'હું બોયફ્રેન્ડ સાથે રહીને કંટાળી ગઈ હતી', છોકરીએ 54 વર્ષના આધેડ સાથે કર્યા લગ્ન

PC: aajtak.in

અમાન્ડા કેનન નામની મહિલાએ છેલ્લી ક્ષણે તેના બોયફ્રેન્ડ સાથેના લગ્ન તોડી નાખ્યા હતા. ફક્ત એટલા માટે કે, તેને લાગ્યું કે તે તેના પ્રેમી સાથે રહી શકશે નહીં. આ પછી તેણે પોતાનાથી 24 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા. હવે બંનેના પ્રથમ સંતાનનો જન્મ થવાનો છે. આ મામલો અમેરિકાના નોર્થ કેરોલિનાનો છે. 30 વર્ષીય અમાન્ડા તેના લગ્ન તૂટ્યા બાદ થોડો સમય સિંગલ રહી હતી. પછી તેને 54 વર્ષીય રેડિયો DJ Ace સાથે પ્રથમ નજરમાં પ્રેમ થઈ ગયો.

Aceએ તેની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા હતા અને તેણે ફરીથી ક્યારેય લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ પછી તેને અમાન્ડા મળી. Ace કહે છે, 'મારું પહેલું બાળક હતું ત્યારે હું 30 વર્ષનો હતો અને જ્યારે આ બાળકનો જન્મ થશે ત્યારે હું 55 વર્ષની થઈશ.'

અમાન્ડાએ એપ્રિલ 2017માં તેના લગ્ન તોડી નાખ્યા, જેનાથી તે કોલેજકાળથી પ્રેમમાં હતી. તે થોડો સમય સિંગલ રહી. આ પાછળનું કારણ જણાવતાં તેણે કહ્યું, 'હું મારા જૂના સંબંધોમાં ખોવાઈ ગયેલી અને થાકેલી અનુભવતી હતી. મેં લગ્ન તોડી નાખ્યા, કારણ કે મને અંદરથી એવો અહેસાસ થવા લાગ્યો કે મારે તે કરવું પડશે.'

અમાન્ડા કહે છે કે તે સામેથી Ace પાસે ગઈ હતી. તે કહે છે, 'પ્રેમ એટલે પ્રેમ, તમે તમારાથી મોટી કે નાની વ્યક્તિને પ્રેમ કરી શકો છો. કદાચ આપણા આત્માઓ જુદા સમયે મળ્યા છે. હું જાણતી હતી કે તે કોણ છે અને હું તેની પાસે ગઈ અને મારા વિશે કહ્યું.'

Ace સાથેની મુલાકાતનું વર્ણન કરતાં તેણે વધુમાં કહ્યું કે, 'અમે નંબરોની આપ-લે કરી અને અમે તરત જ એકબીજા પ્રત્યે આકર્ષાયા.' જ્યારે Ace કહે છે, 'મારા છૂટાછેડા થયા હતા ત્યારે જ હું ઘરે એકલો જ રહેતો હતો. હું તે સમયે ફિશ ટાકોજ ખાવા બેઠો હતો, પછી તે આવી અને પોતાનો પરિચય આપવા લાગી. હું ખરેખર તેની સુંદરતાથી તરત જ આકર્ષિત થઈ ગયો હતો, પરંતુ મને ખબર હતી કે અમારી વચ્ચે ઉંમરમાં ખાસ્સું એવું અંતર છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, આવી સુંદર છોકરી મારામાં રસ લેશે.' અહીંથી જ બંને રિલેશનશિપમાં આવ્યા.

અમાન્ડા કહે છે કે, યુવાન છોકરાઓ અપરિપક્વ હોય છે અને છોકરીઓને છોડી દે છે. જ્યારે Ace 54 વર્ષનો છે અને લોકો ક્યારેક તેમને પિતા અને પુત્રી તરીકે સમજી લઇ છે. બંનેને ઘણીવાર ઓનલાઈન દુનિયામાં પણ લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો છે.

મીટિંગ પછી, Aceએ ન્યૂયોર્કમાં એક રેસ્ટોરન્ટની બહાર અમાન્ડાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. બંનેએ તેમના નજીકના સંબંધીઓ વચ્ચે જમૈકામાં લગ્ન કર્યા હતા. અમાન્ડા કહે છે, 'મને બિલકુલ લાગ્યું ન હતું કે મેં ખોટો નિર્ણય લીધો છે. મને લાગ્યું કે તે સાચું છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp