સુહાગરાતે દુલ્હને કહ્યું- પીરિયડ્સ છે, સેક્સ ન કરી શકાય પછી...

PC: weddingaffair.co.in

ભારતીય સમાજમાં લગ્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરોમાં લગ્નો થવાના હોય છે, ત્યાં ખુશીઓનો માહોલ હોય છે. દીકરા કે દીકરીના લગ્નમાં એટલું કામ હોય છે કે લોકો તેમા દિવસ-રાત વ્યસ્ત રહે છે. લગ્નના થોડાં દિવસ પહેલા જ વર અને વધુના ઘરોમાં મંગલ ગીતની શરૂઆત થઈ જાય છે. ઘરોને સામર્થ્ય અનુસાર શણગારવામાં આવે છે. વિવિધ પ્રકારના પકવાન અને વ્યંજન તૈયાર કરવામાં આવે છે, જેથી મહેમાનો તરફથી કોઈને ફરિયાદ ના રહે.

તેમજ, વર અને કન્યા પહેલી રાત એટલે કે સુહાગ રાતની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. બંને મિલનની પહેલી રાતને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરે છે. તેના માટે અભિનવ રીતો અપનાવવામાં આવે છે પરંતુ, લગ્નની પહેલી રાત્રે જ જ્યારે વરરાજા સાથે છળ થઈ જાય તો તેની શું હાલત થાય. આવુ જ કંઈક મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં થોડાં સમય પહેલા બન્યું હતું.

વરરાજા પક્ષને ચૂનો લગાવવાના ષડયંત્ર અંતર્ગત સમજી-વિચારીને ચક્રવ્યૂહ રચવામાં આવ્યું. દલાલે વ્યક્તિના લગ્ન નક્કી કરાવ્યા. પૂર્વ નિર્ધારિત તારીખે રીતિ-રિવાજ અનુસાર લગ્ન થયા. લગ્નના આગલા દિવસે વરરાજા પોતાની થનારી પત્ની સાથે નવા જીવનની શરૂઆત કરવાના સપના જોઈ રહ્યો હતો. નવી દુલ્હને વરરાજાને જણાવ્યું કે તેના પીરિયડ્સ શરૂ થઈ ગયા છે, એવામાં તે શારીરિક સંબંધ ના બનાવી શકે. વરરાજા મન મારીને બેસી રહ્યો. લગ્નના સાત દિવસ બાદ દુલ્હન ગાયબ થઈ ગઈ. શોધખોળ કરવા પર તે લગ્ન કરાવનારા દલાલના ઘરમાં આપત્તિજનક સ્થિતિમાં મળી. ખબર પડતા જ બધા ફરાર થઈ ગયા.

પીડિત વ્યક્તિ અને યુવતીના લગ્ન વિધી પૂર્વક કરવામાં આવ્યા હતા. લગ્ન બાદથી જ યુવતી યુવકને કોઇક ને કોઇક બહાનાથી પોતાની પાસે આવવા દેતી ન હતી. લગ્નના સાત દિવસ બાદ સોનાનું મંગળસુત્ર, ટોપ્સ સાથે જ ચાંદીના દાગીના અને ત્રણ લાખ રૂપિયા કેશ લઈને ભાગી ગઈ. હકીકતમાં તે એક લૂટેરી દુલ્હન હતી.

દુલ્હન અચાનક ગાયબ થઈ ગયા બાદ વરરાજા અને તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. ઘરમાં જોવા પર દાગીના અને કેશ ગાયબ હોવાની જાણકારી મળી. ત્યારબાદ પીડિત પક્ષ લગ્ન કરાવનારા એજન્ટ પાસે પહોંચી ગયો. ત્યાં દુલ્હન દલાલ સાથે એક જ રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં મળી. તેનાથી વરરાજા અને તેના પરિવારજનો આઘાત પામ્યા. બાદમાં આખું ષડયંત્ર સમજાયું કે આ લૂટેરી દુલ્હન છે. આ તમામ લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેની પાછળ મોટી ગેંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp