
દક્ષિણપુરી એક્સટેન્શનમાં રહેતા 23 વર્ષના રાહુલને દક્ષિણ દિલ્હીમાં રહેતા સૌરવ સાથે ખાસ દોસ્તી હતી. બંને એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા. રાહુલ સોમવારે સાંજે તેના જિગરી દોસ્ત સૌરવને દેવલી રોડ પર આવેલા રિલેક્સ OYO હોટલમાં મળવા માટે બોલાવી રહ્યો હતો. તે સૌરવને વારંવાર ફોન કરી રહ્યો હતો, પરંતુ સૌરવ કોઇ જવાબ આપતો નહોતો. રાહુલે 9 વખત સૌરવને કોલ કર્યા અને આખરે સૌરવે રાહુલનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો. આ વાતથી દુખી થયેલા રાહુલે આ જ હોટલની રૂમમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. આજના યુવાનો નાની નાની વાત પર છંછેડાઇ જાય છે અને અંતિમ પગલું ભરી લે છે, એક પળ માટે પણ એમ વિચારતા નથી કે પરિવારના લોકોએ કેટલી મહેનત અને સપનાઓ સાથે તેમનો ઉછેર કર્યો હોય છે.
સૌરવે ફોન નંબર બ્લોક કરી દેતા રાહુલ એટલો દુખી થઇ ગયો હતો કે તેણે OYO હોટેલમાં રૂમ બુક કરીને ફાંસી લગાવી લીધી. રાહુલની લાશ પહેલા માળે રૂમ નંબર 101માં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. નેબ સરાય પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે રાહુલ મોબાઈલ પર બ્લોક થવાને કારણે એટલો નારાજ કેમ થયો કે તેણે જીવનનો અંત પણ લઈ લીધો.
દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, 12 અને 13 માર્ચની મધ્યરાત્રિએ દેવલી રોડ પરની રિલેક્સ OYO હોટેલમાં એક યુવકે ગળેફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળી હતી. પોલીસને હોટલના પહેલા માળે રૂમ નંબર 101માં રાહુલ નામનો યુવક લટકતો જોવા મળ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ 11 માર્ચે સૌરભ સાથે હોટલમાં રોકાયો હતો, બંને 12 માર્ચે સવારે હોટેલમાંથી નીકળી ગયા હતા. 12મી માર્ચે સાંજે પાંચ વાગ્યે રાહુલ ફરી હોટલમાં આવ્યો હતો.
પોલીસે મંગળવારે રાહુલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવીને તેના પરિવારને સોંપી દીધો હતો. આ હોટલ એક વર્ષથી ગેરકાયદે ચાલી રહી હતી. રાહુલની તપાસ કરવા ગયેલી પોલીસને એક અન્ય નકલી પોલીસ પણ મળી આવ્યો હતો જેની પોલીસે ધરપકડ કરી છે. આ નકલી પોલીસને રાહુલ કેસ સાથે કોઇ લેવા દેવા નથી.
પોલીસે આ હોટલમાં જ્યારે CCTV તપાસ્યા તો પોલીસના યુનિફોર્મમાં એક વ્યકિત હોટલમાં પ્રવેશતો દેખાયો હતો. પોલીસે હોટલ સ્ટાફની પુછપરછ કરી તો મંડોલીનો રહેવાસી નવાબ સિંહ નામનો વ્યકિત મહિલા સાથે હોટલમાં રોકાયો હતો. પોલીસે નવાબની પુછપરછ કરી તો તેણે જ્યોતિ નગર પોલીસમાં નોકરી કરતો હોવાનું કહ્યુ હતું. પોલીસે I-CARD માંગ્યો તો નવાબ આપી શક્યો નહોતો. પોલીસે તપાસ કરી તો નવાબ શાહદરા જિલ્લામાં ડિફેન્સ કર્મી છે. પોલીસે ઓળખાણ બદલવા પર તેની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp