26th January selfie contest

મુસ્લિમમાંથી હિંદુ બનેલી કાશ્મીરી યુવતીને જ્યારે પ્રેમીએ ના પાડી તો ઝેર ખાઇ ગઇ

PC: bhaskar.com

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર જિલ્લામાં આવેલા ગુલબર્ગમાં રહેતી 28 વર્ષની એક યુવતી બિહારના યુવક સાથે પ્રેમમાં પડી હતી. લગ્ન પણ કરી લીધેલા, પરંતુ પ્રેમી તેણીને છોડીને બિહાર આવી ગયો અને પછી ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. અકળાયેલી યુવતી શ્રીનગરથી2,000 કિ.મી બિહારના બેગૂસરાય ખાતે પહોંચી હતી, પરંતુ પ્રેમીએ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા યુવતીએ ઝેર ઘોળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી અત્યારે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. પ્રેમીના કહેવાથી યુવતી મુસ્લિમમાંથી હિંદુ બની ગઇ હતી.

કાશ્મીરની સમેરા હનીફને બિહારના બેગૂસરાયમાં રહેતા લાલૂ કુમાર સાથે કાશ્મીરમાં પ્રેમ થયો હતો. લાલૂના કહેવાથી સમેરાએ પોતાનો ધર્મ બદલીને હિંદુ ધર્મ અપનાવ્યો હતો અને નામ બદલીને અંજલિ કરી દીધું હતું. 19 મે 2022ના દિવસે સમેરા અને લાલૂએ શ્રીનગરની કોર્ટમાં લગ્ન કર્યા હતા.

કોર્ટમાં લગ્ન કર્યા પછી સમેરા અને લાલૂ 7 મહિના સુધી કાશ્મીરમા જ રહ્યા હતા. અચાનક એક દિવસ લાલૂ સમેરાને છોડીને બેગૂસરાય આવી ગયો હતો. એ પછી લાલૂએ સમેરાનો ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો હતો. શનિવારે સમેરા કાશ્મીરથી 2000 કિ.મી દુર બેગુસરાય પહોંચી હતી, પરંતુ લાલૂએ તેને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. લાલૂના પરિવારે સમેરા સાથે મારપીટ પણ કરી હતી. અકળાયેલી સમેરાએ ઝેર પી લીધું હતું, તેને હોસ્પિલમાં દાખલ કરવામાં આવી છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બેગૂસરાયના સહરી ગામમાં રહેતા શંભુ સિંહનો પુત્ર લાલૂ કુમાર કામ મેળવવા માટે શ્રીનગર ગયો હતો. ત્યાં લાલૂની સમેરા સાથે મુલાકાત થઇ હતી અને તે પછી દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. લાલૂના કહેવાથી સમેરાએ પોતાના મુસ્લિમ ધર્મ બદલીને હિંદુ ધર્મ અપનાવ્યો હતો અને નામ અંજલી સિંહ રાખી લીધું હતું.

અંજલીએ ઝેર પીતા પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, લાલૂના પ્રેમમાં સમેર હનીફમાંથી અંજલી સિંહ બની ગઇ હતી. લગ્નના 7 મહિના સુધી તો બધું ઠીક ઠાક જ હતું, પરંતુ લાલૂ એક દિવસ કાશ્મીરથી બેગૂસરાય આવી ગયો હતો. શરૂઆતમાં તો થોડા દિવસ લાલૂ ફોન પર વાત પણ કરતો હતો. એ પછી લાલૂએ ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. લાલૂએ અંજલીને કહ્યું હતું કે,મારા પરિવારના લોકો તને રાખવા માટે તૈયાર નથી.

REL

અંજલીએ કહ્યું હતું કે હું જીવીશ પણ લાલૂ સાથે જ અને મરીશ પણ તેની સાથે જ. મારે લાલૂ સાથે જ રહેવું છે. પણ લાલૂના પરિવારના વહેવારને કારણે અંજલી ઝેર ઘોળી ગઇ હતી અને નજીકના લોકો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. અત્યારે અંજલી જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp