મારા પરિવાર સુધી પહોંચશો તો કોઇને નહીં છોડું, યુવરાજ સિંહ રડી પડ્યા

PC: divyabhaskar.co.in

ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને રાજ્યના પૂર્વ મંત્રીઓના નામ લીધા વગર આરોપો મુક્યા છે. જાડેજાએ કહ્યુ કે, મારા વિરુદ્ધ કાવતરાં કરવામાં આવી રહ્યા છે, મને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જાડેજાએ કહ્યું કે, મારા સુધી બધુ ઠીક છે, પરંતુ જો મારા પરિવાર સુધી પહોંચશો તો કોઇને છોડીશ નહી. વિદ્યાર્થી નેતા Liveમાં રડી પડ્યા હતા.

ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી સરકારી પરીક્ષાઓ માટે હમેંશા વિદ્યાર્થીઓ માટે લડત આપતા અને ભરતી કૌભાંડો ઉજાગર કરતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ સોશિયલ મીડિયા લાઇવમાં પોતાની વ્યથા વ્યકત કરી છે. જાડેજાએ કહ્યું કે મેં ઘણી લખત પોલીસ સુરક્ષાની માગંણી કરી છે, પરંતુ મને હજુ સુધી પ્રોટેકશન આપવામાં આવતું નથી.

યુવરાજ સિંહ જાડેજાએ વીડિયોમાં કેટલાંક ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓ પર પણ આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યુ કે,  મને ખબર છે કે તમારું મંત્રી પદ મારા કારણે ગયું છે. પરંતુ તમે ખોટા ધંધા કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી છે અને લોકોના હાય લીધી છે એટલે તમારું મંત્રી પદ ગયું છે. તમે ઘણી હાથચાલાકી કરી છે, તમે રાજ્ય સાથે બેઇનામી કરી છે એટલે તમારે મંત્રી પદ ગુમાવવું પડ્યું છે.

હવે મને ફસાવવા માટે શામ-દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. જાડેજાએ કહ્યું કે મને ઘણી વખત લોભ લાલચ, પ્રલોભનો પણ આપવામાં આવ્યા છે, પરંતુ એ મને હલાવી શકે નહી.યુવરાજ સિંહે કહ્યું કે આવનારા દિવસોમાં એક એકને નામ જોગ હું ખુલ્લા પાડીશ. જે મને મળવા આવ્યા તે બધાને ખુલ્લા પાડીશ.

જાડેજાએ કહ્યું કે મેં તો માત્ર સીસ્ટમમાં જે સડો છે તે દુર કરવાનું કામ કર્યું છે, સરકારનું કશું બગાડ્યું નથી, પરંતુ હું લડતો રહીશ કારણ કે રાજકારણમાં આવવાની મારી કોઇ ઇચ્છા નથી.

વિદ્યાર્થી નેતાએ હુંકાર કરતા કહ્યું હતું કે, પાછલા બારણે લાભ લેતા અધિકારીઓ હોય કે નેતાઓ હોય હું બધાને ખુલ્લા પાડીશ. હું કોઇને નડીશ નહી, પરંતુ મને નડશો તો છોડીશ નહી. હું બધા કાવાદાવા બહાર પાડીશ,તમારામાં તાકાત હોય તો મને રોકી બતાવજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp