ભારતના આ રાજ્યોમાં થાય છે સૌથી વધારે ડિવોર્સ!

પાછલા એક દશકામાં ભારતમાં ડિવોર્સના કેસો ઝડપથી વધ્યા છે. સામાન્ય રીતે કોર્ટમાં ડિવોર્સના કેસો જતા હોય છે. જેની પાછળ ખાસ કારણ અને આધાર હોય છે. ભારતમાં સતત વધતા ડિવોર્સના કેસો ખરેખર ચિંતાનો વિષય છે. ભારતના આ રાજ્યોમાં સૌથી વધારે ડિવોર્સ કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધારે ડિવોર્સ થાય છે. મહારાષ્ટ્રનો ડિવોર્સ રેટ 18.7 ટકા છે. જે ભારતના દરેક રાજ્યોની તુલનામાં સૌથી વધારે છે.

આ લિસ્ટમાં બીજા નંબર પર કર્ણાટક આવે છે. કર્ણાટકમાં ડિવોર્સ રેટ 11.7 ટકા છે. ઉત્તર પ્રદેશ જેવું રાજ્ય પણ ડિવોર્સના કેસોમાં પાછળ નથી. 8.8 ટકા ડિવોર્સ રેટની સાથે આ રાજ્યએ ભારતમાં થનારા સૌથી વધારે ડિવોર્સ્ડ રાજ્યોમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પશ્ચિમ બંગાળનો ડિવોર્સ રેટ 8.2 ટકા છે. એટલે કે આ રાજ્યમાં પણ ઘણાં કપલ્સના રિલેશનશિપ હેલ્ધી નથી. દિલ્હીમાં રહેનારા લોકો પણ રિલેશનશિપ જાળવી રાખવાના મામલામાં વધારે સારા નથી. એજ કારણ છે કે દિલ્હીનો ડિવોર્સ રેટ 7.7 ટકા છે. દિલ્હી પછી તમિલનાડુ 7.1 ટકા ડિવોર્સ રેટની સાથે આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. તેલંગણા જેવા રાજ્યમાં પણ ડિવોર્સના વધતા કેસો ચોંકાવનારા છે. તમને જણાવીએ કે, આ રાજ્યનો ડિવોર્સ રેટ 6.7 ટકા છે. કેરળ 6.3 ટકા ડિવોર્સ રેટની સાથે આ લિસ્ટમાં આઠમા સ્થાને છે.

ડિવોર્સ માટેના કારણો ઘણાં હોય છે. લગ્ન હોવા છતાં બહાર કોઇની સાથે યૌણ સંબંધ બનાવવા ડિવોર્સનું એક મોટું કારણ છે. તો લગ્નમાં ક્રૂરતા પણ ડિવોર્સનો આધાર છે. ધર્મ પણ ડિવોર્સનો આધાર બની શકે છે. પતિ કે પત્નીમાંથી કોઇપણ એક ધર્માંતરણ કરી લે અને બીજો તેની સાથે રહેવામાં સહજ ન અનુભવે તો આ આધારે પણ ડિવોર્સ લઇ શકાય છે.

માનસિક રોગ એકતરફી ડિવોર્સનો મોટો આધાર હોઇ શકે છે. પતિ કે પત્નીમાંથી એક માનસિર રીતે અસ્વસ્થ હોય તો તેની સાથે રહેવું મુશ્કેલ છે. આવા કેસોમાં કોર્ટ તરત તેને ધ્યાનમાં લે છે. દંપતિમાંથી કોઇ એક વ્યક્તિને યૌન રોગનો શિકાર હોય તો પણ લગ્ન અમાન્ય થઇ શકે છે. તો જીવનસાથી સતત 7 વર્ષ સુધી ગુમ રહે અને તેના વિશે કોઇ ખબર ન મળે તો ડિવોર્સની અપીલ કરી શકાય છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.