમે વધી રહ્યા છીએ. અહીં લોકો ખૂબ જ પરેશાન થઇ રહ્યા છે. અમે અપીલ કરીશું કે, આ જામને જલ્દીથી જ ખોલી શકીએ. અમે અહીં પોતાના મિત્રો સાથે આવ્યા છીએ. જો મનાલી ન પહોંચી શકીએ તો બીજે ક્યાંય જઇશું.
Tourists throng Uttarakhand's Nainital for new year celebrations pic.twitter.com/RYEWMF7vHW
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 31, 2022
ઉત્તરાખંડના વિસ્તારોમાં પણ લોકો મોટી સંખ્યામાં નવા વર્ષનો જશ્ન ઉજવવા માટે પહોંચી રહ્યા છે. એવામાં પોલીસે પણ ખાસ તૈયારીઓ કરી છે. પોલીસે પર્યટકોને ખાસ કહ્યું છે કે, જેની પહેલાથી હોટલ બુક છે તેઓ જ મસૂરી, નૈનિતાલ જાઓ. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે, અમે દેહરાદૂન, મસૂરી, નૈનીતાલ, હલદ્વાની, રામનગર અને ઋષિકેશને લઇને ખાસ તૈયારીઓ કરી છે. અમે બે ત્રણ ગણી વધારે ડ્યૂટી લગાવી છે.
અમારા બધા અધિકારીઓ સડક પર છે. જો પર્યટકો મસુરી અને નૈનીતાલ જઇ રહ્યા છો તો હોટલ બુક હોય તો જ જજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp