નેશનલ આર્ચરીમાં ગોલ્ડ મેડલ પ્લેયર ભાવનાનું મોત, સાસરીયા કાર-ફ્લેટ માગતા હતા

PC: news18.com

પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢની નેશનલ આર્ચરી પ્લેયર ભાવનાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. ઘરમાં બેડરૂમમાંથી તેની લાશ મળી આવી હતી, પોલીસે ફરિયાદને આધારે પ્રોફેસર પતિની ધરપકડ કરી છે. પતિ કરિયાવરની માંગણી કરતો હતો એવી ભાવનાના પિતાએ પોલીસને ફરિયાદ કરી હતી. હજુ 4 મહિના પહેલાં જ તેણીના લગ્ન થયા હતા. લગ્ન થતાના થોડા જ દિવસોમાં લોભી સાસરા વાળાએ કરિયાવર માંગવાનું શરૂ કરી દીધું હતું. ભાવનાએ આપઘાત કરી લીધો છે કે હત્યા થઇ છે એ પોલીસ તપાસમાં બહાર આવશે.

જાણવા મળેલી માહિતી મુજબ, ગોલ્ડ મેડલ વિજેતા ભાવનાનું શુક્રવારે રાત્રે નયાગાંવના દશમેશ નગરમાં આવેલા તેના ઘરે નિધન થયું હતું. ભાવના 27 વર્ષની હતી. ભાવનાના પિતા પ્રકાશ ચંદ્રાએ કરિયાવરનો આરોપ લગાવીને પોલીસને ફરિયાદ કરી હતી. હાલમાં, પિતાની ફરિયાદ પર, પોલીસે જિંદ, હરિયાણામાં રહેતા આરોપી પતિ સચિન ચહલ વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. આરોપીને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

 જાણવા મળેલી વિગત મુજબ નેશનલ તીરંદાજની રાષ્ટ્રીય ખેલાડી ભાવનાનો પતિ સચિન ચહલ ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીમાં હિસ્ટ્રી વિભાગમાં આસિટન્ટ પ્રોફેસર છે. નવેમ્બર 2022માં સચિન અને ભાવનાના લગ્ન થયા હતા. ભાવનાના પિતાએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન થયા પછી તરત જ ભાવનાના સાસરા વાળા કરિયાવરમાં કાર અને ચંદીગઢમાં ફલેટ અપાવવા માટે અમારા પર પ્રેશર કરી રહ્યા હતા. ભાવનાના પિતાએ કહ્યું કે, 17 ફેબ્રુઆરીએ સચિનનો ફોન આવ્યો હતો કે ભાવના રૂમનો દરવોજા ખોલી નથી રહી. એ પછી દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે ભાવના બેડ પર મૃત હાલતમાં પડી હતી.

ભાવનાએ નેશનલ ગેમ્સમાં તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારી કરી રહી હતી. ચંદીગઢ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને રિપોર્ટ બાકી છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસે મૃતકના પતિની ધરપકડ કરી છે.

ભાવનાના પિતાની ફરિયાદને આધારે પોલીસે પતિની ધરપકડ કરી છે અને તપાસ ચાલી રહી છે. કરિયાવરના ખપ્પરમાં દેશની એક આશાસ્પદ ખેલાડી ગુમાવવી પડી છે, કરિયાવરના નામે અત્યાર સુધીમાં અનેક દીકરીઓની બલિ ચઢી ગઇ છે, પરંતુ હજુ સુધી લોભી લોકો કરિયાવરની લાલચ છોડતા નથી. ભાવનાનો પતિ પ્રોફેસર છે એટલે સારો પગારદાર હશે છતા સસરા પાસેથી કાર અને ફલેટની માંગણી કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp