હાઇકોર્ટનો ચુકાદો- 5 વર્ષ સુધી સંમતિથી સેક્સ માણ્યું હોય તો અને લગ્ન ન થાય તો...

બળાત્કારના એક કેસની સુનાવણી વખતે કર્ણાટક હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો છે. હાઇકોર્ટે કહ્યુ કે 5 વર્ષ સુધી જો બંને પક્ષની સંમતિથી સેક્સ માણવામાં આવ્યું હોય અને એ પછી લગ્ન ન થઇ શક્યા હોય તો તેને બળાત્કાર માનવામાં નહી આવે.

બાર એન્ડ બેંચમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, કર્ણાટક કોર્ટમાં મલ્લિકાજૂર્ન દેસાઇ ગૌદરv/s મહારાષ્ટ્ર રાજ્યનો એક કેસ હતો. આ કેસ જાતિગત સમીકરણ સાથે જોડાયેલો છે. 35 વર્ષના મલ્લિકાજૂર્ન દેસાઇ અને ફરિયાદ કરનાર મહિલા રિલેશનમાં હતા અને 5 વર્ષના સમયગાળામાં બંનેએ એકબીજાની સંમતિથી અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. લગ્નની વાત આવી ત્યારે જાતિને કારણે લગ્ન થઇ શક્યા નહોતા.

મલ્લિકાજૂર્ન સાથે સંબંધ રાખનાર મહિલાએ કોર્ટમાં બળાત્કારનો કેસ કરી દીધો હતો. મહિલાએ કહ્યું કે લગ્નનું વચન આપ્યું હતું, એટલે મલ્લિકાજૂર્ન સાથેશારીરિક સંબધો બાંધ્યા હતા.

કેસની સુનાવણી વખતે એ વાત સામે આવી કે મલ્લિકાજૂર્ને મહિલા સાથે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો, બંને પક્ષોના પરિવારો એકબીજાને ઓળખતા હતા. વાત લગ્ન સુધી પહોંચી હતી, પરંતુ સફળ થઇ શકી નહોતી.લગ્ન માટે બંને પરિવાર વચ્ચે સહમતિ નહીં સધાતા પરિવારો વચ્ચે ખટરાગ ઉભો થયો હતો.

કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ નાગપ્રસન્નાએ કહ્યું કે, સંબંધો સહમતિથી બન્યા હતા અને શારીરિક સંબંધો બાંધવા માટે  કોઇ જબરદસ્તી કરવામાં નહોતી આવી, એટલે મહિલા દ્રારા પુરુષની સામે દાખલ કરવામાં આવેલા બળાત્કારના કેસને કોર્ટે રદ કરી દીધો હતો.

જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે IPCની કલમ 375 હેઠળ મહિલાની સંમતિ વિના જાતીય સંભોગને 'બળાત્કાર' ગણવામાં આવે છે અને કલમ 376માં બળાત્કાર માટે સજાની જોગવાઈ છે. પીડિતાનો આરોપ છે કે અરજદારે લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં લગ્નનું વચન આપીને ફરી ગયો હતો. કોર્ટે કહ્યું કે આટલા લાંબા સમય સુધી સંબંધ હોવાના કારણે અને આ દરમિયાન બંને વચ્ચેના સંબંધને 375 અને 376 હેઠળ ગુનો ગણી શકાય નહીં.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, આ કેસમાં શારીરિક સંબંધો માટે સંમતિ એક, બે કે ત્રણ દિવસ કે મહિનાઓ માટે નહોતી, પરંતુ  પાંચ વર્ષ સુધી શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. જેમ કે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે બંને પ્રેમમાં હતા અને 5 વર્ષ સાથે રહ્યા હતા. જો આ સંમતિથી છે  તો બળાત્કારનો આરોપ લગાવી શકાય નહીં. આ ટીપ્પણીઓની સાથે બેંચે ફરિયાદ અને મલ્લિકાજૂર્ન સામે શરુ થયેલી કાર્યવાહીને રદ કરી દીધી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.