ભારતની હિંદુ છોકરી અને અફઘાનિસ્તાનનો મુસ્લિમ છોકરો... રસપ્રદ છે તેમની લવ સ્ટોરી

PC: instagram.com/shethepeopletv

ભારતમાં રહેતી આકાંક્ષાએ અફઘાનિસ્તાનના નોમોનને પોતાનો જીવનસાથી પસંદ કરી લીધો છે. આકાંક્ષાએ પોતાની સ્ટોરી શી ધ પીપલને જણાવી છે. તેનું કહેવુ છે કે, તે અને નોમોન 12માં ધોરણના છેલ્લાં સેમેસ્ટરમાં મળ્યા હતા. નોમોને ડાન્સ પાર્ટી માટે તેની સાથે આવવા માટે કહ્યું. ત્યારે જ બંનેને એકબીજા સાથે કનેક્શનનો અનુભવ થયો. જોકે, બંને જ આગળ વધવા માટે ખચકાટ અનુભવી રહ્યા હતા કારણ કે, માત્ર દેશ જ નહીં પરંતુ, ધર્મ અને સંસ્કૃતિ પણ અલગ હતા.

આકાંક્ષા અને નોમાન અભ્યાસ માટે અલગ અલગ યુનિવર્સિટીમાં ગયા. જોકે, જ્યારે તે બંનેએ એકબીજાને સારી રીતે ઓળખી લીધા તો એકબીજાથી દૂર થવા માંગતા ન હતા. આકાંક્ષા હિંદુ છે અને નોમોન મુસ્લિમ. એવામાં આગળના પડકારો પણ ઓછાં નહોતા. આથી, સંબંધને એક તક આપવાનો નિર્ણય કર્યો. આકાંક્ષા જણાવે છે કે, તેને આશા હતી કે તેનો પરિવાર તેના આ નિર્ણય પર વિશ્વાસ કરશે અને તેના પ્રેમને સ્વીકારશે. પરંતુ, જ્યારે નોમાન વિશે જણાવ્યું તો પરિવારે એક તક આપવાની પણ ના પાડી દીધી. તેઓ આજે પણ નોમોન સાથે વાત કરવાની અને મળવાની ના પાડે છે.

નોમોને 8 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 2022માં આકાંક્ષાને પ્રપોઝ કર્યું. સાથે જ તેના પરિવારને આ અવસર પર ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મોકલ્યું. પરંતુ, તેઓ ના આવ્યા. જોકે, આકાંક્ષાના ભાઈ સાથે રહ્યા. બીજી તરફ, નોમોનના પરિવારે આકાંક્ષાને પૂરા દિલથી સ્વીકારી લીધી. આકાંક્ષાએ જણાવ્યુ કે, નોમોનનો પરિવાર શરૂઆતથી જ તેના આ સંબંધને સપોર્ટ કરી રહ્યો હતો. તેમણે મારી પાસેથી ક્યારેય એ આશા ના રાખી કે હું પોતાની સંસ્કૃતિ અથવા ધર્મને છોડી દઉં. તેઓ સમજે છે કે, પ્રેમની કોઈ સીમા નથી હોતી. તેમની અફઘાની પરંપરાઓ વિશે શીખતા અને તેમને ભારતીય સંસ્કૃતિ વિશે જણાવતા મને ખૂબ જ આનંદ આવે છે.

નોમોન અને આકાંક્ષા હાલ સાથે દુનિયા ફરી રહ્યા છે. બંનેની એક યૂટ્યૂબ ચેનલ પણ છે. જ્યાંથી તેઓ પોતાની આ યાત્રાઓ વિશે જણાવે છે. આકાંક્ષાનું કહેવુ છે કે, તેમની સ્ટોરી ટિકટોક પર વાયરલ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમને આ જ પ્રકારની સ્થિતિનો સામનો કરનારા લોકો મેસેજ કરીને સલાહ માંગી રહ્યા છે.

તે કહે છે, અમે અનુભવ્યું કે અમારો પ્રેમ હિંદુ-મુસ્લિમ સંબંધોના સ્ટિગ્માને સમાપ્ત કરીને એક ડિફરન્સ પેદા કરી શકે છે. એકસાથે, અમે આવનારી પેઢીઓને નિડર થઈને પ્રેમ કરવા, સામાજિક બાધાઓમાંથી મુક્ત થવા અને આવનારા સમયમાં અન્ય કપલ્સ માટે બદલાવ બનવાની મહત્ત્વાકાંક્ષા રાખીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp