પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલું જેકેટ પહેરી સંસદ પહોંચ્યા PM મોદી,જાણો તેની ખાસિયતો

PC: telegraphindia.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ આપવા માટે સંસદ પહોંચ્યા. આ દરમિયાન PM મોદીના જેકેટને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાને આ દરમિયાન જે જેકેટ પહેર્યું તે પ્લાસ્ટિકની ખરાબ બોટલોને રિસાઇકલ કરીને બનાવવામાં આવ્યું છે. તેને સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને PM મોદીને ભેટ આપી હતી. કંપનીએ આ રીતે પ્લાસ્ટિકની ખરાબ બોટલોમાંથી ડ્રેસ બનાવવાની યોજના બનાવી છે. તેને Unbottled ઈનિશિએટિવ નામ આપવામાં આવ્યું છે.

ઈન્ડિય ઓઇલ કોર્પોરેશને દર વર્ષે 10 કરોડ PET બોટલોને રિસાઇકલ કરવાની યોજના બનાવી છે. રિસાઇકલ થનારી આ બોટલોમાંથી કપડાં બનાવવામાં આવશે. ટ્રાયલના ભાગ રૂપે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના વિશેષજ્ઞોએ જેકેટ તૈયાર કર્યું હતું. જેને PM મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે.

ઈન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, એક યુનિફોર્મને બનાવવામાં કુલ 28 બોટલને રિસાઇકલ કરવામાં આવે છે. કંપનીની યોજના દર વર્ષે 10 કરોડ PET બોટલોને રિસાઇકલ કરવાનો છે. તેનાથી પર્યાવરણના સંરક્ષણમાં મદદ મળશે અને પાણીની પણ મોટી માત્રામાં બચત થશે. કોટનને કલર કરવામાં ભારે માત્રામાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે પોલિસ્ટરને ડોપ ડાઈંગ કરવામાં આવે છે. તેમા પાણીના એક ટીપાંનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. IOCની યોજના PET બોટલોનો ઉપયોગ કરીને સશસ્ત્ર દળો માટે નોન-કોમ્બેટ યુનિફોર્મ બનાવવાનો પણ છે.

PM મોદી માટે તામિલનાડુના કરૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સે જેકેટ તૈયાર કર્યું છે. કંપનીના મેનેજિંગ પાર્ટનર સેંથિલ શંકરે દાવો કર્યો કે, તેમણે ઈન્ડિયન ઓઇલને PET બોટલમાંથી બનેલા નવ કલરના કપડાં આપ્યા હતા. ઈન્ડિયન ઓઇલે ગુજરાતમાં વડાપ્રધાનના ટેલર પાસે આ જેકેટ તૈયાર કરાવડાવ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની જેકેટ બનાવવામાં સરેરાશ 15 બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. એક આખો યુનિફોર્મ બનાવવામાં સરેરાશ 28 બોટલનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્લાસ્ટિક બોટલમાંથી બનેલા ગારમેન્ટની સૌથી મોટી ખૂબી એ છે કે, તેને કલર કરવામાં એક ટીપૂં પાણીનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. સેંથિલે જણાવ્યું કે, કોટનને કલર કરવામાં મોટી માત્રામાં પાણી બરબાદ થાય છે. પરંતુ, PET બોટલમાંથી બનેલા ગારમેન્ટમાં ડોપ ડાઈંગનો ઉપયોગ કરવામાં આવે છે. બોટલમાંથી પહેલા ફાઇબર બનાવવામાં આવે છે. પરંતુ, PET બોટલમાંથી બનેલા ગારમેન્ટમાં ડોપ ડાઈંગનો ઉપયોગ કરવામાં આવે છે. બોટલમાંથી પહેલા ફાઇબર બનાવવામાં આવે છે અને પછી તેમાંથી યાર્ન તૈયાર કરવામાં આવે છે. યાર્નમાંથી પછી ફેબ્રિક બનાવવામાં આવે છે અને પછી સૌથી છેલ્લે ગારમેન્ટ તૈયાર કરવામાં આવે છે. રિસાઇકલ બોટલમાંથી બનેલા જેકેટની રિટેલ માર્કેટમાં કિંતમ 2000 રૂપિયા છે.

શું છે તેની ખાસિયત?

  • આ કપડાં સંપૂર્ણરીતે ગ્રીન ટેક્નલોજી પર આધારિત છે.
  • આ બોટલોને રહેણાંક વિસ્તારો અને સમુદ્રમાંથી કલેક્ટ કરવામાં આવે છે.
  • કપડાં પર એક ક્યૂઆર કોડ હોય છે જેને સ્કેન કરીને તેની આખી હિસ્ટ્રી જાણી શકાય છે.
  • ટી-શર્ટ અને શોર્ટ્સ બનાવવામાં પાંચથી છ બોટલનો ઉપયોગ થાય છે.
  • શર્ટ બનાવવામાં 10 અને પેન્ટ બનાવવામાં 20 બોટલનો ઉપયોગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp