મેં તારી કિંમતી ચીજ છીનવી લીધી છે,પ્રેમિકાએ પ્રેમીના 11 વર્ષના પુત્રની હત્યા કરી

PC: ANI

દિલ્હીમાં 11 વર્ષના દિવ્યાંશ ઉર્ફે બિટ્ટુ મર્ડર કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. માસૂમ બાળકની હત્યા કરનાર પૂજાએ દિવ્યાંશના પિતા એટલે કે તેણીના બોયફ્રેન્ડને હત્યા કર્યા પછી ફોન કરીને કહ્યું હતું કે,મેં તારી સૌથી કિંમતી છીનવી લીધી છે.પરણિત હોવા છતા અન્ય મહિલા સાથેના અર્ફેસમાં પિતાના પાપે માસૂમ પુત્રએ જીવ ગુમાવવાની નોબત આવી.

નવી દિલ્હીના ઇન્દ્રપુરીમાં રહેતા જીતેન્દ્રના પુત્ર દિવ્યાંશની 10 ઓગસ્ટે હત્યા થઇ હતી.આ ઘટનામાં 300 CCTV તપાસ્યા પછી અને 3 દિવસની સખત મહેનત પછી હત્યારી પૂજા પોલીસ પકડમાં આવી ગઇ છે. પૂજાએ જ દિવ્યાંશની હત્યા કરીને ઘરમાં તેનો મૃતદેહ છુપાવી દીધો હતો.

પોલીસની પુછપરછમાં પૂજાએ કહ્યું હતું કે બોયફ્રેન્ડે દગો આપતા તેને પાઠ ભણાવવા માટે તેના પુત્રની હત્યા કરી નાંખી હતી અને પછી દિવ્યાંશના પિતા અને પોતાના બોયફ્રેન્ડને ફોન કરીને કીધું હતું કે,મેં તારી સૌથી કિંમતી ચીજ છીનવી લીધી છે.

પૂજાએ પોલીસને કહ્યું કે મૃતક દિવ્યાંશના પિતા જીતેન્દ્ર સાથે તે વર્ષ 2019થી રિલેશનશીપમાં હતી. જીતેન્દ્રએ પોતાની પત્ની સાથે છુટાછેડા લીધા પછી મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.પરંતુ વર્ષ 2022માં જીતેન્દ્ર મને છોડીને ફરી તેની પત્ની અને બાળક સાથે રહેવા માંડ્યો હતો.

પૂજાએ પોલીસ સમક્ષ દાવો કર્યો છે કે જીતેન્દ્ર સાથે તેણીએ 17 ઓકટોબર, 2019ના દિવસે આર્ય સમાજના એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા,પરંતુ કોર્ટ મેરેજ સંભવ નહોતા, કારણકે જીતેન્દ્રએ પત્નીને છુટાછેડા નહોતા આપ્યા.પૂજાએ આગળ કહ્યું હતું કે જીતેન્દ્રએ વચન આપેલું કે પત્ની સાથે છુટાછેડા લીધા બાદ કોર્ટ મેરેજ કરી લઇશું.

પોલીસે કહ્યું કે, જીતેન્દ્ર અને પૂજા એક ભાડાના મકાનમાં સાથે રહેતા અને તેમની વચ્ચે અવાર નવાર લગ્ન બાબતે ઝગડા થતા રહેતા હતા.જ્યારે જીતેન્દ્ર તેની પત્ની અને બાળક દિવ્યાંશ સાથે ફરી રહેવા ચાલ્યો ગયો ત્યારે પૂજા જીતેન્દ્રથી નારાજ થઇ હતી અને તેને પાઠ ભણાવવા માંગતી હતી. પૂજાનું માનવું હતું કે, 11 વર્ષના દિવ્યાંશના મોહને કારણે જીતેન્દ્ર લગ્ન કરવાનો ઇન્કાર કરી રહ્યો છે. પૂજા એવું માનતી થઇ ગઇ હતી કે જીતેન્દ્ર અને તેની વચ્ચે દિવ્યાંશ એક કાંટો છે.

પૂજાએ 10 ઓગસ્ટે એક કોમન ફ્રેન્ડ પાસેથી જીતેન્દ્રના ઘરનું સરનામું મેળવ્યું હતું અને પછી જીતેન્દ્રના ઘરે પહોંચી ગઇ હતી.પુજા બોયફ્રેન્ડના ઘરે ગઇ તો ઘરનો  દરવાજો ખુલ્લો હતો અને દિવ્યાંશ બેડ પર સુતો હતો. ઘરમાં કોઇ હાજર નહોતું. આ તકનો લાભ લઇને પૂજાએ દિવ્યાંશનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને એ જ બેડમાં લાશ છુપાવીને ફરાર થઇ ગઇ હતી.

પોલીસે CCTV કેમેરા ફૂટેજની મદદથી પૂજાની ઓળખ કરી હતી. તે પછી, પૂજાને ટ્રેસ કરવા માટે, નજફગઢ-નાગલોઈ રોડ પરના રણહોલા, નિહાલ વિહાર અને રિશાલ ગાર્ડન વિસ્તારના લગભગ 300 CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.ત્યારબાદ 3 દિવસની મહેનત બાદ આરોપી પૂજાને બકરવાલા વિસ્તારમાંથી પકડી લેવામાં આવી હતી. ધરપકડ બાદ પૂજાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp