- Lifestyle
- આ ભારતીય વ્હિસ્કીએ જીત્યો 'વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ'નો એવોર્ડ
આ ભારતીય વ્હિસ્કીએ જીત્યો 'વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ'નો એવોર્ડ
ભારતમાં નિર્મિત વ્હિસ્કી, ઇન્દ્રી દિવાળી કલેક્ટર સીઝન 2023એ હાલમાં જ વર્ષ 2023 વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ્સમાં ‘બેસ્ટ ઇન શૉ, ડબલ ગોલ્ડ’નો એવોર્ડ જીત્યો. દુનિયામાં સૌથી મોટી વ્હિસ્કી ચાખવાની પ્રતિયોગીતામાંથી એક વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ્સ દર વર્ષે દુનિયભરથી વ્હિસ્કીની 100 કરતા વધુ બ્રાન્ડનું મૂલ્યાંકન કરે છે. ભારતીય સિંગલ માલ્ટને સ્કોચ, બોરબોન, કેનેડિયન, ઓસ્ટ્રેલિયન અને બ્રિટિશ સિંગલ માલ્ટ સહિત સેકડો ઇન્ટરનેશનલ બ્રાન્ડને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો છે.

વર્ષ 2021માં લોન્ચ કરવામાં આવેલી, હરિયાણામાં પિકાડિલી ડિસ્ટિલરિઝની ઘરેલુ બ્રાન્ડ ઈન્દ્રીયે ભારતના પહેલા ત્રિપલ બેરલ સિંગલ માલ્ટ સાથે પોતાની યાત્રા શરૂ કરી, જેને ઇન્દ્રી-ટ્રીનીના નામથી ઓળખવામાં આવે છે. ઈન્દ્રીયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આ ઉપલબ્ધિને શેર કરતા લખ્યું કે, સ્મોકી વ્હીસ્પર્સથી સ્વાદોની સિમ્ફની સુધી, આ એક ઉત્કૃષ્ટ કૃતિ છે જે હવે વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ 2023માં બેસ્ટ ઇન શૉ, ડબલ ગોલ્ડ પુરસ્કાર સાથે માન્યતાના શિખર પર પહોંચી ગઈ છે.
આ યુનિક વ્હિસ્કી નોર્થ ઈન્ડિયાના સબ ટ્રોપિકલ જળવાયુમાં પીએક્સ શેરી પીપોંમાં મેચ્યોરિટીની પર્યાપ્ત અવધિથી પસાર થાય છે અને ધુમાડા, કેન્ડિડ સૂકા ફળ, ટોસ્ટેડ નટ્સ, માઇક્રો મસાલા, ઓક અને બીટરસ્વીટ ચોકલેટના નોટ્સ પ્રદાન કરે છે. ઇન્દ્રી-ટ્રીની પહેલાથી જ ભારતના 19 રાજ્યો અને 17 અન્ય દેશોમાં ઉપલબ્ધ છે અને નવેમ્બરથી અમેરિકા અને યુરોપી દેશોમાં ઉપલબ્ધ થશે. દેશમાં વ્હિસ્કી પ્રેમી પણ આ મોટી જીતનું સેલિબ્રેશન મનાવી રહ્યા છે.
Indian whiskey, the 'Indri' is awarded as the best whisky in the world at the 2023 Whiskies of the World Awards. pic.twitter.com/2TzTJTF5nZ
— Indian Tech & Infra (@IndianTechGuide) October 1, 2023
મીડિયા રિપોર્ટ્સ મુજબ મહારાષ્ટ્રમાં આ વ્હિસ્કીની કિંમત 5,100 રૂપિયા છે અને હરિયાણા, ગોવા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બેંગ્લોર જેવા કેટલાક અન્ય રાજ્યોમાં એ ખૂબ સસ્તી મળે છે. આ શહેરોમાં તેની કિંમત 3100 રૂપિયા છે.
ઇન્દ્રી સિવાય કેટલીક ભારતમાં ટોપ વ્હિસ્કી બ્રાન્ડ:
રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગ, મેકડૉવેલ્સ પ્લેટિનમ, બેગપાઈપર ડિલક્સ, પીટર સ્કૉચ, બ્લેન્ડર પ્રાઈડ, સિગ્નેચર, સોલન.

