સુહાગરાતના દિવસે જ ખબર પડી કે પતિ તો નપુંસક છે, દુલ્હને અડધી રાત્રે બુમરાણ મચાવી

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન પછી સુહાગરાત વખતે દુલ્હનને વરરાજાની અસલિયતની ખબર પડી તો દુલ્હને અડધી રાતે શોરબકોર મચાવી દીધો હતો, પરિવારના લોકો બધા ઉંઘમાં હતો. દુલ્હન બુમરાણ કરતી બહાર આવી કે પતિતો નપુંસક છે. દુલ્હને તાત્કાલિક તેના પિયરના બોલાવી દીધા હતા અને અડધી રાત્રે જ પોલીસ સ્ટેશન પહોંચી હતી.દુલ્હાના હજુ 3 દિવસ પહેલાં જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા અને દુલ્હનના આક્ષેપથી યુવાનના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ગામમાં પંચાયત બેઠી હતી, પરંતુ કોઇ ઉકેલ આવી શક્યો નહોતો. કન્યા તેના પરિવાર સાથે પિયર ચાલી ગઇ છે.

મૈનપુરીના કિશની પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા એક યુવકના લગ્ન 2 માર્ચે ઇટાવામાં રહેતી એક યુવતી સાથે હિંદુ રિતિરિવાજ પ્રમાણે થયા હતા. 3 માર્ચે દુલ્હન વિદાય થઇને સાસરે આવી હતી અને દિવસમાં સંગીતનો કાર્યક્મ પણ થયો હતો. યુવાનનો ઘરમાં જબરદસ્ત ખુશીનો માહોલ હતો.

લગ્નની વિધી અને સંગીતનો કાર્યક્રમનો ઉત્સાહ પછી ત્રીજી તારીખે જ્યારે પતિ-પત્ની સુહાગરાત મનાવવા રૂમમાં ગયા અને થોડી જ વારમાં પત્ની શોરબકોર કરતી બહાર આવી હતી અને તે ચિલ્લાઇને બોલી રહી હતી કે પતિ તો નપુંસક છે, હું આ આવા માણસ સાથે નહીં રહી શકું. તેણીએ તેના પિયરિયાને પણ ફોન કરીને બોલાવી લીધા હતા. પિયરિયાઓએ આવીને બબાલ મચાવી હતી અને વાત મારપીટ સુધી પહોંચી ગઇ હતી.

બીજે દિવસે ગામમાં પંચાયત બોલાવવામાં આવી અને લગભગ 4 કલાક સુધી પંચાયતમાં ચર્ચા ચાલી હતી, પરંતુ કોઇ ઉકેલ નહીં આવતા પત્ની તેના પિતા સાથે પિયર ચાલી ગઇ હતી.

દુલ્હને પોલીસને કહ્યું કે, હું મારા પતિ સાથે રહેવા નથી માંગતી, કારણકે તે નપુંસક છે અને આ વાત અમારાથી છુપાવવામાં આવી હતી. છળકપટ કરીને લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. મેં જ્યારે વિરોધ કર્યો તો મારા પતિએ મને શાંત રહેવા માટે કહ્યું હતું, પરંતુ હું આવા માણસ સાથે જિંદગી વિતાવી નહીં શકું.

દુલ્હનના પિતાએ પોલીસને કહ્યું હતું કે મારી દીકરીને ફસાવી દેવામાં આવી છે. અમે જ્યારે દીકરીને સાસરે પહોંચ્યા તો એ લોકોએ અમને ધમકી આપી હતી. હું આવા પરિવાર સાથે મારી દીકરીને રાખી શકું નહીં એટલે સાથે લઇ જાઉં છું. પોલીસે કહ્યું કે હજુ સુધી કોઇ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી નથી, જો ફરિયાદ કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp